watermelon buying tips gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઉનાળાની ઋતુની શરુ થતા જ બજારમાં તમને ઉનાળુ ફળ જોવા મળી જાય છે. આ સિઝનમાં નાળિયલ પાણી, શક્કરટેટી, કાકડી વગેરે ને ઉનાળામાં પુષ્કર પ્રમાણમાં ખાવામાં આવે છે. આજે આપણે વાત કરવાના છીએ તરબૂચ ફળની અને તે ખુબ જ રસદાર હોય છે.

જો કે તરબૂચ તમને વર્ષના આખા 12 મહિના ખાવાનું મળશે પરંતુ પાકેલા, રસદાર અને મીઠા તરબૂચ ફક્ત ઉનાળાની સીઝનમાં જ ખાવા મળશે. તમને જણાવી દઈએ કે બજારમાં તરબૂચની ઘણી જાતો જોવા મળે છે પરંતુ જે દેશી તરબૂચ હોય છે તે હળવા લીલા રંગના પટ્ટાઓવાળા હોય છે.

ઘણી વખત લોકો તરબૂચ ખરીદતી વખતે લોકો તરબૂચના દેખાવ જોઈને વિચાર્યા વિના તરબૂચ ઘરે લાવે છે. આવી સ્થિતિમાં તરબૂચ અંદરથી કાચું અને સ્વાદ વગરનું આવે છે. જો તમારે સારું અને પાકેલું તરબૂચ ખરીદવું હોય તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખીને ખરીદવું જોઈએ.

આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહયા છીએ જેના આધારે તમે લાલ અને મીઠા તરબૂચ ખરીદી શકશો.

તરબૂચનો રંગ જુઓ : તરબૂચ ખરીદતી વખતે તેનો રંગ ઘેરો લીલો હોય તો તેને બિલકુલ ન ખરીદો કારણ કે કાં તો તે અંદરથી કાચું હશે અથવા તો તે કોલ્ડ સ્ટોરેજવાળું હશે. જો તમને સારું પાકેલું અને મીઠું તરબૂચ ખરીદવું હોય તો હંમેશા હળવા લીલા પટ્ટાઓવાળું તરબૂચ ખરીદવું અને જો તરબૂચ પર પીળા અથવા ક્રીમ રંગના ફોલ્લીઓ હશે તો તે તરબૂચની મીઠાશ ખુબ જ વધારે હશે.

તરબૂચને ઠોકીને જુઓ : તમે ઘણી વખત બજારમાં જોયું હશે કે લોકો તરબૂચ ખરીદતી વખતે તેના પાર આંગળીઓથી ઠોકીને જુએ છે. તમને જણાવી દઈએ કે જે તરબૂચ પ[અકેલુ અને મીઠું હશે તેને ઠોકવાથી જોરથી અવાજ આવશે. જો અડધા પાકેલા અને કાચા તરબૂચ હશે તો ઓછો અવાજ કરશે. તેથી જ્યારે તરબૂચ ખરીદો ત્યારે તેનો રંગ જોયા પછી આંગળીઓથી ઠોકીને ચોક્કસ જુઓ.

તરબૂચની દાંડી જુઓ : દેશી તરબૂચ તમને ઉનાળાની ઋતુમાં જ ખાવા મળશે તેની તાજગીને કારણે તમે આ સિઝનમાં આવતા તરબૂચમાં તેનું દાંડી જોઈ શકો છો. જો તમને લીલા દાંડીવાળા તરબૂચ જોવા મળે તો તેને ખરીદશો નહીં. આવા તરબૂચ અડધા કાચા અને અડધા પાકેલા હોય છે.

પરંતુ જો તમે તેને તરત જ કાપીને ખાવા માંગતા નથી તો તમે તેને રાખીને 2-4 દિવસમાં કાપીને ખાઈ શકો છો. ત્યાં સુધીમાં તે પાકી જશે. જો તમારે તારાજ ખાવું છે તો બ્રાઉન અને સૂકા દાંડીવાળા તરબૂચને જ ખરીદવું જોઈએ, કારણ કે તે તરબૂચ અંદરથી પાકેલા અને લાલ અને મીઠા હોય છે.

તરબૂચનું વજન કરો : તરબૂચનું વજન કરીને પણ જોવું જોઈએ કારણ કે ઘણા લોકોને એવો ભ્રમ હોય છે કે વજનમાં હલકું અને કદમાં મોટું તરબૂચ વધારે લાલ અને મીઠું હોય છે. પરંતુ એવું નથી હોતું, કદમાં નાના દેખાતા તરબૂચ પણ સારા અને મીઠા હોઈ શકે છે, પરંતુ તેનું વજન ઓછું નહિ, વધુ હોવું જોઈએ.

તમને જણાવી દઈએ કે જે તડબૂચ વજનમાં વધારે હોય છે તે વધુ રસદાર અને મીઠા હોય છે. તેથી જ્યારે પણ તમે તરબૂચ ખરીદો ત્યારે બંને હાથમાં અલગ-અલગ તરબૂચ લઈને તેનું વજન ચોક્કસ કરો અને પછી એ જ ખરીદો જે વધુ વજનદાર હોય. તો હવે જયારે પણ તમે બજારમાંથી તરબૂચ લેવા જાવ ત્યારે ઉપર જણાવેલી ટિપ્સ ધ્યાનમાં રાખો

જો તમને આ માહિતી સારી લાગી હોય અને આવી જ માહિતી જો તમને વાંચવાની ગમતી હોય તો તમે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને યોગા, હેલ્થ સબંધિત માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા