ઉત્તરાયણમાં બનાવો દાદીના વખતથી બનતો નાસ્તો, કેટલીક ટિપ્સ સાથે બજાર જેવા જ ઘરે વાનવા બનાવાની રીત

Spread the love

આજે તમારી માટે લઈને આવ્યા છીએ ગુજરાતી ફાફડા રેસિપી. ગુજરાતી ફાફડા સૌથી લોકપ્રિય પરંપરાગત ગુજરાતી નાસ્તો છે. અહીંયા તમને કેટલીક ટિપ્સ સાથે આ વાનવા ઘરે કેવી રીતે એકદમ બજાર જેવા બનાવી શકીએ તે વિષે જણાવીશું. તો ચાલો જોઈએ લઈએ ફાફડા રેસીપી બનાવવાની રીત.

વાનવા બનાવવા માટે જરૂરી સામગ્રી: 100 ગ્રામ ચણાનો લોટ, 25 ગ્રામ અડદની દાળનો લોટ, મીઠું સ્વાદ પ્રમાણે, ¼ ચમચી હળદર, ¼ ચમચી હિંગ, 1 ચમચી અજમો, 1 ચમચી કાળા મરીનો ભૂકો, 1 ચમચી તેલ, જરૂર પ્રમાણે પાણી, ½ ચમચી ઘી, ચપટી ખાવાનો સોડા, તેલ

વાનવા (ફાફડા) બનાવવાની રીત: એક બાઉલમાં બેસન અને અડદની દાળનો લોટ ચાળી લો. ત્યાર બાદ તેમાં મીઠું, હળદર પાવડર, હિંગ, અજમો, કાળા મરી પાવડર અને તેલ ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરી દો.

હવે વાનવાનો લોટ બાંધવા માટે એક પેનમાં 40 ml પાણી ઉમેરી ગરમ થવા દો. પાણી ગરમ થયા પછી તેમાં ઘી ઉમેરો. હવે ગેસ બંધ કરો અને તેમાં ચપટી ખાવાનો સોડા ગરમ પાણીમાં ઉમેરો. હવે લોટમાં ધીમે ધીમે બનાવેલું આ પાણીનું મિશ્રણ ઉમેરો અને સારી રીતે લોટ બાંધી લો.

4

રસોડા પર પ્લાસ્ટિક શીટ રાખીને, તેના પર થોડું તેલ લગાવો. તેના પર કણક મૂકી અને તેને 5 થી 10 મિનિટ માટે દસ્તા વડે કણકને ટીપીને મુલાયમ બનાવો. જ્યાં સુધી લોટ નરમ બને અને તેનો કલર થોડો બદલાય ત્યાં સુધી ટીપતાં રહો.

તૈયાર થયેલા લોટના લાંબી સાઈઝના રોલ તૈયાર કરો. રોલને બે ભાગમાં કટ કરીને તેના નાના નાના લુવા તૈયાર કરો. પાટલા પર થોડું તેલ લગાવી પાટલાને તેલથી ગ્રીસ કરી લો. વેલણની મદદથી લુવાના પાતળી સાઈઝના વાનવા વણી લો.

જો વાનવા સારી રીતે વણાઈ શકતા ન હોય તો થોડો ચોખાનો લોટ ઉમેરી શકો છો. વાનવાને તળવા માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ફાફડાને તેલમાં ઉમેરી 2 થી 3 મિનિટ માટે તળી લો. વાનવા સારી રીતે તળાઈ જાય એટલે એક પ્લેટમાં લઇ લો. તો અહીંયા તમારા ગુજરાતી ફાફડા બનીને તૈયાર છે.

જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.


Spread the love

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા