રસોઈ બનાવવી કળા છે એમ શાકભાજી કાપવી એ પણ એક કળા છે. એવું કહેવું ખોટું નહીં હોય કે શાકભાજી કાપવામાં જેટલો સમય લાગે છે તેટલો રસોઈ બનાવવામાં પણ નથી લાગતો. ખાસ કરીને જે મહિલાઓએ નવી નવી રસોઈ બનાવી રહયા છે તેમના માટે આ સૌથી મુશ્કેલ કામ છે.
કેટલીકવાર શાકભાજી કાપવામાં એટલો સમય લાગે છે કે પછી રસોઈ બનાવવાનું મન થતું નથી. આવી સ્થિતિમાં મહિલાઓ ઘણી હેરાન થઇ જાય છે. શું તમે પણ શીખવા માંગો છો કે શાકભાજી કેવી રીતે ઝડપથી કાપી શકાય, તો અમે તમને કેટલીક ટિપ્સ આપી રહયા છીએ.
મરચાને કાપવાની રીત
કોઈપણ વાનગીમાં તીખાશ માટે લીલા મરચાંનો ઉપયોગ કરવામાં આવે છે. મરચાની સૌથી મોટી સમસ્યા એ છે કે તેને કાપતી વખતે આંગળીઓ બળવા લાગે છે. ખાસ કરીને જો તમારો હાથમાં વાગેલું છે તો બળતરા વધુ થાય છે.
શું તમે પણ છરીથી મરચાં કાપો છો? તો આજથી છરીનો ઉપયોગ કરવાનું બંધ કરો. મરચાને ઝડપથી કાપવા અને તેનાથી જલન ન થાય તે માટે કાતરનો ઉપયોગ કરવો જોઈએ. આનાથી માત્ર મિનિટોમાં મરચા સુધારી જશે. બજારમાં તમને શાકભાજી કાપવાની કાતર મળી જશે.
આ પણ વાંચો: લીલા મરચાં 1 મહિના સુધી સુકાશે પણ નહીં અને લાલ પણ નહીં થાય, સ્ટોર કરવાની 3 ટિપ્સ
કોથમીર આ રીતે કાપો
કોથમીરનો ઉપયોગ વાનગીને ઉપરથી સજાવવા માટે થાય છે. તે માત્ર ખોરાકને સુંદર બનાવવાની સાથે તે સ્વાદ પણ ઉમેરે છે. મોટાભાગની મહિલાઓને કોથમીરને સમારવામાં કંટાળો આવે છે કારણ કે તેને કાપવામાં ઘણો સમય લાગે છે.
મોટાભાગની મહિલાઓ કોથમીર કાપતા પહેલા તે ધોવે છે. જો તમે પણા રીતે ધોવો છો તો આ ટિપ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ભીની કોથમીર હાથમાં ચોંટી જાય છે જેનાથી તેને કાપવામાં તકલીફ પડે છે. તેથી તમારે કોથમીરને ક્યારેય ધોઈને ના કાપવી જોઈએ નહીં.
તેને કાપવા માટે પહેલા કોથમીરનો ગુચ્છો બનાવી લેવો. પછી તેને વચ્ચેથી વાળી લો. પછી તેને ચોપિંગ બોર્ડ પર મૂકીને, તેને ફોલ્ડ કર્યું છે તે બાજુથી કાપવાનું શરુ કરો. આનાથી કોથમીર જીણી કાપશે અને તે તમારા હાથને પણ ચોંટશે નહીં.
ડુંગળી કાપવાની સરળ રીત
એવું કહી શકાય કે ડુંગળી ઘણી વાનગી અધૂરી છે. મોટાભાગની શાકભાજીમાં ડુંગળીને ઉમેરવામાં આવે છે. શાકભાજી સિવાય તેનો ઉપયોગ સલાડમાં અને રાયતામાં પણ થાય છે. પણ જ્યારે ડુંગળી સમારવાની વાત આવે ત્યારે બધા દૂર ભાગે છે. આના બે કારણો હોય છે એક ડુંગળી કાપતી વખતે આંસુ નીકળે છે અને તેને કેવી રીતે કાપવું.
શું તમને પણ આ સમસ્યા છે તો અમે તમારી માટે સારો ઉપાય લઈને આવ્યા છીએ. ડુંગળીને કાપતા પહેલા તેને થોડી વાર પાણીમાં પલાળી રાખો. હવે તેને ઉપરથી થોડો ભાગ કાપી લો. પછી તેને વચ્ચેથી કાપીને છરીને વર્તુળમાં ફેરવો. તેનાથી ડુંગળીની છાલ ફટાફટ ઉતરી જશે.
હવે ડુંગળીના ચાર લાંબા ટુકડા કરીને પછી પહોળાઈમાં કાપો. મિનિટમાં ડુંગળી સુધારી શકાશે. ડુંગળીને પાણીમાં પલાળવાથી કાપતી વખતે આંખોમાં આંસુ નથી આવતા. તો હવે જયારે પણ ડુંગળી કાપો ત્યારે તમે આ પદ્ધતિને અનુસરી શકો છો.
આશા છે કે તમને અમારો આ લેખ ગમ્યો હશે અને જો આવા લેખો વાંચવા પસંદ હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને કિચન ટિપ્સ અને હોમ ટિપ્સ મળતી રહેશે.