હવે શિયાળામાં પણ તમારું વજન ઝડપથી ઘટશે, ફોલો કરો આ ટિપ્સ

weight loss tips in winter season
Image Credit - freepik
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો પરંતુ શિયાળામાં ગરમાગરમ પરાઠા અને ગાજરનો હલાવો ખાવાની ઈચ્છા તમારા લક્ષ્યને હાંસલ કરવાનું મુશ્કેલ બનાવી રહી છે? જો તમારો જવાબ હા હોય તો તમે એકલા આવા વ્યકતિ નથી.

ઘણા અભ્યાસોમાં સાબિત થયું છે કે આપણે ઉનાળાની સરખામણીએ શિયાળામાં વધુ ખાઈએ છીએ, જેના કારણે પણ વજન વધે છે. આપણે દરેક સમયે ગરમ, તેલયુક્ત અને ફાસ્ટફૂડ ખાવા માંગીએ છીએ. ક્યારેક-ક્યારેક ઠીક છે પરંતુ તેને આદત બનાવવી વજન વધવા તરફ દોરી શકે છે.

પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે કેટલાક ઉપાયો કરીને તમારું વજન સરળતાથી ઘટાડી શકો છો. જો કે, વજન ઘટાડવું એટલું પણ સરળ નથી હોતું, જ્યારે તાપમાનમાં તીવ્ર ઘટાડો થાય છે ત્યારે તે વધુ પડકારજનક બની જાય છે.

આવું એટલા માટે થાય છે કારણ કે આપણે જે પણ ફળો ખાઈએ છીએ તેમાં પાણીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે અને ઉનાળામાં આપણે જે પણ ફળો ખાઈએ છીએ તેમાં પાણીનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આવી સ્થિતિમાં જો આપણે એક ભોજનની જગ્યાએ ફળો લઈએ તો આપણું પેટ ભરાઈ જાય છે. જયારે શિયાળામાં આવું થતું નથી.

શિયાળામાં વજન ઓછું કરવું થોડું મુશ્કેલ છે કારણ કે લોકો શિયાળામાં મીઠાઈ ખાવાનું વધુ પસંદ કરે છે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી, આ લેખમાં પવામાં આવેલી ટિપ્સ અજમાવીને તમે વજન ઓછું કરી શકો છો.

સૂવાના સમયના 3 કલાક પહેલાં ખાઈ લો : માત્ર સારું ખાવું જ સ્વાસ્થ્ય માટે સારું નથી પરંતુ સમયસર ખાવું પણ એટલું જ જરૂરી છે. જો તમે તમારું વજન ઝડપથી ઓછું કરવા માંગતા હોય તો શિયાળામાં રાત્રે સૂવાના 3 કલાક પહેલા ખાઈ લો. ખોરાક વહેલો ખાવાથી તેને સારી રીતે પચાવી શકશો અને પાચનતંત્રને સ્વસ્થ રાખીને તમે ઝડપથી વજન ઘટાડી શકો છો.

સવારે ઉઠ્યાના 2 કલાકની અંદર નાસ્તો કરો : એક્સપર્ટના મતે, તમે સવારે જ્યારે ઉઠો ત્યારે તમારે નાસ્તાના સમયનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ એટલા માટે છે કારણ કે યોગ્ય સમયે કરવામાં આવેલો સ્સાવારનો નાસ્તો તમને દિવસભર એનર્જીથી જ નહીં પરંતુ તમને પેટ ભરેલું છે તેનો અનુભવ કરાવશે, જે તમને વધુ પડતું ખાવાથી બચાવશે.

સવારે ઉઠ્યાના બે કલાકની અંદર નાસ્તો કરી લેવો જોઈએ. તેથી જો તમે સવારે 5 વાગે ઉઠો છો તો તમારે 7 વાગ્યા પહેલા પહેલા તમારે નાસ્તો કરી લેવો જોઈએ. આપણે માનીએ છીએ કે શિયાળો આપણને વધુ ખાવા માટે દબાણ કરે છે.

ઠંડું વાતાવરણ શરીરને ગરમ રાખવા માટે આપણી દરરોજની કેલરીની જરૂરિયાતમાં વધારો કરે છે. એટલા માટે સમયસર ખાવું અને તમારી થાળીને હેલ્ધી અને ફાઇબરથી ભરપૂર ખોરાકથી ભરવું જરૂરી છે. ફાઇબર તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે જે ફાસ્ટ ફૂડ ખાવાની ઈચ્છાને અટકાવે છે.

દરરોજ કસરત કરો : ઉનાળાની જેમ શિયાળામાં પણ તમારે સવારે નિયમિત કસરત કરવી જોઈએ . જો તમે કસરત માટે બહાર જવા ન માંગતા હોય તો તમે ઘણરી અંદર જ સામાન્ય કસરત કરી શકો છો.

તમને જાણીને નવાઈ લાગશે કે ઘરના કામો જેમ કે ઘરની સફાઈ, કપડાં ધોવા, પોતું કરવું અને અન્ય કાર્યો કરવાથી પણ તમને પેટની ચરબી ઓગાળવામાં ખુબ જ મદદ કરી શકે છે. જો તમે ઘરેથી કામ કરો ચો તો, દર 30 મિનિટ પછી તમારી ખુરશી પરથી ઉઠીને થોડી વાર ચાલો.

મીઠાઈ ખાવાની ઓછી કરો : જો તમને મીઠાઈ ખાવાનું વધુ મન થાય તો ઘરમાં ગોળમાંથી બનાવેલા લાડુ ખાઓ. લંચ અને ડિનર પછી મીઠાઈ ન ખાઓ તેનો પ્રયાસ જરૂર કરો. તમે પણ શિયાળામાં તમારું વજન ઝડપથી ઓછું કરવા માટે આ ટિપ્સ અજમાવી શકો છો.