tubelite saf karva mate tips
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દિવાળી સામે આવી રહી છે અને આ સમયે આપણી ઘરને સાફ કરવાની પ્રથા વર્ષો જૂની છે. ઘરની સફાઈ કરતી વખતે, આપણે મોટાભાગે ધૂળ, વેક્યુમ ક્લિનીંગ, પડદા અને ચાદરની સફાઈ તો કરી લઈએ છીએ, પરંતુ ઘરના ઘણા ભાગો એવા પણ ભૂલી જઈએ છીએ જેમ કે ટ્યુબ લાઇટ અને બલ્બ વગેરે. ઘણી વાર તો ટ્યુબ લાઇટ અને બલ્બમાં એટલી બધી ગંદકી જમા થઇ જાય છે કે રૂમમાં પણ પ્રકાશ ઓછો દેખાય છે.

એવામાં માત્ર ટ્યુબ લાઇટ અને બલ્બ સાફ કરવાથી જ રૂમમાં પ્રકાશ વધારે દેખાય છે. પણ ઘણા લોકોને ડર હોય છે કે જો આ રીતે કામ કરતી ટ્યુબલાઈટ અને બલ્બને સાફ કરવામાં આવે તો તે તૂટી જશે અથવા કામ કરવાનું બંધ થઇ જશે. પણ જો તમે તેને યોગ્ય રીતે સાફ કરશો તો તે ઝડપથી સાફ પણ થઇ જશે અને રૂમ પણ ચમકદાર દેખાશે.

ગંદા ટ્યુબ લાઇટ અને બલ્બ 50 ટકા સુધી પ્રકાશ ઓછો કરી શકે છે અને તેથી તેને સાફ કરવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો તમને કેટલીક ટિપ્સ જણાવીએ જે તમને તેમને સાફ કરવામાં તમારી મદદ કરી શકે.

કેટલીક બાબતોનું ધ્યાન રાખો : સૌથી પહેલા તે નક્કી કરો કે બલ્બ અને ટ્યુબલાઇટને તેની સ્થિતિમાં જ સાફ કરવી છે કે તેને બહાર કાઢીને. તે તેના પર નિર્ભર કરે છે કે તમે તેની કેટલી સરળતાથી સફાઈ કરી શકશો. પછી ટ્યુબલાઇટના ડાઘ પર નજર નાખો અને નક્કી કરો કે ડ્રાય ડસ્ટિંગ કરવું છે કે કોઈ સોલ્યુશનની જરૂર પડશે.

1. એસેન્શીયલ ઓઇલ અથવા અત્તર : એક ભીના કપડામાં તમારી મનપસંદ સુગંધના થોડા ટીપાં મિક્સ કરો અને પછી હળવા હાથે આ કપડાથી ટ્યુબલાઈટ અથવા બલ્બને સાફ કરો. પછી તેને 20 થી 25 મિનિટ સુધી સંપૂર્ણપણે સુકાવા દો. આ ટિપ્સ તમારા બલ્બ અથવા ટ્યુબલાઇટને વધારાની લાઈટ આપશે અને તમારા રૂમમાં ઘણા દિવસો સુધી સારી સુગંધ આવશે.

2. બેકિંગ સોડા : કોઈપણ પ્રકારની સફાઈ માટે બેકિંગ સોડા ખૂબ લાભકારી હોય છે કારણ કે તેમાં એવા તત્વો હોય છે જે સરળતાથી ડાઘ દૂર કરી શકે છે. બેકિંગ સોડાથી સફાઈ કરવા માટે, તમારે બે કપ પાણીમાં બે ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને હળવા હાથે સાફ કરવાનું રહેશે.

સફાઈવાળા કાપડને મિશ્રણમાં ડુબાડો અને તેને હળવેથી ટ્યુબલાઈટ અથવા બલ્બ પર ઘસો. તે એક જ વખતમાં સાફ ના થાય તો તેને ફરીથી સાફ કરો. પછી તેને 30 મિનિટ સુધી આ જ રીતે સુકાવા દો. જો તમે ઇચ્છો તો તમારી ટ્યુબલાઇટને ત્રીજી વખત કપાસના રૂ અથવા કાપડથી સાફ કરી શકો છો. ધ્યાન તે વાતનું રાખો કે બેકિંગ સોડા અથવા આ પાણીનું સોલ્યુસન સીધું ટ્યુબલાઇટ પર ના નાખશો.

3. સફેદ વિનેગર ; જે રીતે સફાઈ માટે ખાવાનો સોડા કામ આવે છે, તેવી જ રીતે સફેદ વિનેગર પણ કામ આવે છે. તમારે એ જ ટિપ્સ અનુસરવાની છે કે બે કપ પાણીમાં બે ચમચી સફેદ વિનેગર ઉમેરીને ટ્યુબલાઇટ સાફ કરવાની છે.

અહીં એ પણ ધ્યાનમાં રાખો કે આ સોલ્યુશન સીધું ટ્યુબલાઇટ પર ના નાખવું. કપડું ટ્યુબલાઇટ પર ત્યારે જ લગાવો જયારે તમે તેને સારી રીતે નિચોડી લીધું હોય.

4. ડ્રાઈ ડસ્ટિંગ : આ માટે તમારે લિન્ટ ફ્રી કાપડની જરૂર પડશે અને સોફ્ટ બ્રિસલ્સવાળા બ્રશની પણ જરૂર પડશે. સૌથી પહેલા એ ધ્યાન રાખવું જોઈએ કે ડ્રાઈ ડસ્ટિંગ કરતી વખતે તમારે તમારા હાથનો ઉપયોગ ખૂબ જોરથી કરવાની જરૂર નથી.

આ માટે માઇક્રોફાઇબરનું કાપડ સૌથી સારું સાબિત થશે અને જો તમે ટ્યુબલાઇટ અથવા બલ્બને નીકાળીને સાફ નથી કરી રહ્યા તો તેની સ્વીચ બંધ હોવી જોઈએ. ટ્યુબ લાઇટ અને બલ્બ સાફ કર્યા પછી આ જ રીતે તેના ઇલેક્ટ્રિક ફિટિંગને પણ સાફ કરો.

તેને ડ્રાઈ ડસ્ટથી જ સાફ કરવું શ્રેષ્ઠ રહેશે અને જો તમે પાણીના દ્રાવણનો ઉપયોગ કરી રહ્યા હોય તો પણ તેને આખા દિવસ માટે સૂકવવાનો સમય આપો.

ધ્યાન રાખો કે ઇલેક્ટ્રિક વસ્તુઓને સાફ કરતી વખતે તમારે હંમેશા સાવચેત રહેવું જોઈએ. આ જ રીતે ઘરના ઝુમ્મર વગેરેને પણ સાફ કરી છો. જો તમને આ લેખ ગમ્યો હોય આવા જ વધારે લેખ વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા