શિયાળામાં આપણે ઠંડી થી બચવા માટે સ્વેટર પહેરીએ છીએ, પરંતુ રાત્રે સૂતી વખતે ક્યારેક ઠંડીને કારણે કપડાં બદલવામાં પણ આળસ આવે છે, જેના કારણે આપણે સ્વેટર પહેરીને જ સૂઈ જઈએ છીએ. સ્વાભાવિક રીતે આપણે બધા ઠંડા વાતાવરણમાં ગરમ કપડાં સૂવું ગમે છે પરંતુ સૂતી વખતે જાડા સ્વેટર પહેરવાથી તમારા સ્વાસ્થ્યને પણ અસર થાય છે.
આજના લેખમાં અમે તમને જણાવીશું કે તમારે સૂતી વખતે ઊની કપડાં કેમ ના પહેરવા જોઈએ, સ્વેટર અથવા ઊની કપડાં બનાવવામાં મોટાભાગે કૃત્રિમ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે જેના કારણે ઊની કપડાં પહેરીને સૂવાથી ત્વચાની એલર્જી જેવી સમસ્યા પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે સૂતી વખતે તમારે ઊનના કપડાં પહેરીને કેમ ના સૂવું જોઈએ.
વૂલન કપડા સામાન્ય કપડા કરતા ઘણું ઘટ્ટ હોય છે અને તેના કારણે ઘણી વખત તમારી ત્વચાને હવામાનમાં ફેરફારને કારણે ખંજવાળ અને એલર્જી જેવી સમસ્યાઓ થઇ શકે છે. જો કે શિયાળાની ઋતુમાં શુષ્ક ત્વચાને કારણે ખંજવાળ સામાન્ય છે પરંતુ કેટલીકવાર બેદરકારીને કારણે તમને ત્વચાની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે .
જો તમે સૂતી વખતે સ્વેટર પહેરીને સુવો છો તો તમને ત્વચા પર ફોલ્લીઓ ની સમસ્યા થઈ શકે છે. તે જ તમારા ગરમ કપડાં ઓક્સિજનને બ્લોક કરી નાખે છે, જેના કારણે ક્યારેક તમને ભારે કપડા પહેરવાથી મૂંઝવણ અનુભવ થતી હશે અને ગૂંગળામણ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમને શ્વાસની કોઈ સમસ્યા હોય તો તમારે ઊની કપડાં પહેરીને સૂવાનું ટાળવું જોઈએ.
ઠંડી સહન કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે : લાંબા સમય સુધી જાડા અને ઊનના કપડા પહેરવાથી તમારી ઠંડી સહન કરવાની ક્ષમતા ઘટી જાય છે અમે તેથી જો તમે થોડા ઓછા ગરમ કપડા પહેર્યા વગર બહાર જાઓ છો તો તમને જલ્દીથી ઠંડી લાગી જાય છે, ક્યારેક તો વધારે ઊની કપડાં પહેરવાથી ત્વચા સંવેદનશીલ બનવા લાગે છે.
ઊંઘ પર અસર પડે છે : સારી ઊંઘ લેવા માટે શરીરનું તાપમાન સંતુલિત રાખવું ખૂબ જ જરૂરી છે તો આવી સ્થિતિમાં ખૂબ જાડા કપડા પહેરવાને કારણે તમારી ત્વચા બંધાયેલી મહેસુસ કરે છે અને આ જ કારણથી તમને આખી રાત સારી ઊંઘ નથી આવતી. તેથી સૂતી વખતે યાદ કરીને કપડાં બદલવા જોઈએ.
બી-પી વધવાની સમસ્યા : ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે રાત્રે ઊની કપડાં પહેરીને સૂવાથી તમારું બ્લડ પ્રેશર પણ ઓછું થઈ શકે છે અને જેના કારણે તમને સૂતી વખતે અચાનક વધારે પડતો પરસેવો છૂટી શકે છે.
સૂતી વખતે કયા પ્રકારનાં કપડાં પહેરવા સારા : શિયાળામાં સૂવા માટે થર્મોકોટ ફાઇબરનું કાપડ વધારે સારું સાબિત થાય. આ પ્રકારનાં કપડાંમાં ગરમાહટ રહે અને વજનમાં પણ આ ફાઈબર ખૂબ જ હળવા હોય છે.
ઠંડીને રોકવા માટે તમે ઇચ્છો તો ઘણા હલકા કપડાને ભેગા કરીને લેયર બનાવીને પહેરી શકો છો, જેથી શરીરમાં ગરમી જળવાઈ રહે અને તમારી ત્વચા પણ આરામદાયક અનુભવી શકે. તમે કાનને ઠંડીથી બચાવવા માટે સ્કફ અથવા મફલર પહેરી શકો છો.
તો આ આર્ટિકલમાં તમે જાણ્યું કે શિયાળામાં સ્વેટર કેમ સ્વેટર પહેરીને ના સૂવું જોઈએ અને પહેરીને સૂવાથી તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ અસર થઇ શકે છે. જો તમને અમારો આ લેખ ગમ્યો હોય તો આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.