variyali dudh pivana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દરેક વ્યક્તિ જાણે છે કે સ્વસ્થ શરીર માટે દૂધ કેટલું ફાયદાકારક છે. દૂધમાં જોવા મળતું કેલ્શિયમ હાડકાંને મજબૂત કરે છે. પરંતુ જો તમને ખાલી દૂધ પીવું પસંદ ન હોય તો તમે તેમાં વરિયાળી અને સાકર ઉમેરીને પી શકો છો. વરિયાળી અને સાકર બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

વરિયાળીમાં વિટામિન-સી, વિટામિન-ઇ, કેલ્શિયમ, ઝિંક, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે. આ સિવાય દૂધમાં કેલ્શિયમ અને પ્રોટીન બંને સારી માત્રામાં જોવા મળે છે. વરિયાળી, સાકારવાળું દૂધ પીવાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભો મળી શકે છે.

વરિયાળી અને સાકર મિક્ષ કરીને દૂધ પીવાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓમાં રાહત મળી શકે છે. વરિયાળીમાં એસ્ટ્રેગલ અને એનેથોલ જેવા પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો ગેસ અને અપચો દૂર કરવામાં મદદ કરી શકે છે. એસિડિટી અને બળતરા ઘટાડવામાં પણ વરિયાળી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

આ દૂધનું સેવન કરવાથી તમારું પેટ પણ સ્વસ્થ રહે છે. ઉપરાંત, વજન ઓછું કરવા માટે વરિયાળી અને સાકર મિક્સ કરીને દૂધ પણ પી શકાય છે. આ દૂધનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વરિયાળીમાં ફાઈબરની માત્રા ખૂબ સારી હોય છે.

ફાઈબરયુક્ત ખોરાક ખાવાથી તમારી ભૂખ નિયંત્રિત થાય છે અને તમને વજન ઘટાડવામાં મદદ મળે છે. આ દૂધ તમારા શરીરમાંથી વધારાની ચરબી અને કેલરી બર્ન કરવામાં પણ ખુબ જ મદદ કરે છે. બદલાતી જીવનશૈલીના કારણે ઘણા લોકો તણાવ જેવી સમસ્યા હોય છે. તો તણાવથી રાહત મેળવવા માટે તમે આ દૂધ પી શકો છો.

આ સિવાય, વરિયાળીમાં વિટામિન-એનું પ્રમાણ વધુ હોવાથી તમારી આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ દૂધ પીવાથી તમારી આંખો લાંબા સમય સુધી સ્વસ્થ રહેશે. આ સિવાય આંખોની રોશની વધારવા માટે પણ આ દૂધ ફાયદાકારક છે. દૂધમાં વરિયાળી મિક્સ કરીને પીવાથી ત્વચા પણ સ્વસ્થ રહેશે.

વરિયાળીમાં જોવા મળતા એન્ટીબેક્ટેરિયલ ગુણ ત્વચાના ખીલ મટાડવામાં મદદ કરે છે અને પેટમાં જમા થયેલી ગંદકી પણ સરળતાથી દૂર થઈ જાય છે. શરીરમાંથી ટોક્સિન્સ સાફ થાય છે અને ત્વચા કુદરતી રીતે ચમકીલી બને છે.

આ દૂધ શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં પણ મદદ કરે છે. વરિયાળી અને સાકર ધરાવતું દૂધ પીવાથી પણ શરીરમાં લોહીની સપ્લાય સારી થાય છે અને એનિમિયાની સમસ્યા સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.

વરિયાળી અને સાકરવાળુ દૂધ આ રીતે પીવો : સૌ પ્રથમ એક તપેલીમાં એક ગ્લાસ દૂધ રેડો. દૂધમાં વરિયાળી ઉમેરીને તેને સારી રીતે ઉકાળો. આ પછી દૂધને ગાળી લો. પછી દૂધમાં સાકર નાખો. સાકરથી દૂધ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા