દરેક મહિલા ઇચ્છતી હોય છે કે તેના વાળ જાડા, લાંબા અને કાળા હોય. કારણ કે જાડા અને કાળા વાળ કોઈપણ સ્ત્રીની સુંદરતામાં ચાંદ ચાંદ કરી નાખે છે. પરંતુ આજની જીવનશૈલી, ખોરાકમાં પોષક તત્વોનો અભાવ, અસંતુલિત હોર્મોન્સ, પ્રદૂષણ તેમજ સ્ત્રીઓમાં થાઇરોઇડ અને પીસીઓડીની સમસ્યાઓના કારણે લાંબા વાળ એક સપના જેવું બની ગયું છે.
જ્યારે વાળને તંદુરસ્ત, સોફ્ટ અને ચમકદાર બનાવવા માટે પુષ્કળ પ્રમાણમાં પોષણની જરૂર હોય છે. જો કે વાળની સંભાળ માટે આજકાલ બજારમાં અનેક પ્રકારની પ્રોડક્ટ મળે છે, પરંતુ તે ખર્ચાળ હોવાની સાથે સાથે કેમિકલ્સયુક્ત હોવાના કારણે તે વાળને ફાયદાને બદલે નુકસાન કરતી હોય છે.
જો તમારા વાળ પણ કમજોર થઈ ગયા છે, અને તમે હંમેશા પાતળા વાળની સમસ્યાને કારણે હંમેશા દુઃખી રહો છો, તો આજે અમે તમને એવા ઘરેલુ ઉપાય જણાવીશું, જેના ઉપયોગથી તમારા વાળ જાડા અને મુલાયમ બની જશે. અને આની સારી વાત એ છે કે આ રેસીપીની કોઈપણ પ્રકારની આડઅસર નથી અને તમે તેને સરળતાથી ઘરે બનાવી પણ શકો છો.
આ પીણાંથી વાળ લાંબા અને જાડા બનાવો : જો તમે પણ સ્વસ્થ વાળ ઈચ્છો છો, તો આ જ્યુસને તમારા આહારમાં જરૂર સામેલ કરો. આ જ્યુસ દરરોજ પીવાથી તમારા વાળ થોડા દિવસોમાં તંદુરસ્ત, કાળા, જાડા અને લાંબા થઈ જશે. તો ચાલો રાહ જોયા વગર આ રેસીપી વિશે જાણીયે.
સામગ્રી : કિવિ રસ 1/2 કપ, બટાકાનો રસ 1/2 કપ
જ્યુસ બનાવવાની રીત : કિવિ અને બટાકાને છોલી લો અને તેને મિક્સરમાં પીસીને તેનો રસ કાઢો. પછી બંનેને સારી રીતે મિક્સ કરી લો, તો તૈયાર છે આ નેચરલ જ્યુસ. આ જ્યુસ દરરોજ સવારે નાસ્તા પછી અને રાત્રે, 3 મહિના સુધી પીવો જોઈએ.
કિવિ અને બટાકા જ કેમ? કીવીમાં વિટામિન સી અને પોટેશિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે, જે વાળના મૂળને મજબૂત બનાવે છે. કિવિ વિટામિન્સ તમારી ત્વચા અને વાળ માટે પણ ઉત્તમ છે કારણ કે તે અને એન્ટીઓક્સીડેન્ટ્સનો એક સારો સ્ત્રોત છે.
આ સિવાય કિવિના રસમાં વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે જે વાળનો વિકાસ થવામાં મદદ કરે છે. અને પૂરતા પ્રમાણમાં વિટામિન ઇ લેવાથી વાળનો વિકાસ ઝડપી થાય છે. વધુમાં, કિવિ રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરે છે અને વાળને ખરતા ઘટાડે છે.
બટાકામાં વિટામિન સી, બી કોમ્પ્લેક્સ અને આયર્ન, ઝીંક, કેલ્શિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ તત્વો જોવા મળે છે. જે વાળના ફોલિકલ્સને પોષણ આપે છે અને વાળના વિકાસને આગળ વધારે છે. આ સિવાય બટાકામાં પેન્ટોથેનિક એસિડ અને પ્રોટીન જોવા મળે છે જે તમારા વાળને પોષણ આપે છે, જેનાથી વાળ ભારે અને હેલ્દી થઇ જાય છે.
આ જ્યુસ ત્રણ મહિના સુધી દરરોજ પીવાથી તમારા વાળ જાડા, કાળા અને હેલ્દી બનશે. આ સિવાય તમારે તમારા વાળની દરરોજ કાળજી લેવી જોઈએ અને તમારા આહારમાં આ પોષક તત્વોનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે.