લીંબુ એક એવું ફળ છે જેને આપણે અનેક રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ. પછી તે ભલે સ્વાસ્થ્યને સારું રાખવા માટે હોય કે ત્વચાની સુંદરતા વધારવા માટે. લીંબુ થી આપણને અદભુત ફાયદા મળે છે. લીંબુ ની અંદર વિટામિન અને મિનરલ્સ પ્રચુર માત્રામાં હોય છે જે આપણા મેટાબોલિઝ્મને મજબૂત બનાવીને આપણા પેટ, લીવર અને ત્વચાને લાંબા સમય સુધી યુવાન રાખે છે.
લીંબુ નો ઉપયોગ કરીને એની છાલને આપણે ફેંકી દઈએ છીએ તે એક સામાન્ય બાબત છે. પણ ઘણા લોકોને ખબર નથી હોતી કે લીંબુમાં સૌથી વધારે પોષક તત્વ તેની છાલમાં રહેલું છે. અને જે ફાયદા આપણને લીંબુના રસથી મળે છે એનાથી અનેક ઘણા ફાયદા આપણને લીંબુની છાલ માંથી મળે છે.
એની અંદર એટલા બધાં વિટામિન અને મિનરલ્સ હોય છે કે જેને આપણે ત્વચાની સાથે સાથે બીજી અનેક બીમારીઓ માટે પણ ઉપયોગમાં લાવી શકીએ છીએ. આંતરડામાં નબળાઈ, પેટની બીમારી, કબજિયાત, વજન અને ચરબી ઘટાડવા માટે શરીરમાં રહેલી ગંદકીને બહાર કાઢવા, માટે કોઈપણ બીમારીને ઝડપથી મટાડવા અને તાવથી દુર રહેવા માટે લીંબુ ની છાલ ખૂબ જ ફાયદાકારક છે.
સાથે સાથે બ્લડ પ્રેશર તેમજ ચહેરા અને શરીર પર રહેલા ડાઘ અને નિશાની હટાવવા માટે પણ આ ખુબ જ અને ઝડપી પોતાની અસર દર્શાવે છે. તો ચાલો જાણી લઈએ લીંબુની છાલનો ઉપયોગ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે લીંબુની છાલ આપણી ત્વચા અને તે અલગ-અલગ બીમારીઓ માટે કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય.
૧) તો સૌપ્રથમ જોઈએ લીંબુની છાલ માંથી બનેલું તેલ:– લીંબુ ની છાલ ઉપર આપણે નાના છિદ્રો જોઈ શકીએ છીએ. આ છિદ્રો માં રહેલા તેલમાં વિટામિન સીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. જે ચહેરાનો રંગ નિખારવા, ડાઘ મટાડવા માટે, માંસપેશીઓને આરામ પહોંચાડવા માટે અને ખાસ કરીને સાંધાના દુખાવામાં ખૂબ જ ફાયદાકારક હોય છે.
લીંબુની છાલ નું તેલ બનાવવા માટે સૌથી પહેલા બે થી ત્રણ લીંબુની ઉપરની છાલ ને લૂછી લો અને પછી તેને ૩૦ થી ૪૦ મીટર જેતુનતેલમાં સારી રીતે ભેળવી લો. એ પછી તેને કોઈપણ કાચ અથવા પ્લાસ્ટિકની બોટલમાં ઢાંકણ ઢાંકીને એક અઠવાડિયા સુધી રહેવા દો. અને એક અઠવાડિયા પછી આનો ઉપયોગ કરવો. લીંબુની છાલ અને જેતુનતેલમાં બનેલું આ તેલ સાંધાના દુખાવા અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
જે લોકોને કમર, હાડકા અને સાંધાના દુખાવો હોય છે એવા લોકોએ એ દુખાવામાંથી તુરંત આરામ મેેળવવા માટે આ તેલનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. રોજ રાત્રે આ તેલથી દસથી પંદર મિનિટ માલિશ કરવી અને આખી રાત તેને તે જગ્યા પર લગાવેલું રહેવા દો.
પછી સવારે ઊઠીને તેને ગરમ પાણીથી ધોઇ નાખો. સાંધા અને માંસપેશીઓનો દુઃખાવો સંપૂર્ણપણે મટી જશે અને સતત આનો ઉપયોગ કરતા રહેવાથી દુખાવાની સમસ્યા પણ હંમેસ માટે ખતમ થઇ જશે. એની સાથે સાથે ત્વચા પર રહેલા કાળા ડાઘ અને નિશાન માટે પણ આ તેલનો ઉપયોગ કરી શકાય છે. આવી રીતે લીંબુ ની છાલને સૂકવીને પણ તેને ઉપયોગમાં લઈ શકાય છે.
વાપરી નાખેલા લીંબુની છાલને સારી રીતે ધોઈને સાફ કરીને તેને ત્રણ થી ચાર દિવસ તડકામાં સૂકવીને તેને દલી તેનો પાઉડર બનાવી લેવો. લીંબુની છાલ માંથી બનેલા આ પાવડરનો ત્વચા માટે સ્ક્ર્બ, ફેસપેક તેમજ નાહતી વખતે ઉપયોગ કરી શકાય છે. તેનાથી ત્વચાની કાળાશ, ડાઘ મટાડવા માટે અનેક ખીલ માટે ખુબ જ ફાયદાકારક છે.
લીંબુ ની છાલ ના પાવડરની ખાંડ, મધ, બદામ સાથે સારી રીતે ભેળવી લો. પછી આ મિશ્રણને ત્વચા પર પાંચ મિનિટ હળવા હાથે મસાજ કરી લો. તેને 10થી 15 મિનિટ ચહેરા પર લગાવેલું રહેવા દો. પછી તે નોર્મલ પાણીથી ધોઈ લેવું. લીંબુની છાલ માં રહેલું સિટ્રિક એસિડ આપણા ચહેરા પરથી ડેટ સ્કિનને દૂર કરીને આપણી ત્વચાને ક્લીન અને સ્મૂધ બનાવે છે. નિયમિત કરવાથી ત્વચા સોફ્ટ અને ચમકદાર બનતી જાય છે.
આની સિવાય ખીલ માટે એક કપ પાણીમાં એક મુઠ્ઠી સાફ લીમડાના પાનને ઉકાળીને તે ઠરી જાય પછી તે પાણીને અલગ ગાળી લો. આ પાણીને ઠંડું પડવા દો પછી તેમાં એક ચમચી લીંબૂનો છાલનો પાવડર, એકથી બે ચમચી લીમડાનાં પાણી ભેળવીને એક જાડી પેસ્ટ બનાવી લો. પછી આ પેસ્ટને ચહેરા પર અથવા શરીર પર જે જગ્યાએ ખીલ થયો હોય તે જગ્યાએ પાંચ મિનિટ સુધી રહેવા દો.
પછી તેને નોર્મલ પાણી વડે ધોઈ લો. નિયમિત રીતે આ રીતે આનો ઉપયોગ કરવાથી ચહેરા તથા શરીર પર રહેલા ખીલ સાવ મટી જાય છે આ ઉપરાંત લીંબુની છાલનો ઉપયોગ ત્વચા પર પણ કરી શકાય છે.
સાથે સાથે પેટની ચરબી ઘટાડવા અને પીળા દાંત અને નખ માટે પણ તાજા લીંબુની છાલ ખૂબ જ વધારે ફાયદાકારક છે. લીંબુના ઉપયોગ પછી તેની વધેલી છાલ પર મીઠું નાંખીને દાંત તથા નખ પર ઘસવાથી પીળાશની સમસ્યામાંથી હંમેશ માટે છુટકારો મેળવી શકાય છે.
આ ઉપરાંત વજન ઘટાડવા માટે એક ગ્લાસ પાણીમાં ૫ થી ૬ લીંબુની છાલ, એક ચમચી જીરું નાખીને તેને દસ મિનિટ સુધી ઉકાળો અને ઠર્યા પછી તેનું સેવન કરવું. લીંબુની છાલને અંદર પેક્ટિન નામનું તત્વ મળી આવે છે. જે આપણા શરીરના શુગર લેવલને સંપૂર્ણ રીતે કંટ્રોલમાં રાખે છે અને આના કારણે આપણા શરીરની પેટની ચરબી પણ તે ઘટવા લાગે છે.
લીંબુની છાલ માંથી બનતા આ પીણાનો ઉપયોગ અઠવાડિયામાં બેથી ત્રણ વાત કરી શકાય છે. જો તમારા ઘરના રસોડામાં નવા નવા ગી અથવા જીવ-જંતુઓ છે તો એના માટે પણ લીંબુ ની છાલ નો ઉપયોગ કરી શકાય છે ઘરમાં અથવા રસોડામાં જ્યાં પણ કીડી અથવા જીવ જંતુ આવવાની વધારે સંભાવના રહેલી હોય ત્યાં થોડો લીંબુની છાલને મૂકી દો અને બેથી ત્રણ દિવસ પછી તે છાલ બદલી નાખો અને ત્યાં નવી છાલ મુકો.