vagharelo rotlo dry recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સૌથી પહેલા એકદમ ફટાફટ અને ચટાકેદાર વઘારેલો રોટલો બનાવવા માટે 2 મીડિયમ સાઇઝના રોટલા લો. જો તમારી પાસે મોટો રોટલો હોય તો એક મોટો રોટલો લેવો. હવે હાથેથી રોટલાના નાના નાના પીસ કરી લો. જો તમે રોટલાનો એકદમ ઝીણો ભૂકો કે ઝીણા પીસ ગમતા હોય તો તમે તેને મિક્સરમાં પીસી પણ શકો છો.

હવે એજ પેન લો. તેમાં એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરો. જયારે તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાઈના દાણા, ૧ ચમચી જીરું, હિંગ અને છ થી સાત લીમડાના પાન ઉમેરો અને વઘારને બે મિનિટ માટે સાંતળી લો. અહીંયા રાઈના દાણા અને વઘાર બળે નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખવું.

વગાર થઈ જાય ત્યારે ગેસનીઆંચ એકદમ ધીમી કરો. હવે તેમાં 1/4 ચમચી જેટલો હળદર પાવડર અને એક મોટી ચમચી જેટલી લસણની ચટણી ઉમેરો. લસણની ચટણી અને ફક્ત એક મિનિટ માટે તેલ માં સારી રીતે સાંતળી લો. જો તમે કાચા લસણની ચટણી લેતા હોવ તો તેને તેલમાં સારી રીતે સાંતળો,જેથી તેનો લસણનો કાચો સ્વાદ દૂર થઇ જાય.

હવે પેનમાં એક કપ જેટલી ખાટી છાશ ઉમેરો. છાશને ચમચાથી સતત હલાવતા રહો. આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે છાશ ગરમ થતી વખતે આપણે સતત લાવવાનું છે, નહીં તો છાશમાંથી પાણી છૂટું પડી જશે. જો તમે છાશની જગ્યાએ ખાટા દહીંનો ઉપયોગ કરતા હોવ તો એક કપ દહીં સાથે એક કપ જેટલું પાણી લેવું.

છાશમાં બોઈલ આવી જાય અને બાજુમાંથી તેલ પણ છૂટું પડવા લાગે, ત્યારે આ સમયે રોટલાના ટુકડા ઉમેરો અને હવે રોટલાને છાશ સાથે સારી રીતે મિક્સ કરો અને બે થી ત્રણ મિનિટ સુધી પાકવા દો. 2 થી 3 મિનિટ પછી, રોટલાના ટુકડા અને છાશ એકદમ સોફ્ટ થઈ ગયા હશે.

હવે આ સમયે મસાલામાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલું ગરમ મસાલો ઉમેરો. હવે બધા મસાલાને રોટલા સાથે સારી રીતે મિક્સ કરો.

જો તમને રોટલો થોડો સૂકો લાગે છે તો તેમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરો અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લો. હવે પછી ઢાંકણ ઢાંકીને રોટલા ને બે મિનિટ માટે ચઢવા દો, જેથી મસાલા નો સ્વાદ રોટલા ના પીસ સાથે એકદમ સરસ રીતે ભળી જાય. બે મિનિટ પછી ઢાંકણ ખોલી લો.

તમે જોઈ શકો છો કે રોટલાના મિશ્રણમાંથી તેલ એકદમ સારી રીતે છૂટું પડી જશે અને રોટલો પણ એકદમ સોફ્ટ અને સારી રીતે ચડી ગયો હશે. હવે આ સમયે ગાર્નિશ માટે થોડી સમારેલી કોથમીર ઉમેરો અને સારી રીતે મિક્સ લો. તો ફક્ત પાંચ જ મિનિટમાં સ્પાઇસી અને એકદમ ચટાકેદાર એવો આપણો વઘારેલો રોટલો તૈયાર છે.

આ રોટલાને તમે નાસ્તા તરીકે અને જયારે પણ ભૂખ લાગે ત્યારે તમે આ રીતે કાઠિયાવાડી રોટલો બનાવી શકો છો. જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો આવી જ અવનવી રેસિપી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા