vitamin b12 symptoms in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો આપણા શરીર માં રહેલા વિટામીન અને પ્રોટીન ની ઉણપ ને લીધે ઘણા રોગો થતા હોય જેવા કે, જો શરીરમાં વિટામીન એ ની ઉણપ હોય તો તમને વાળ અને આંખના રોગ થાય, વિટામિન સી ને કારણે પણ વાળ અને આંખના રોગો સાથે તમારી ઇમ્યુનીટી ડાઉન થઇ શકે, વિટામિન-ડી ની ઊણપથી તમારા હાડકા નબળા પડે, દાંત નબળા પડે છે.

તમે જાણતા જ હશો કે આપણું શરીર ઘણા બધા વિટામીન અને તત્વોથી બનેલું છે. તો અહીંયા તમને જણાવીશું કે તમારા શરીર માં વિટામીન બી 12 ની ઉણપ છે તે કઈ રીતે તમે નક્કી કરી શકો છો, વિટામીન બી12 ની ઉણપ ના કયા સંકેતો હોય છે. જો તમે અહીંયા જણાવેલ લક્ષણો જાણી જશો તો તમને ખબર પડી જશે કે તમારા શરીર માં વિટામીન બી12 ની ઉણપ છે કે નહીં.

અહિયા તમને એ પણ જણાવીશું કે વિટામીન બી12 ની ઉણપ માટે તમારે કાયા ખોરાક ખાવા જોઈએ. સૌથી પહેલા તો તમારા શરીર માં કેટલું વિટામિન હોવું જોઈએ તે જાણવું મહત્વનું છે. આપણા શરીરમાં સામાન્ય રીતે ૪૦૦ થી ૫૦૦ મિલી લીટર જેટલું વિટામીન બી12 હોવું જોઈએ.આટલું વિટામીન બી12 પ્રત્યેક સ્વસ્થ્ય વ્યક્તિમાં હોવું જોઈએ.

જો આનાથી વિટામીન બી12 નીચું જાય તો તમને ડોક્ટર મિથાઇલકોબાલામીન નામનું ઈન્જેકશન કે ટેબલેટ આપે છે. વિટામીન બી12 ક્યાંથી મળે છે તે જાણી લઇએ : વિટામીન બી12 માસાહારની અંદર સૌથી વધુ રહેલું છે. શાકાહારી લોકો છે તે દૂધ કે દૂધની બનાવેલી વસ્તુઓ જેમાં પનીર, દૂધ દહીં, માખણ અથવા અન્ય તેની કોઇ પણ વસ્તુમાંથી મળે છે.

આ ઉપરાંત મશરૂમ અંદર, માટી ની અંદર એટલે કે જમીનની અંદર જે વસ્તુ ઉગે છે જેવી કે બટાકા, બીટ, ગાજર, મૂળા આ તમામ વસ્તુઓ ની અંદર થોડી-થોડી માત્રામાં વિટામીન બી12 મળી રહે છે. પણ જેટલી માત્રામાં માંસાહારની અંદર મળે એટલી માત્રામાં આ બધી વસ્તુમાંથી મળતું નથી.

હવે જોઈએ કે તમારું શરીર એવા કયા સંકેતો આપે તો તમારે સમજવું જોઈએ કે તમારા શરીરમાં વિટામીન બી12 ની ઉણપ છે. જો તમારા હાથ અને પગની નસો એકદમ સુન્ન પડી જાય એટલે કે પગ અને હાથ માં વારે વારે ખાલી ચડે, કોઈ પણ કારણ વગર તમને ખાલી ચડતી હોય, તમે ઘણો બધો ખોરાક ખાઓ છો છતાં પણ તમને વારંવાર થાકનો અનુભવ કરો છો, કમજોરીનો અનુભવ કરો છો.

તમારું શરીર વધારે પડતું અશક્ત રહે છે, તો તમારે સમજવું કે તમને વિટામીન બી12 ની ઉણપ છે.  આ ઉપરાંત જે કોઈ લોકોને વિટામીન બી12 ની ઉણપ થાય છે એમાં મોટા ભાગના લોકોને આંખે અંધારા આવતા દેખાય અથવા તો આંખે ઝાંખુ દેખાય છે. આંખોની રોશની પણ ઓછી થતી લાગે છે.

આ ઉપરાંત મેમરી લોસ એટલે કે તમે નાની નાની વસ્તુઓ ને જલ્દી ભૂલી જાઓ છો, તમને યાદ નથી રહેતું. કેટલાક લોકોની યાદશક્તિ એકદમ નબળી પડી જાય છે તો બધા તેના લક્ષણો છે. જો તમારા વાળ નાની ઉમર માં સફેદ થઇ ગયા હોય, સફેદ થવા લાગ્યા હોય તો તે વિટામીન બી12 ની ઉણપ નું મોટું લક્ષણ છે.

જો આવુ થાય તો તમે માની શકો છો કે તમને વિટામીન બી12ની ઉણપ છે. વાળ સફેદ થવા, દાઢી સફેદ આવવી તેના બીજા પણ ઘણા કારણો હોઈ શકે છે. તો તમારે ડૉક્ટરની મુલાકાત અવશ્ય લેવી જોઇએ. આ ઉપરાંત શરીરમાં લોહીની ઉણપ પણ થતી લાગે, ડિપ્રેશનની સમસ્યા પણ સર્જાઇ છે.

જે લોકો વિટામિન બી-૧૨ની ઉણપથી પીડાતા હોય તે લોકોને ડિપ્રેશન પણ આવી શકે છે. શરીર માં લોહીની એટલે કે એનીમિયા ની તકલીફ થઇ જાય, હાડકાં નબળાં પડવાની સમસ્યા થાય છે અને તમારી જીભ એકદમ નરમ પડી જાય, દુખાવો થાય, જીભ નો મોટાભાગનો ભાગ લાલ થઈ જાય. તો તમારે સમજવું કે તમારા શરીરમાં વિટામિન બી12 ની ઉણપ છે.

જો આવુ જણાય તો ડોક્ટર ને ત્યાં જઈ તાત્કાલિક વિટામિન બી12 ચેક કરાવો. જો ડોક્ટર કહે તો ક્યાં ટ્રીટમેન્ટ ચાલુ કરી દો અથવા તો ઘરે આવીને દૂધ કે તેનાથી બનતી વસ્તુઓ વધારે માં વધારે ખાવાનું રાખો. જે માંસાહારી લોકો છે તેમને મોટાભાગે વિટામિન બી12 ઊણપ નથી થતી. વિટામિન બી-૧૨ની ઊણપ માત્રને માત્ર 85% શાકાહારી લોકોને જ થાય છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “શરીર માં રહેલા વિટામીન અને પ્રોટીન ની ઉણપ ને લીધે ઘણા રોગો થતા હોય છે”