અહીંયા તમને જણાવીશું વાળ માટે વિટામિન હોવા જોઈએ. અહીંયા જોઈશું કે આપણા વાળ કયા કારણથી ખરે છે અને એવા કયા વિટામિન, કયા તત્વો ના કારણે, કયા મિનરલ્સ ની ઊણપના કારણે આપણા વાળ વધુમાં વધુ ખરે છે. તો સૌથી પહેલા જોઈએ કે આપના વાળ શા કારણે ખરે છે. તો આપણે બહારની વસ્તુઓ વધુમાં વધુ ખાતા હોય તો આપણા વાળ ખરવાની સમસ્યા ઉત્પન્ન થાય છે.
પણ હવે ક્યારેક ક્યારેક એવું પણ બને કે તમે રોજ ઘરનું ખોરાક ખાતા હોય અને એક દિવસ તમે બહારનો ખોરાક ખાઈ લો તો તમારા વાળને ત્રણ દિવસની અંદર તમારા વાળ ખરવા નો પ્રોબ્લેમ છે તે ઊભો થશે અને ફરીથી તમને એવું લાગશે કે સેમ્પુ ના કારણે મારા વાળ ખરે છે અથવા કોઈ અન્ય બાબતોને કારણે ખરે છે. અને પછી તમે શેમ્પૂ બદલશો.
અહિયાં એક બીજું પણ છે કે તમે શેમ્પૂ બદલશો તો પણ તમારા વાળ ખરતાં તો બંધ થવાનાં નથી. આમ તમે પોતાની જાતેજ બધા ટ્રાય કરો છો અને તમારા વાળ ને નુકસાન પહોચાડો છો. આ ઉપરાંત ઘણી બધી બીમારી હોય જેવી કે આપણા શરીરમાં કોઈ કેન્સર જેવી કોઇ બીમારી હોય તો પણ તમારા વાળ ખરતા હોય છે.
વાળમાં તેલ ન નાખવાના કારણે અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ તમારે વાળની અંદર વ્યવસ્થિત રીતે તેલ નાખવું. જો તમ તેલ માથામાં ન નાખો તો તમારા વાળ ખરવા લાગે છે કારણકે તમારા વાળ ને પૂરતા પ્રમાણ માં પ્રોટીન અથવા તો કોઈ ઓઇલ ન મળે તો તે ખરવા લાગે છે.
આ પણ વાંચો:
હવે જોઈએ કે એવા કયા વિટામીનની ઊણપના કારણે આપણા વાળ ખરે છે: વિટામિન બી ફેમિલીના તમામ વિટામિન એ, વિટામિન બી5, બી6, બી7, બી9, બી12. હવે આ વિટામિન એ ક્યાંથી મળે છે? તો આ વિટામિન સૌથી વધુ બી ફેમિલીની જે સિરીઝ છે એ વિટામિન સૌથી વધુ ડેરી પ્રોડક્ટ્સ ની અંદરથી એટલે કે દૂધ, દહીં, માખણ, ચીજ આ બધી વસ્તુ માંથી તમને વિટામીન બીની સિરીઝના જે વિટામિન છે તે મળે છે.
જો શાકાહારી સિવાય વાત કરીને તો ઈંડા, માછલી, ચિકન, મટન અંદરથી સૌથી વધુ બી વિટામીન મળતા હોય છે. પરંતુ આપણે એ વસ્તુ ખાવાની જરૂર નથી. આપણે સામાન્ય રીતે આપણે જે ખાઈએ છીએ તે બધી વસ્તુ શાકભાજી, ગ્રીન વેજીટેબલ્સ માંથી પણ આપણને વિટામિન બી૧૨ અને બી સિરીઝ નાં વિટામિન મળે છે.
આ સિવાય બીજું એક વિટામિન છે તેનું નામ “વિટામીન ડી”. વિટામિન ડી2 અને ડી3 વિટામિનની ઊણપ હોય તો પણ તમારા શરીરમાં વાળ ખરે છે. વિટામિન ડી3 સૂર્યના તડકામાંથી સૌથી વધુ મળે છે અને ઈંડા માંથી મળે છે. ઈંડા આપડે નથી ખાવા પણ વિટામીન ડી3 મેળવવા રોજ ૩૦મીનીટ સવારે સૂર્યનો તડકો લઈ લો, નહીંતર તમારા વાળ પણ ખરવા લાગે છે. આ સિવાય તમને ગોઠવણી અને શરીરમાં ઘણી બધી સમસ્યાઓ વિટામિન ડી નાં કારણે થઈ શકે છે.
હવે વિટામિન ડી2 એ છે એ ઘણા બધા કઠોળની અંદર થી પણ મળતું હોય છે. ક્યારેક ક્યારેક કોઇ લીલી શાકભાજીની અંદરથી પણ મળી જાય છે. એનું કઈ સ્પેસિફિક પહેલું નથી અને વિટામિન ડી છે એ પણ આપણને સપ્લીમેન્ટરી અલગ વસ્તુ માંથી મળે છે અને સૂર્યના તડકામાં પણ મળે છે.
આ સિવાય એક વિટામિન છે જેના કારણે પણ વાળ ખરે છે, જેની ઊણપના કારણે વાળ ખરે છે તે છે “વિટામિન ઇ”. હવે એ સનફ્લાવર ઓઈલ છે, સોયાબીન ઓઇલ છે આવા બધા ઓઇલની અંદરથી તમને સૌથી વધુ મળતું હોય છે. આ સિવાય વિટામિન ઇ ની ઉણપ હોય તો પણ અમુક અંશે તમારા વાળ ખરવા માંડે છે.
આ સિવાયની એક મહત્વનું છે તે છે “પ્રોટીન”. આપણા શરીરની અંદર જો પ્રોટીન નો સ્ત્રોત ઉત્પન્ન નાં થાય મતલબ કોઈ ખોરાકમાંથી જો આપને વધુ માં વધુ પ્રોટીન ન મેળવી શકીએ તો આપણા વાળને જે તત્વો જોઈએ છે, જે ખોરાક જોઈએ છે એ નથી મળતો અને આપના વાળ ખારવા લાગે છે.
જેમ શરીર ને ચલાવવા માટે આપણે શરીરમાંથી કમજોરી દૂર કરવા માટે આપણે ઘણા બધા પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સની જરૂર પડતી હોય છે એવી જ રીતે પ્રોટીન, વિટામિન અને પોષક તત્વોની જરૂર વાળ ને પણ પડે છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.