ungh in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજ સમયમાં ઘણા લોકોને રાત્રે સારી ઊંઘ ન આવવાના કારણે પરેશાન થઇ રહયા છે. રાત્રે ગાઢ ઊંઘ મેળવવા માટે લોકો ઘણા ઘરેલુ ઉપાય પણ કરે છે. કેટલાક લોકો તેમના આસપાસના વાતાવરણને સૂવા માટે અનુકૂળ બનાવવા માટે પ્રકાશ ધીમો રાખે છે અને જ્યારે કેટલાક લોકો સૂતા પહેલા પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે.

પરંતુ આ બધું કરવા છતાં તેમને સારી ઊંઘ આવે તે જરૂરી નથી. કેટલાક લોકો તણાવને કારણે ઉંઘી શકતા નથી અને જ્યારે કેટલાક લોકો બીજી કોઈ બીમારીને કારણે ઊંઘી શકતા નથી.

પરંતુ જો તમને સારી ઊંઘ ના આવતી હોય તો તમે ઊંઘતા પહેલા હેલ્ધી ડ્રિંક પી લો તો તે સારી ઊંઘમાં મદદ કરી શકે છે. તમ સુતા પહેલા દૂધ અને કાજુને મિક્સ કરીને તૈયાર કરવામાં આવતું પીણું પી શકો છો. આ ડ્રિંક તમને એનર્જી આપવાની સાથે સાથે સારી ઊંઘ પણ આપી શકે છે. તો ચાલો જાણીએ આ ડ્રિંકમાં શું છે ખાસ અને તેને કેવી રીતે બનાવી શકાય.

કાજુના ફાયદા : કાજુ આપણા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે, તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તો છે જ પણ તેની સાથે આપણી ત્વચાને ચમકદાર પણ બનાવી શકે છે. તે આપણું પાચન સારું રાખે છે અને ઘણા સ્વાસ્થ્ય લાભો આપે છે. કાજુમાં મેલાટોનિન સાથે મેગ્નેશિયમ અને ઝિંક જેવા આવશ્યક ખનિજોથી સમૃદ્ધ છે

જે સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે તેથી તે સારી ઊંઘ માટે ખૂબ જ ફાયદાકારક છે. સંશોધન મુજબ મેલાટોનિન, મેગ્નેશિયમ અને ઝિંક જેવા તત્વોનું મિશ્રણ સારી ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે. તેથી જો તમે પણ ઊંઘની સમસ્યાથી પરેશાન થઇ રહયા છો તો તમારે તમારા આહારમાં કાજુનો સમાવેશ કરવો જ જોઈએ.

દૂધના ફાયદા : પ્રાચીન સમયથી જ રાત્રે સૂતા પહેલા હુંફાળું દૂધ પીવાની પ્રથા ચાલી આવે છે. એવું કહેવાય છે દૂધ પીવાથી સારી ઊંઘની સાથે સ્વાસ્થ્ય પણ સારું રહે છે. સંશોધન મુજબ દૂધમાં હાજર ટ્રિપ્ટોફેનને કારણે વૃદ્ધોની ઊંઘ સુધારવામાં મદદ કરે છે.

આ સિવાય તેમાં સેરોટોનિન અને મેલાટોનિન હોય છે જે તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. તેથી જ તમને સૂવાના સમયે દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે.

સારી ઊંઘ માટે દૂધ અને કાજુથી બનેલું ડ્રિન્ક પીવો : જો તમે લગ્નની આ સિઝનમાં તમારો આખા દિવસનો થાક ઓછો કરીને સારી ઊંઘ લેવા માંગતા હોવ તો તમે દૂધ અને કાજુ મિક્સ કરીને એક ખાસ પીણું બનાવી બનાવીને પી શકો છો. જે તમને સારી ઊંઘમાં મદદ કરશે .

જરૂરી સામગ્રી : કાજુ 3-4, 1 કપ દૂધ, ખાંડ સ્વાદ મુજબ. પીણું કેવી રીતે બનાવવું : પહેલા 3 થી 4 કાજુ લઈને તેને એક કપ દૂધમાં પલાળી દો. તેને 4-5 કલાક માટે દૂધમાં પલાળવા દો. હવે આ પલાળેલા કાજુને દૂધમાંથી બહાર કાઢીને સારી રીતે ક્રશ કરી લો.

હવે તેને એક દૂધના બાઉલમાં નાખો અને તેમાં કાજુ પલાળેલા દૂધ સાથે મિક્સ કરો. તમે તમારા સ્વાદ મુજબ થોડી ખાંડ પણ ઉમેરી શકો છો. હવે આ દૂધને થોડીવાર ઉકાળો. તો હેલ્ધી ડ્રિંક તૈયાર છે, હવે તમે તેને ગરમ કે ઠંડુ કોઈપણ રીતે પી શકો છો. જો તમે સૂતા સમયે આ પીણું પીશો તો તે તમને ગાઢ ઊંઘમાં મદદ કરશે. ઊંઘની સાથે તમે બીજા દિવસે પણ તાજગી અનુભવશો.

જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો તેને જરૂરિયાત લોકો સુધી પહોંચાડો અને આવી જ જીવનઉપયોગી માહિતી, કિચન ટિપ્સ, બ્યુટી ટિપ્સ અને અવનવી વાનગીઓ માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા