ઘર આપણું મંદિર છે અને તેને દરરોજ સાફ કરવું જરૂરી છે, કારણ કે ઘરની સફાઈ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે. મહિલાઓ સવારે ઉઠતાની સાથે જ ઘર કામ કરવાનું શરુ કરી દે છે અને તેઓ ઘરના ઘરેક ખૂણાની સારી રીતે સફાઈ કરે છે.
પરંતુ કેટલીક મહિલાઓ ઘણા કામ ઉતાવરમાં કરે છે અને તે કેટલીક ભૂલો અજાણતામાં કરી નાખે છે, તો આજે આપણે વાત કરી રહયા છીએ બાથરૂમને ઉતાવરમાં સાફ કરવાની. જો તમે પણ તમારું ઘર સાફ કરવાનું શરૂ કરી રહ્યા છો તો બાથરૂમ સાફ કરતી વખતે આ વાતોનું પણ ખાસ ધ્યાન રાખો.
મલ્ટી પરપઝ ક્લીનર : આપણા વોશરૂમમાં લાગેલી દરેક વસ્તુ અલગ અલગ સામગ્રીમાંથી બનેલી હોય છે. તે બધાને અલગ પ્રકારની સંભાળ રાખવાની જરૂર હોય છે. પરંતુ કેટલાક લોકો એક જ મલ્ટીપર્પઝ ક્લીનરથી વોશરૂમની બધી સામગ્રીને સાફ કરે છે.
અને તે બાથરૂમમાં લગાવેલી એસેસરીઝને પણ નુકસાન પહોંચાડી શકે છે. જોકે કેટલાક ક્લીનર્સ મલ્ટીપર્પઝ હોવાનો દાવો તો કરે છે, તેમ છતાં તેમના પરની સૂચનાઓ વાંચ્યા પછી જ તેનો ઉપયોગ કરવો.
વોશરૂમના પડદા સ્ક્રબથી સાફ કરવા : કેટલાક લોકો તેમના વોશરૂમમાં પાર્ટીશન માટે પડદા લગાવે છે અને વોશરૂમ સાફ કરતી વખતે તેને સ્ક્રબથી સાફ કરે છે. પરંતુ તમારે તે ના કરવું જોઈએ. તમે આ પડદાને વોશિંગ મશીનમાં પાણી અને એક કપ વિનેગર નાખીને તેને 5-10 મિનિટ માટે સ્પિન કરો. સારા પરિણામ માટે ધોતા પહેલા 30 મિનિટ માટે પલાળી રાખો.
ક્લીનર નાખ્યા પછી તરત જ સફાઈ કરવી : કેટલાક લોકો તેમના વૉશરૂમને સાફ કરે છે, ત્યારે ક્લીનરને રેડ્યા પછી તરત જ તેને ઘસવાનું શરૂ કરે છે. તમારે આમ ના કરવું જોઈએ. કારણ કે આવા તમામ પ્રોડક્ટ પર ક્લીનરને કેટલા સમય સુધી રાખવાનું હોય છે તે સૂચનાઓ લખેલી હોય છે. તે વાંચ્યા પછી જ સફાઈ શરુ કરો.
કેમિકલ્સ બેસ ડ્રેઇન ક્લીનર : વૉશરૂમની ગટર સાફ કરવા માટે કેમિકલ ડ્રેઇન ક્લીનર્સનો ઉપયોગ કરશો નહીં. કારણ કે તેના હાર્ડ કેમિકલ્સ તમારી ડ્રેનેજની પાઇપને નુકસાન પહોંચાડી શકે છે. હાર્ડ કેમિકલ્સ ક્લિનર્સના બદલે તમે ગરમ પાણીની એક ડોલ ભરીને ડ્રેનેજમાં રેડી શકો છો.
ઇન-ટેન્ક ટોઇલેટ ક્લીનરનો ઉપયોગ : તમે વિચારતા હશો કે ટોયલેટ ટેન્કમાં ઓટોમેટિક ક્લીનર નાખવાથી તે ટોયલેટ જાતે જ સ્વચ્છ થઇ જશે. તો અમે તમને જણાવી દઈએ કે તે તમારા બાથરૂમ માટે સુરક્ષિત નથી. કારણ કે આ વાદળી અથવા લીલો ક્લીનર તમારા ટોયલેટ ટાંકીના પ્લાસ્ટિક અને રબરને નબળો પાડી દે છે. જે તમારા વોશરૂમના ટોયલેટ ટાંકીમાં લીકેજનું કારણ બની શકે છે
જો તમને પણ આ જાણકારી ગમી હોય તો આવી જ જીવનઉપયોગી અને કિચન ટિપ્સ, રેસિપી વિશે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી ટિપ્સ – ટ્રીક અને બ્યુટી સબંધિત માહિતી મળતી રહેશે.