kala chana chaat recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બજારમાં ક્યાંક ચાટ દેખાઈ જાય તો તરત જ મોઢામાં પાણી આવી જાય છે અને કાળા ચણાના તીખા મસાલા ચાટનું તો શું કહેવું! શું તમે ક્યારેય ઘરે કાળા ચણાના મસાલેદાર મસાલા ચાટની રેસિપી બનાવીને ખાધી છે ખરા ? જો ના ખાધી હોય તો એક વાર ચોક્કસ આ રેસિપી ટ્રાય કરો.

ચાટનું નામ સાંભળતા જ આપણા મગજમાં દોડવા લાગે છે કે એક એવી વાનગી જે ખાટી, મીઠી અને મસાલેદાર. મોટાભાગના લોકો બટેટા ચાટ અથવા ટામેટા ચાટ બનાવીને ખાય છે. એવા ઘણા ઓછા લોકો હશે જે કાળા ચણાની ચટપટી મસાલા ચાટ વિશે જાણતા હશે.

મોટાભાગના લોકો કાળા ચણાને શેકીને ખાય છે અથવા તો તેનું શાક બનાવીને ખાય છે, પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેને તમે કોઈપણ પાર્ટીમાં કે ઘરે નાસ્તા તરીકે ખાઈ શકો છો.

કાળા ચણા ખાવાના ફાયદા : કાળા ચણામાંથી પ્રોટીન મળે છે જે આપણા શરીરને એકદમ ફિટ રાખે છે. તે વાળને લાંબા કરવામાં પણ મદદ કરે છે અને વાળ ખરતા અટકાવે છે અને ખોડો દૂર કરે છે. કાળા ચણા કેન્સરના રોગને દૂર રાખે છે અને એમાંય સ્ત્રીઓ માટે કાળા ચણા ખૂબ જ ફાયદાકારક છે. કાળા ચણામાં આયર્ન હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે.

સામગ્રી : એક વાટકી કાળા ચણા, બટાકા, એક ચપટી હીંગ, 1 ચમચી ધાણા પાવડર, એક ચમચી શેકેલું જીરું પાવડર, એક ચમચી આમચૂર, થોડો અજમો, લાલ મરચું પાવડર, કાળું મીઠું, એક ચપટી મીઠી સોડા, જીણી સમારેલી કોથમીર, જીણી સમારેલી ડુંગળી, એક જીણું સમારેલું ટામેટું, સેવ, એક વાટકી દહીં, દાડમ, લીલી ચટણી અને તેલ.

કાળા ચણાની મસાલેદાર ચાટ બનાવવાની રીત : કાળા ચણાને મસાલેદાર ચાટ બનાવવા માટે સૌથી પહેલા કાળા ચણાને 7 થી 8 કલાક માટે પલાળી રાખો. ધ્યાન રાખો કે કાળા ચણા કરતાં 2 ગણું પાણી હોવું જોઈએ. જ્યારે કાળા ચણા બરાબર ફૂલી જાય ત્યારે પાણીમાંથી કાઢીને પ્રેશર કૂકરમાં લઈ લો અને તેમાં ત્રણ વાડકી પાણી, એક નાની ચમચી મીઠું અને એક ચપટી મીઠો સોડા ઉમેરીને મધ્યમ તાપ પર મૂકો.

પછી કૂકરની બે સીટીઓ પછી ગેસ ઓછો કરો અને તેને 20 મિનિટ સુધી પાકવા દો, આ પછી ગેસ બંધ કરો. ઠંડુ થાય એટલે પાણીને ચણામાંથી અલગ કરી લો. એક કઢાઈને ગેસ પર મધ્યમ આંચ પર રાખો અને જ્યારે તે ગરમ થાય ત્યારે તેમાં તેલ ઉમેરો.

તેલ ગરમ થાય એટલે તેમાં અજમો નાખો. જ્યારે અજમો ચટકી જાય ત્યારે તેમાં બટાકા ઉમેરીને ઢાંકીને પકાવો જેથી બટાકા બરાબર રંધાઈ જાય એટલે તેમાં ધાણા પાવડર, લાલ મરચું, આમચૂર અને હિંગ નાખીને મિક્સ કરો.

હવે તેમાં બાફેલા કાળા ચણા, મીઠું અને હળદર નાખો અને 10 મિનિટ સુધી સાંતળો. 10 મિનિટ પછી ગેસ બંધ કરો. તો તમારી કાળી ચણાની ચાટ તૈયાર છે. હવે તેને એક બાઉલમાં કાઢી લો.

તમે ગાર્નિશ કરવા માટે પહેલા ચાટ પર દહીં અને લીલી ચટણી નાખો અને પછી ડુંગળી, લીલાં મરચાં, સેવ, ધાણાજીરું અને દાડમના દાણાથી ગાર્નિશ કરો. તમે ઈચ્છો તો કાળા ચણાની ચાટમાં મીઠી ચટણી પણ ઉમેરી શકો છો. તો મસાલેદાર કાળા ચણા ચાટ ખાવા માટે તૈયાર છે.

જો તમને આ રેસિપી ગમી હોય તો આવી જ જીવનઉપયોગી માહિતી, કિચન ટિપ્સ, બ્યુટી ટિપ્સ અને અવનવી વાનગીઓ માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને ધાકરે બેઠા માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા