hair growth tips in gujarati language
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વાળની ​​સુંદરતામાં વધારો થાય અને વાળ ભરાવેદાર બને એવી દરેકની ઈચ્છા હોય છે. સુંદર વાળ મેળવવા માટે દરેક વ્યક્તિ અલગ-અલગ ઉપાયો કરતા હોય છે. ખાસ કરીને છોકરીઓ વાળમાં ચમક લાવવા માટે ઘણા બધા ઉપાયો અજમાવતી હોય છે. પરંતુ ખરેખર સુંદર વાળ એ હોય છે જે ચમકદાર હોય, લવચીકતા હોય, આવા વાળ ન તો વધારે ઓઈલી હોય કે ના તો ખૂબ જ સૂકા હોય.

સુંદર વાળની બનાવટમાં વોલ્યુમ હોય છે, એટલે કે વાળ વધુ જાડા દેખાય છે. આવા વાળ મેળવવા થોડા મુશ્કેલ જરૂર છે, પરંતુ તેમની યોગ્ય કાળજી લઈને તમે વાળને જાડા બનાવી શકો છો. તો ચાલો જાણીએ વાળને ઘટ્ટ બનાવવાની કેટલીક સરળ ટિપ્સ વિશે.

ડાઇટનું રાખો ખાસ ધ્યાન : જો તમે તમારા વાળને જાડા બનાવવા માંગતા હોય તો તમારે ડાઇટનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. વાળ વાસ્તવમાં લોહીના પ્રવાહમાં રહેલા પોષક તત્વો દ્વારા પોષણ મળે છે. તેથી વાળના વિકાસને પ્રોત્સાહન આપવા અને વાળને ભરાવેદાર બનાવવા માટે પોષણ અને સારું રક્ત પરિભ્રમણ બંને ખુબ જ મહત્વના છે.

તેથી દરરોજ તમારા આહારમાં એક નાની વાટકી સ્પ્રાઉટ્સનો સમાવેશ જરૂર કરો, કારણ કે તેમાં એમિનો એસિડ હોય છે જે વાળ માટે સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વોમાંનું એક પોષક તત્વ છે.

વાળ કન્ડીશનીંગ કરો : હેર કન્ડીશનીંગ એ વાળમાં વોલ્યુમ ઉમેરવાની ખાસ રીત છે જેના દ્વારા આપણે વાળનો દેખાવ સુધારી શકીએ છીએ. કન્ડીશનીંગ વાળને પોષણ આપવામાં પણ મદદ કરે છે, જેનાથી તે જાડા દેખાય છે. કંડિશનર મુખ્યત્વે વાળને ચમકદાર બનાવવાનું કામ કરે છે.

કલર કરેલા વાળ, સ્ટ્રેટનિંગ અને પરમિંગવાળા વાળમાં કેમિકલ્સની અસર વાળને નુકસાન પહોંચાડે છે જેને કન્ડીશનીંગ દ્વારા સુધારી શકાય છે. કન્ડીશનીંગ વાળની ​​બનાવટ અને દેખાવને સુધારવામાં મદદ કરે છે. જો કે, ઓઈલી વાળમાં અને ડેન્ડ્રફમાં વાળ ધોયા પછી કન્ડિશનર વાળને વોલ્યુમ આપે છે એટલે કે વાળ જાડા દેખાય છે.

વાળમાં હિનાનો ઉપયોગ : વાળને જાડા બનાવવા માટે હિના શક્તિશાળી કુદરતી કન્ડિશનર તરીકે કામ કરે છે. તે વાળના શાફ્ટને કોટ કરવાની ક્ષમતા ધરાવે છે અને આમ વાળને જાડાઈ, વોલ્યુમ અને તાકાત આપે છે. પરંતુ વાળમાં મહેંદી લગાવતા પહેલા ખાતરી કરો કે તમે સારી ગુણવત્તાના મેંદી પાવડરનો જ ઉપયોગ કરો.

મહેંદી વાળમાં લાલ ભૂરો રંગ છોડે છે, જેમ કે બધા જાણે છે. જો કે, મહેંદી વાળને કાળા કરતા નથી, પરંતુ તેને આકર્ષક હાઇલાઇટ્સ આપે છે. પરંતુ રંગીન વાળ પર ક્યારેય મહેંદી ના લગાવવી જોઈએ, કારણ કે તે વાળનો રંગ બગાડે છે.

મહેંદી એક શક્તિશાળી પ્રાકૃતિક ક્લીંજર છે. તે કુદરતી સંતુલનને ખલેલ પહોંચાડ્યા વિના વાળને ચમકદાર બનાવે છે. વાળમાં મહેંદી લગાવવા માટે મેંદીના પાવડરમાં પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવીને વાળમાં પેકની જેમ લગાવો. કન્ડિશનિંગ માટે, તેને લગભગ અડધા કલાક માટે વાળમાં લગાવેલું રહેવા દો.

ઈંડા અને એરંડાના તેલનો ઉપયોગ : શુષ્ક વાળમાં વોલ્યુમ અને ચમક વધારવા માટે બે ચમચી એરંડાનું તેલ, એક લીંબુનો રસ અને એક ચમચી ગ્લિસરીન લો, આ બધી સામગ્રી સાથે એક ઈંડું ઉમેરો અને બધી સામાગ્રીને સારી રીતે મિક્સ કરો. પછી આનાથી માથાની ચામડી પર મસાજ કરો અને વાળમાં પણ લગાવો. અડધા કલાક પછી વાળ ધોઈ લો.

મગની દાળથી વાળને સુંદર બનાવો : શુષ્ક, ઓઈલી વાળને ઘટ્ટ બનાવવા માટે એક કપ તૂટેલી મગની દાળને આખી રાત પલાળી રાખો. પછી તેને જરૂરી માત્રામાં પાણી સાથે મિક્સરમાં નાખીને પીસી લો અને તેની સ્મૂધ પેસ્ટ બનાવો. વાળને અલગ-અલગ ભાગોમાં વહેંચી લો અને દાળની પેસ્ટને વાળમાં એવી રીતે લગાવો કે આખા વાળ ઢંકાઈ જાય.

આ પેસ્ટને તમારા વાળમાં અડધો કલાક સુધી રહેવા દો અને તમારા વાળને સાદા પાણીથી સારી રીતે ધોઈ લો. આ સરળ ટિપ્સથી તમે તમારા વાળને ઘટ્ટ અને ચમકદાર બનાવી શકો છો અને આ તમામ ટિપ્સ સંપૂર્ણપણે કુદરતી છે જે તમારા વાળને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડતી નથી. જો તમને આ લેખ માહિતી ગમી હોય તો, તો આવા જ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા