Thursday, December 8, 2022
Homeહોમ ટિપ્સWinter Tips: ગીજરમાં પાણી ગરમ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન...

Winter Tips: ગીજરમાં પાણી ગરમ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

Winter Tips: શિયાળો શરુ થઇ ગયો છે અને ઘણા લોકોએ ગરમ પાણીથી નહાવાનું શરૂ કરી દીધું છે. આ એવો સમય છે જ્યારે સવારે વહેલા ઉઠવું થોડું મુશ્કેલ લાગે છે અને ઊંઘમાં ઠંડા પાણીથી નહાવાનું કોઈને મન થતું નથી. હવે ધીમે ધીમે તાપમાન ઘટશે અને ગીઝર જેવા વોટર હીટરનો ઉપયોગ વધવા લાગશે.

શિયાળામાં વોટર હીટર અને રૂમ હીટરના કારણે વીજળીનું લાઈટ બિલ પણ ઘણું વધી જાય છે અને લોકોને તેની પણ ચિંતા સતાવા લાગે છે. પરંતુ તેનો દરરોજ ઉપયોગ થવાને કારણે ઘરમાં રહેતા દરેક લોકોને ગીઝર વિશેની માહિતી હોવી જરૂરી છે.

વોટર ગીઝરની વાત કરીએ તો હંમેશા અવારનવાર તેને લગતી દુર્ઘટનાઓ ન્યૂઝપેપરમાં સામે આવતી રહે છે. જો જોવામાં આવે તો તે જેટલું ઉપયોગી છે તેટલું જ જોખમી પણ હોઈ શકે છે.

આ ઉપકરણમાં, દરેક વસ્તુ ખૂબ જ ઊંચા તાપમાન, પાણી અને વીજળી સાથે સંકળાયેલી છે અને આવી સ્થિતિમાં સુરક્ષાનું જોખમ રહે છે. આવી સ્થિતિમાં આપણે ગીઝર સાથે જોડાયેલી કેટલીક સેફ્ટી ટિપ્સ વિશે જાણકારી હોવી ખુબ જ જરૂરી છે.

1. હંમેશા ગીઝર ટેમ્પરેચર સેટિંગ્સ ચેક કરો : તમારું ગીઝર કેટલું ગરમ થાય છે તેનું ખાસ ધ્યાન રાખો. આનું નિરીક્ષણ કરવું જરૂરી છે કારણ કે જો ગીઝર ખરાબ થવાનું શરૂ કરે છે ત્યારે તેનું તાપમાન આપમેળે તમારા સેટિંગ્સથી વધુ વધવાનું શરૂ કરે છે.

તમારે ગીઝરના સેટિંગને 45-50 ડિગ્રી વચ્ચે જ રાખવું જોઈએ. જો તમે આનાથી વધુ સેટિંગ કરો છો તો જૂના મોડલનું ગીઝર ઊંચા તાપમાનને સહન કરી શકશે નહીં અને થોડા દિવસોમાં ગીઝરની પાઇપ ઓગળવાથી લઈને અંદરની વાયરિંગને નુકસાન થઇ શકે છે.

2. ગીઝરની પાસે કોઈ જ્વલનશીલ વસ્તુ ના રાખવી જોઈએ. હા, હું જાણું છું કે કોઈ વ્યક્તિ પેટ્રોલ, ડીઝલ અથવા માચીસ જેવી વસ્તુઓ ગીઝર પાસે રાખતા નથી, પરંતુ તેમ છતાં કેટલાક લોકો અજાણતામાં આ ભૂલ કરી બેસે છે.

ઘણી વખત બાથરૂમની ઘણી બધી વસ્તુઓ જ્વલનશીલ હોય છે જેમ કે અમુક પ્રકારના ટોનર, એસિડ વગેરે વગેરે. આવી વસ્તુઓ ગમે ત્યારે ખતરનાક સાબિત થઇ શકે છે. તમારી માટે આવી વસ્તુઓ ગમે તેટલી પણ જરૂરી કેમ ન હોય, તેમ છતાં તેને ગીઝરથી દૂર રાખવી જોઈએ.

3. બાથરૂમમાં વેન્ટિલેશનનું સંપૂર્ણ ધ્યાન રાખો : ગીઝર ગમે તે હોય પરંતુ, તમારા બાથરૂમમાં વેન્ટિલેશનની સુવિધા હોવી જ જોઈએ. આ એટલા માટે છે કારણ કે ઘણા વોટર હીટર પાણી ગરમ કરતી વખતે ગેસ લીક કરી શકે છે.

જો કોઈ ઘરના બાથરૂમમાં ગેસ વોટર હીટર હોય તો તેણે ખૂબ કાળજી લેવી જોઈએ કારણ કે આવા હીટર મોટા અકસ્માતનું કારણ બની શકે છે. જો તમે ઈલેક્ટ્રીક વોટર હીટરનો ઉપયોગ કરી રહ્યા હોવ તો પણ તેના વેન્ટિલેશનને તપાસવું જરૂરી છે.

4. સર્વિસ વગર ગીઝરનો ઉપયોગ કરશો નહીં : જો તમે ગયા વર્ષથી ગીઝરનો ઉપયોગ નથી કર્યો તો સર્વિસિંગ વગર ગીઝરનો ઉપયોગ ના કરો. તમે દર છ મહિને ગીઝરની સર્વિસ કરાવો તે જરૂરી છે. સર્વિસિંગ વગર ગીઝર મોટા અકસ્માતનું કારણ બની શકે છે. જો ગીઝરમાં પહેલેથી જ કોઈ સમસ્યા છે તો તે સર્વિસ કરીને શોધી શકાય છે તો તમે કોઈપણ દુર્ઘટનાથી બચી શકો છો.

5. સૌથી મહત્વપૂર્ણ ટીપ્સ : ગીઝરને જયારે પણ ઇન્સ્ટોલ કરવો ત્યારે હંમેશા કોઈ પ્રોફેશનલ જોડે જ કરાવો. તમારે સમજવું પડશે કે વોટર હીટર અથવા ગીઝર ખૂબ જોખમી ઉપકરણ છે અને તેમાં રહેલી કોઈપણ ખામી શોર્ટ સર્કિટ અથવા મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે.

ગીઝરને લાંબા સમય સુધી ચાલુ ન રાખો. જો તમારું ગીઝર ઓટોમેટિક હોય તો પણ તેને વધુ સમય સુધી ચાલુ ન રાખો કારણ કે તેની કોઇલ બળી જવાનું જોખમ રહે છે. ગીઝરના ઇનલેટ અને આઉટલેટ પાઇપને કાળજીપૂર્વક તપાસો.

ઘણી વખત કોઈ એક પાઈપમાં ખારું પાણી જામી જવાને કારણે પાણી ગરમ થતું નથી અને આવી સ્થિતિમાં વીજળી તો બરબાદ તો થાય જ છે પરંતુ ગીઝરના પાર્ટ્સને પણ નુકસાન થવાનો ડર રહે છે.

ગીઝરનો ઉપયોગ કરવાથી સગવડ તો મળે છે પરંતુ સાથે સાથે સાવધાની રાખવાની પણ એટલી જ જરૂર છે. તો હવે તમે પણ સમજી ગયા હશો કે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જાણકરી ઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા
રસોઇ ની દુનિયા
ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

x