phudina masala
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શાક હોય કે રાયતા, પરાઠા હોય, પણ જો તેમાં સ્પેશિયલ મસાલો ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ અનેકગણો વધી જાય છે. તેથી જ આપણે નવા નવા મસાલાની શોધમાં હંમેશા રહીએ છીએ. આ વાત આપણાથી પણ છુપી નથી, તેથી જ આજે અમે તમારા માટે સ્પેશિયલ ફુદીનાના મસાલાની રેસીપી લઈને આવ્યા છીએ.

આ ઘરે સરળતાથી બનાવી શકાય તેવી રેસીપી છે. જો તમને પણ ફુદીનાનો સ્વાદ ગમતો હોય તો તમે આ મસાલાની રેસીપી માત્ર 5 મિનિટમાં ઘરે બનાવીને તૈયાર કરી શકો છો. આ મસાલાનો ઉપયોગ કરીને તમે ફુદીનાના રાયતા, ફુદીનાની પુરી, ફુદીનાના પરાઠા વગેરે બનાવી શકો છો.

આ મસાલાની સૌથી સારી વાત એ છે કે ફુદીનો મસાલો બનાવવા માટે તમારે કોઈ ખાસ સામગ્રીની જરૂર નથી હોતી. આમાં ફક્ત ફુદીનાના પાનનો પાવડર અને તમારા રસોડામાં ઉપલબ્ધ મસાલાનો જ ઉપયોગ કરવામાં આવે છે.

સામગ્રી : ફુદીનો પાવડર 3 ચમચી, મીઠું 1/2 tsp, કાળું મીઠું 1/4 ચમચી, મરચું પાવડર 3/1 ચમચી, ધાણાજીરું પાવડર 1 ચમચી, આમચુર 1 ચમચી, હીંગ 1/4 ચમચી, શેકેલું જીરું પાવડર 1 ચમચી, ઈલાયચી પાવડર 1/4 ચમચી

બનાવવાની રીત : આ મસાલો બનાવવા માટે સૌથી પહેલા ફુદીનાને સૂકવીને તેનો પાવડર બનાવી લો. જો તમારી પાસે પહેલાથી જ ફુદીનો પાઉડર છે હોય તો આ મસાલો બનાવવું ઘણું સરળ બનશે. ત્યારબાદ બધા મસાલા જેમ કે ઈલાયચી, ધાણાજીરું અને જીરું જેવા બધા મસાલાને શેકી લો અને પછી પીસી લો.

આ પછી એક બાઉલમાં બધી સામગ્રીને મિક્સ કરો. બરાબર મિક્સ થઈ જાય પછી તેને એરટાઈટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરો. જ્યારે પણ જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો. તમે તેને સ્ટોર કરીને ત્રણ થી છ મહિના સુધી વાપરી શકો છો.

જો ફુદીનાની સિઝન પુરી થઈ જાય તો, અને જો તમે ફુદીનો સૂકવીને રાખ્યો હોય તો આ મસાલો બનાવીને તમે 6 મહિના સુધી તેનો ઉપયોગ કરી શકો છો. આવી જ વધારે રેસિપી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા