lasan marcha ni chatni
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કેટલાક લોકો દાળ – ભાત સાથે માર્ચ ખાવાનું પસંદ કરે છે. આવા સંજોગોમાં લીલા મરચાની ચટણી મળે તો કેટલી મજા આવે? તેથી જ આજે અમે તમારા માટે લીલા મરચા અને લસણની ચટણી બનાવવાની રીત લઈને આવ્યા છીએ. આવો જાણીએ તેની રેસિપી.

સામગ્રી : લસણની 3 કળી, 15-20 લીલા મરચાં, 1 લીંબુ, 2 ચમચી તેલ, સ્વાદ માટે મીઠું

ચટણી બનાવવાની રીત : ચટણી બનાવવા માટે પહેલા લીલા મરચાને સારી રીતે ધોઈ લો. હવે લસણની છાલ છોલીને અલગ કરી લો. હવે લીલા મરચાના નાના ટુકડા કરી લો. હવે લસણ અને મરચાને તમે પથ્થરની ખાંડણીમાં પીસી લો.

જો તમે ઈચ્છો તો બંને વસ્તુઓને મિક્સરમાં પણ પીસી શકો છો પરંતુ લીલા મરચાની ચટણીનો અસલી સ્વાદ તેને પીસ્યા પછી જ આવશે. હવે એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તરત જ તેમાં મરચાં અને લસણની પેસ્ટ નાખો.

હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીને 2-3 મિનિટ સુધી બરાબર સાંતળો. આ પછી ગેસ બંધ કરો અને એક બાઉલમાં ચટણી કાઢી લો. જયારે ચટણી ઠંડી થાય એટલે તેમાંથી લીંબુનો રસ નીચોવી લો. તો તૈયાર છે તમારી લીલું મરચું અને લસણની ચટણી.

તમે તેને શાક અને રોટલીથી લઈને પકોડા સાથે સર્વ કરો. જો તમે આવી જ અવનવી રેસિપી અને કિચન ટિપ્સ જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા