વજન ઘટાડવું એ ખુબ જ વધારે મુશ્કેલ કામ નથી. ફક્ત જરૂરિયાત હોય છે અભિગમની. ઘણી વખત એવું બને છે કે લોકો પોતાને પરફેક્ટ આકારમાં લાવવા માટે વજન ઘટાડવાના પ્રોગ્રામમાં જાય છે અને અઠવાડિયામાં પાંચ દિવસ સખત મહેનત કરે છે. જેના કારણે તેઓને સારું પરિણામ પણ મળે છે.
પરંતુ અઠવાડિયાના અંતે જ્યારે તે રિલેક્સ મૂડમાં હોય છે ત્યારે તે કેટલીક નાની ભૂલો કરી બેસે છે જે તેના સમગ્ર વજન ઘટાડવાના પ્રોગ્રામને બગાડી નાખે છે. આ ભૂલો એટલી નાની હોય છે કે આપણું તેમની પણ ધ્યાન જતું નથી, પરંતુ તે વજન ઘટાડવા પર ઘણી અસર કરે છે.
આ નાની-નાની ભૂલોને કારણે વજન ઘટાડવું ખૂબ મુશ્કેલ બની જાય છે અને પછી લોકોના મનમાં હતાશા ઉત્પન્ન થાય છે. તો આજના આ લેખમાં, તમને વીકેન્ડની કેટલીક એવી આદતો વિશે જણાવીશું જે તમારા વજન ઘટાડવાના પ્રોગ્રામ પર અસર કરી શકે છે.
ખોટા સમયે ખાવું : વજન ઘટાડવા માટે યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં ખાવું ખુબ જ જરૂરી હોય છે, પરંતુ અઠવાડીયાના રવિવારના દિવસે બહુ ઓછા લોકો આવું કરે છે. ઉદાહરણ તરીકે, રજા હોપ્ય તે દિવસે મોડેથી જાગે છે અને પછી ઘણીવાર નાસ્તો પણ કરતા નથી.
સામાન્ય રીતે અઠવાડીયાંના અંતે લોકો બ્રંચ લેવાનું પસંદ કરે છે. પરંતુ ખરેખર તમારે તે કરવાનું ટાળવું જોઈએ. ઉઠ્યા પછી 40 મિનિટની અંદર નાસ્તો કરી લેવો જોઈએ, અને જો તમે આ નથી કરતા તો તમારું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે. જેના કારણે શરીરમાં ચરબી બર્ન કરવામાં મુશ્કેલી પડે છે.
કેલરીની ગણતરીમાં ગડબડ કરવી : ખોરાક અને વજન વચ્ચે એક ઊંડો સંબંધ હોય છે. જ્યારે લોકો વજન ઘટાડવા માંગે છે, તો ત્યારે તેઓ દરરોજ તે કઈ પણ ખાય છે તેની કેલરી પર નજર રાખે છે. પરંતુ અઠવાડીયાના અંતે રવિવારના રાજાના દિવસે લોકોને લાગે છે કે તેઓ આ દિવસે કંઈપણ ખાઈ શકે છે.
ચોક્કસ, તમે રજાના દિવસે તમારી પસંદગીનું ફૂડ ખાઈ શકો છો, પરંતુ તમારે તેની માત્રાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ ભરપૂર ખાઈ લો છો તો તમારી આખી કેલરી કાઉન્ટ ડિસ્ટર્બ થઈ જશે. અને આખા અઠવાડિયામાં કરેલી બધી જ મહેનત પણ ધોવાઈ જશે.
ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ વીકએન્ડમાં વધારે પડતી ખાંડનું સેવન કરે છે. આ એક એવી ખાદ્ય વસ્તુ છે જેમાં કોઈ પોષક તત્વો હોતા નથી અને તે ફક્ત તમારી કેલરીની સંખ્યા વધારે છે. તેથી, જો તમે સપ્તાહના અંતે મિત્રો સાથે મૂવી જોઈ રહ્યા હોય તો ઠંડા પીણાને બદલે કુદરતી ફળોના રસને પીવા પર પ્રાધાન્ય આપો. આ સિવાય, તમારે નાળિયેર પાણી અથવા છાશ જેવા આરોગ્યપ્રદ વિકલ્પો પર વધારે ધ્યાન આપવું જોઈએ.
ઊંઘનો અભાવ : સામાન્ય રીતે લોકો એવું માને છે કે વજન ઘટાડવા માટે હેલ્ધી ખાવું જરૂરી છે, પરંતુ તેની સાથે ઊંઘ પર પણ પૂરતું ધ્યાન આપવું એટલું જ જરૂરી છે. સામાન્ય રીતે લોકો અઠવાડિયાના અંતે મોડી રાત્રે પાર્ટી કરે છે અને ખૂબ ઓછી ઊંઘ લે છે. જેના કારણે તે પુરતી ઉંઘ ના લેવાથી તેમના વજન પર પણ વિપરીત અસર પડે છે.
હવે જો તમે તમારી વજન ઘટાડવાની યાત્રાને આટલી જ સરળ રાખવા માંગતા હોવ તો આજે જ વીકએન્ડની આ આદતોને દૂર કરો. જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.