daughter father lover
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કેટલાક લોકો માટે દીકરીનો જન્મ બોજ સમાન હોઈ શકે છે, પરંતુ એક પિતા પોતાની જિંદગી દીકરી માટે વિતાવે છે. પિતા માટે તેની પુત્રીનું જીવન તેના પોતાના જીવન કરતાં વધુ મહત્વનું છે. આ જ કારણ છે કે તે ભવિષ્યમાં ઘર છોડશે તે હકીકતને ધ્યાનમાં લીધા વિના, તે દીકરીને પરીની જેમ રાખે છે.

આજે અમે તમારા માટે આવા જ કેટલાક વીડિયો લઈને આવ્યા છીએ, જેમાં તમે દીકરી અને પિતા વચ્ચેના સુંદર સંબંધોને જોઈ શકશો. આવો જોઈએ વાયરલ વીડિયો અને જાણીએ શા માટે પિતા અને પુત્રી શા માટે લાડકવાયી હોય છે.

દીકરીની કોલેજ જોઈને પિતા રડવા લાગ્યા : પિતા પોતાના બાળકોની ખુશી માટે પોતાના સપના અને ઊંઘનું બલિદાન આપવામાં બિલકુલ ડરતા નથી. તેઓ રાત દિવસ સુધી મહેનત કરે છે કે, તેમની દીકરીને બધી જ ખુશીઓ મળે. આ વાયરલ વિડિયોમાં દેખાતો વ્યક્તિ તેની દીકરીને કોલેજમાં મૂકવા પહોંચ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Preksha (@pre.xsha)

કોલેજની બહાર પહોંચતા જ તે ભાવુક થઈ ગયો કારણ કે તે જાણતો હતો કે હવે તેની પુત્રી તેનાથી દૂર તેના સપના પૂરા કરશે. સાથે જ દીકરીએ પણ પોતાની સફળતાનો શ્રેય પિતાની મહેનતને આપ્યો. લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવ્યો.

જ્યારે દીકરીને તેના પિતાના ભોજનની ચિંતા હતી : આ વાયરલ વીડિયો એક નાની છોકરીનો છે જેને IAS અવનીશે પોતે પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોમાં યુવતી કહે છે કે પાપા પોતાનું ધ્યાન નથી રાખતા અને ખાવાનું પણ નથી ખાતા. નાની ઉંમરમાં તેના પિતાને ખૂબ પ્રેમ કરવા બદલ આ છોકરીની લોકોએ ખૂબ પ્રશંસા કરી.

આ દીકરીઓનો ડાન્સ જોઈને મહેમાનો પણ ભાવુક થઈ ગયા : લગ્ન પછી દરેક છોકરીએ પોતાનું ઘર છોડવું પડે છે. આવી સ્થિતિમાં, કોઈપણ છોકરી અને તેના પિતા માટે આ વિશ્વની સૌથી ભાવનાત્મક ક્ષણ હોય છે. આ વાયરલ વીડિયોમાં લગ્નમાં છોકરીઓને તેમના પિતા માટે ડાન્સ કરતી જોઈને ત્યાં હાજર તમામ મહેમાનો ભાવુક થઈ ગયા હતા.

તો આ 3 વાયરલ વીડિયો હતા જેમાં તમે જોયું કે પિતા અને પુત્રીનો સંબંધ કેટલો ખાસ હોય છે. આ સિવાય, જો તમે પણ તમારી દીકરીને પ્રેમ કરતા હોય તો આ લેખને વધુમાં વધુ આગળ મોકલો. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા