parents aa char vato koi divas kahesho
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જ્યારે દંપતીના ઘરે બાળક આવે છે, ત્યારે તે દિવસ જીવનનો સૌથી ખુશીની ક્ષણ હોય છે. દંપતી માતાપિતા બને છે, પરંતુ તેની સાથે માતાપિતાની જવાબદારી વધી જાય છે. આવી સ્થિતિમાં, ઘણા માતાપિતા તેમના બાળકોને એક સારો માર્ગ બતાવવા માટે પ્રેમથી સમજાવે છે,

જ્યારે ઘણાં માતાપિતા હંમેશાં તેમના બાળકો પર ગુસ્સે રહે છે.  માતાપિતાની આ ટોકવાની આદતોથી બાળકોને કોઈ ફરક પડતો નથી, કારણ કે તેઓ તેની ટેવ પાડી દે છે. તેથી, બાળકોને સમજાવવા માટે હંમેશા પ્રેમની રીત અપનાવી જોઈએ. પરંતુ ઘણાં માતા-પિતા જાણી જોઈને અથવા અજાણતાં બાળકોની સામે આવી વાતો કહેતા હોય છે, જેને તેઓને ન કહેવી જોઈએ

કારણ કે, આ બાબતોથી બાળકોના મગજમાં ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાં આપણે આ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો જાણીએ આવી જ કેટલીક બાબતો વિશે જે બાળકોએ ન બોલવું જોઈએ.

ઘર છોડીને જતો રે; ઘણી વખત માતાપિતા ગુસ્સાથી બાળકને કહે છે કે તમે ઘર છોડી દો અને ચાલ્યા જાઓ. જો કે માતાપિતાનો અર્થ તે નથી હોતો પણ બાળકો આ બાબતોને ખૂબ જ અલગ રીતે લે છે. આ વસ્તુઓ તેમના મગજમાં બેસી જાય છે અને પછીથી તેઓ આવા પગલા ભરી પણ શકે છે. તેથી જ બાળકોને આવી વાતો કહેવાનું ટાળવું જોઈએ.

પડોશીઓના બાળકો સાથેની તુલના: સામાન્ય રીતે એવું જોવા મળે છે કે માતાપિતા તેમના બાળકની સરખામણી પડોશીઓ અથવા તેમના સંબંધીઓના બાળકો સાથે કરે છે. પરંતુ તમારે સમજવું પડશે કે દરેક બાળક એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે, તેમની કાર્ય કરવાની રીત, વસ્તુઓને સમજવાની રીત, વાંચવાની રીત વગેરે બધું અલગ છે.

આવી સ્થિતિમાં, તમારા બાળકને બીજા બાળક સાથે તુલના કરીને તમે તેના મનમાં ખોટી લાગણી પેદા કરી રહ્યા છો. બાળક આવી પરિસ્થિતિમાં કોઈ ખોટું પગલું પણ લઈ શકે છે. તેથી આ કરવાનું ટાળો.

બહુ ધીમો છે તું: ઘણાં માતાપિતા તેમના બાળકને ટોન્ટ મારે છે કે તું બહુ ધીમો છે અને તું બધું કામ ખૂબ ધીરે ધીરે કરે છે. પરંતુ તમારે સમજવું પડશે કે પુખ્ત વય અને બાળકની ક્ષમતા અને કામ કરવાની રીત સંપૂર્ણ જુદી જુદી છે. તેથી જ તમારા બાળકને આવું ન કહેવું જોઈએ, તે હોઈ શકે કે આ વસ્તુઓ તેના મગજમાં કાયમ બેસી જાય.

ભગવાન કરે તું અમારું બાળક ન હોત: જ્યારે બાળક ભૂલ કરે છે ત્યારે માતાપિતાએ ગુસ્સે થવું સ્વાભાવિક છે. પરંતુ કેટલીકવાર ગુસ્સો આવે ત્યારે માતા-પિતા કહે છે કે, ભગવાન કરે તું અમારું બાળક ન હોત અથવા કાશ આ મકાનમાં જન્મ લીધો ન હોત વગેરે. તમે આ વાત તો કહી દીધી, પણ જરા વિચારો કે આ વસ્તુ બાળકના મગજ પર શું અસર કરશે. તેથી, બાળકને આ વસ્તુ ભૂલથી પણ કહેવાનું નહીં. તેની ભૂલ તેની સારી રીતે સમજાવો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા