અજમાનો ઉકાળો તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અને તેની કોઈ આડઅસર પણ નથી. કોઈ પણ વાઇરસ સામે રક્ષણ આપતો આ ઉકાળો કેવી રીતે બનાવી શકાય એ પણ જાણી લો. આયુષ મંત્રાલય સતત લોકોને સલાહ આપી રહ્યું છે કે તમે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળાનું સેવન કરો.
પણ આજે અમે તમને એક એવા ઉકાળા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના ઉપયોગથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ આડઅસર નહીં થાય સાથે જ તમે ઘણી બીમારીઓથી સુરક્ષિત પણ રહેશો. અજમાનો ઉકાળો ફક્ત તમને કોરોના થી પણ સુરક્ષિત રાખશે પણ તે તમને શરદી, ખાંસી, મોં અને કાનની ઘણી બીમારીઓ થી પણ સુરક્ષિત રાખશે.
અજમામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ફાઈબર જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. તેના સિવાય આમાં આયર્ન, કોપર, ફોસ્ફરસ, આયોડીન, કોબાલ્ટ અને મેગ્નેશિયમ જેવાં ખનીજ પદાર્થ પણ મળી આવે છે. આ દરેક પોષક તત્વો સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અજમાના ઉકાળામાં એન્ટી પેરાસેટિક , એન્ટી માઇક્રોબિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ હોય છે.
આ ઉકાળો પેટની મુશ્કેલીઓ જેવી કે પેટમાં દુખાવો, અપચો, ગેસ, એસીડીટી દૂર કરવામાં મદદગાર છે. આ ઉકાળો ફેફસા ની સફાઈ પર કરે છે. આવકારો શ્વાસની મુશ્કેલીને દૂર કરે છે સાથે જ ગઠિયાના રોગીઓ માટે ફાયદાકારક છે. આ ઉકાળો પીવા થી સાંધાના દુખાવામાં પણ આરામ મળે છે. આવો જાણીએ અજમાનો ઉકાળો કઈ રીતે તૈયાર કરવો.
એક ચમચી અજમો, એક ચમચી હળદર, એક ચમચી મધ, એક ચપટી સંચળ, એક લીંબૂ અથવા તો એક ચમચી સફરજનનું વિનેગર, બે કપ પાણી. અજમાનો ઉકાળો બનાવવાની રીત : સૌથી પહેલાં એક વાસણમાં બે કપ પાણી લો અને તેને ઉકળવા માટે મૂકી દો. પછી તેમાં હળદર અને અજમો નાખો. હવે પાણીને એક કપ જેટલું રહે ત્યાં સુધી પાણીને ઉકાળો.
પછી તેને એક ગ્લાસમાં ગાળી લો અને તેમાં લીંબુનો રસ અથવા તો સફરજન વિનેગર, સંચળ અને મધ મિક્સ કરો. હવે અજમાં માંથી બનાવેલા આ ઉકાળાને ઘૂંટડે ઘૂંટડે પીવો આ ઉકાળો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરશે.
આ ઉકાળો તમે તાજો બનાવીને જ પીવો. વધુ પડતો કોઈ પણ ખોરાક કે કોઈ પણ ઉકાળો હોય, વધુ પડતું સેવન કરવાથી આડઅસર થઇ શકે છે. આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહી.