Vegetable Kurma Recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વેજ કુર્મા એ સાઇડ ડિશ છે જે મિશ્રિત શાકભાજી, મસાલા, નાળિયેર, ખસખસ અથવા કાજુ અને ઔષધિઓથી બને છે. સ્વાદિષ્ટ વનસ્પતિ કુર્મા બનાવવા માટેના મુખ્ય ઘટકોમાં તીખા પર્ણ, તારો વરિયાળી, વરિયાળી, ગદા, એલચી, લવિંગ અને તજ જેવા સ્વાદિષ્ટ મસાલા છે. આ મસાલા અને નાળિયેરની પેસ્ટ વનસ્પતિ કુર્મામાં અદ્ભુત સુગંધ લાવે છે. તો આજે જોઇશુ કેવી રીતે બનાવી શકાય વેજિટેબલ કોરમા.

સામગ્રી 

  • 250 ગ્રામ લીલા વટાણા લેવા
  • 100 ગ્રામ પાપડીના લીલવા
  • 100 ગ્રામ ચોળાસિંગ (કુમળી)
  • 100 ગ્રામ ફણસી,
  • 100 ગ્રામ ગાજર
  • 100 ગ્રામ બટાકા લેવા
  • 1 ડુંગળી,
  • 1 લીંબુ લેવું
  •  મીઠું, હળદર, ખાંડ, તેલ, રાઈ, હિંગલેવી

 Vegetable Kurma Recipe

ગરમ મસાલો

  • 5 એલચી લેવી
  • 6 લવિંગ લેવી
  • 2 કટકા તજ લેવું
  • 4 મરી લેવા
  • 2 કટકા તમાલપત્ર
  • 1 સૂકું મરચું લઈ, તેણે  થોડા તેલમાં શેકી, અને ખાંડી ગરમ મસાલો બનાવવો.

લીલો મસાવો

  • 25 ગ્રામ નાળિયેરનું ખમણ
  • 4 લીલાં મરચાં લેવા
  • કટકો આદું લેવું
  • 5 કળી લસણ લેવું
  • 1 ટેબલસ્પૂન તલ, આ બધું ભેગું કરી કરી વાટી લેવુ .

veg kurma

સજાવટ માટે

  • 50 ગ્રામ દહીંનો મસ્કો (પાણી કાંઢેલું દહીં)
  • 1 ઝૂડી લીલા ધાણા લેવા
  • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ

લીલી ચટણી

ખજૂર – આબલીની ગળી ચટણી
મીઠું, ખાંડ, જીરુંનો ભૂકો

veg kurma recipe

રીત

સૌ પ્રથમ લીલા વટાણા, પાપડીના લીલવા, બારીક સમારેલી ચોળાસિંગ, સમારેલી ફણસી, ગાજરને છોલી, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, તેના કટકા બધું વરાળથી બાફી લો . હવે બટાકાને બાફી, છોલી તેના કટકા કરવા.દહીંના મસ્કામાં મીઠું, ખાંડ અને જીરુંનો ભૂકો નાંખી, તેને હલાવી, તૈયાર કરવું. ખજૂર-આબલીની અને લીલા લસણની ચટણી બનાવવી. હવે એક તપેલીમાં તેલ મૂકી, રાઈ-હિંગનો વઘાર કરી ડુંગળીને સમારીને નાંખવી. જ્યારે બદામી રંગ થાય એટલે વાટેલો મસાલો સાંતળવો. તેમાં બધાં બાફેલાં શાક, મીઠું, હળદર, ખાંડ નાંખી થોડી વાર હલાવી ઉતારી લેવું. હવે લીંબુનો રસ અને થોડા લીલા ધાણા નાંખવા. પીરસતી વખતે બાઉલમાં કાઢી, તેના ઉપર કોપરાનું ખમણ અને લીલા ધાણા ભભરાવવા. ઉપર 1 ચમચો દહીંનો મસ્કો નાંખવો. તેના ઉપર 1 ચમચી ખજૂર-આબલીની ચટણી અને 1 ચમચી લીલી ચટણી નાંખવી.