tulsi sukai javi
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તુલસીના છોડને હિંદુ ધર્મમાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે અને આયુર્વેદમાં પણ તુલસીને ઔષધીય છોડ વર્ણવવામાં આવે છે. તેથી, તુલસીને ધર્મ અને આસ્થા સાથે જોડવામાં આવે છે, તો કેટલાક લોકો સ્વાસ્થ્યનો લાભ લેવા માટે તુલસીનો ઉપયોગ કરે છે.

આ જ કારણ છે કે દરેકના ઘરમાં તુલસીનો છોડ જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે લોકોની તુલસીના છોડ વિશે ફરિયાદ હોય છે કે તે ખૂબ જ ઝડપથી સુકાઈ જાય છે. તમને જણાવી દઈએ કે તુલસીનો છોડ સુકાઈ જવાના એક નહીં પણ ઘણા કારણો હોઈ શકે છે. આ લેખમાં અમે તમને આવા ઘણા તથ્યો જણાવવા જઈ રહયા છીએ, જેનાથી તમે તમારા સૂકા તુલસીના છોડને ફરીથી લીલો અને હરોભરો બનાવી શકો છો.

ઘણા લોકોનું એવું અનુમાન લગાવે છે કે તુલસીનો છોડ ગરમીમાં લૂ લાગવાના કારણે સુકાઈ જાય છે, જ્યારે કેટલાક લોકો એવું માને છે કે શિયાળામાં ઝાકળને કારણે તુલસીનો છોડ ખરાબ થઇ જાય છે. પરંતુ જ્યારે વરસાદની ઋતુમાં પણ કેટલાક લોકોના તુલસીનો છોડ ટકી શકતો નથી ત્યારે તેમના તમામ અનુમાન ખોટા પડી જાય છે.

કારણ કે તુલસીના છોડને વધારે પાણીની જરૂર નથી પડતી. એક રીતે એમ કહી શકાય કે તુલસીના છોડને વધારે કાળજી લેવાની પણ જરૂર નથી, કારણ કે તે ઉષ્ણકટિબંધીય છોડ છે, તેથી તુલસીનો છોડ ઓછા સૂર્યપ્રકાશ, ઓછા પાણી અને ઓછી હવામાં પણ જીવી શકે છે. પરંતુ જો તે સુકાઈ જાય તો તમે કેટલાક ઉપાય કરીને તેને ફરીથી લીલું બનાવી શકો છો.

સૂકા તુલસીના છોડને લીમડો બચાવે છે : જો તમારા ઘરનો તુલસીનો છોડ સંપૂર્ણપણે સુકાઈ ગયો છે અને તમે તેને ફરીથી લીલો અને હર્યોભર્યો જોવા માંગતા હોય તો, તમે દર 15 દિવસે માત્ર 2 ચમચી લીમડાના પાનને સૂકવીને તેનો પાવડર તુલસીના પોટમાં નાખો.

તુલસીના છોડમાં નવા પાંદડા પણ આવવા લાગશે અને છોડ પણ સુકાશે નહીં. આ કરવાની રીત છે કે તમારે છોડની જમીનમાં લીમડાના પાનનો પાવડર સારી રીતે મિક્સ કરવાનો છે અને આમ કરવાથી તુલસીના છોડને ઘણો ફાયદો થશે.

ઓક્સિજન છે ખુબ જરૂરી : જ્યારે વરસાદની ઋતુમાં તુલસીના છોડમાં વધુ પાણી ભેગું થાય છે ત્યારે પાંદડા ખરવા લાગે છે. આવું એટલા માટે થાય છે કારણ કે છોડને તેની જરૂરિયાત કરતાં વધારે ભેજ મળી જાય છે. આવી સ્થિતિમાં છોડના મૂળ શ્વાસ લઈ શકતા નથી અને એવી સ્થિતિ આવી જાય છે કે તુલસીનો છોડ ધીરે ધીરે સુકાઈ જવા લાગે છે.

આ સ્થિતિ માટે એક સરળ ઉપાય છે. જમીનને છોડથી 15 સે.મી. બાજુમાં 20 સે.મી.ની ઊંડાઈ સુધી ખોદી કાઢો, તમને ખબર પડશે કે જમીનમાં ભેજ છે. જો એમ હોય, તો તેને સૂકી માટી અને રેતીથી ભરો, આમ કરવાથી છોડના મૂળ ફરીથી શ્વાસ લેતો થઇ જશે.

જો વધુ પડતા ભેજને કારણે તુલસીના છોડમાં ફંગલ ઇન્ફેક્શન થઇ ગયું હોય તો આ સમસ્યાને દૂર કરવી પણ જરૂરી છે. આ માટે તમે બજારમાં લીમડાના ઠળીયાનો નો પાઉડર સરળતાથી મળી જશે. જો તમે 15 ગ્રામ પાઉડર માટીમાં ભેળવી દેશો તો ફંગલ ઇન્ફેક્શન દૂર થાય છે.

જો તમારી પાસે પાઉડર ના હોય તો તમે ઘરમાં લીમડાના પાનને પાણીમાં ઉકાળી શકો છો. જ્યારે પાણી લીલું થઈ જાય ત્યારે તેને ઠંડુ કરીને બોટલમાં ભરી ભરીને દર 15 દિવસમાં એકવાર તમે પાવડા વડે માટી ખોદીને તેમાં 2 ચમચી આ પાણી નાખો.

તુલસીનો છોડ ધર્મ – આસ્થા : તુલસીના છોડ સાથે લોકોની આસ્થા જોડાયેલી છે તેથી જો તમે દરરોજ આ છોડની પૂજા કરો છો તો ચોક્કસ કરો. પરંતુ દરરોજ તુલસીના પાન તોડવાનો પ્રયાસ ના કરો, જો તમે દીવો અથવા અગરબત્તી પ્રગટાવો છો તો આ વસ્તુઓ છોડથી થોડી દૂર રાખો. હકીકતમાં ધુમાડો અને તેલ પણ તુલસીને નુકસાન પહોંચાડે છે.

છોડને પુનર્જીવિત કરવામાં કેટલો સમય લાગે છે? તો જો તમે ઉપરોક્ત ટીપ્સને અનુસરો છો તો એક મહિનાની અંદર તમે સૂકા તુલસીના છોડમાં નવા પાંદડા આવતા જોઈ શકશો.

જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે તો અહીંયા આપવામાં આવેલી ટિપ્સ ફોલો કરો. જો તમને આ માહિતી પસંદ આવી હોય, તો આવી જ વધારે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “તુલસીનો છોડ સુકાઈ ગયો છે તો કરો આ કામ, 1 જ મહિનામાં લીલોછમ થઇ જશે”

Comments are closed.