towel exercise japanese
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજના યુગમાં મોટાપા એક બહુ મોટી સમસ્યા છે, જે પોતાનામાં એક મોટી બીમારી પણ છે અને ઘણી બીમારીઓનું મૂળ પણ મોટાપા જ છે. જો તમને લાગે છે કે ઘણી કસરતો અને ડાયટ કર્યા પછી પણ તમારું વજન નથી ઘટી રહ્યું તો તમે આ લેખમાં જણાવેલી જાપાની પદ્ધતિ અપનાવી શકો છો.

તમે જોયું જ હશે કે જાપાનના લોકો ફિટ અને પાતળા હોય છે. આ માટે, તેમનો આહાર અને તેમની કસરતની તકનીક બધું જ થોડું અલગ હોય છે. જાપાનના એક ડૉક્ટરે એક ખાસ કસરત સૂચવી છે જે સૂતી વખતે વજન ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે.

ખાસ કરીને તે પેટની ચરબીને ઓછી કરવા માટે ખુબ જ ફાયદાકારક છે. તે ફક્ત તમારી સ્થૂળતા જ નહીં ઘટાડશે પરંતુ તે રોગપ્રતિકારક શક્તિ માટે પણ સારું છે કારણ કે તે તમારી પાચન તંત્રને પણ સુધારવામાં મદદ કરે છે.

ડૉક્ટર દ્વારા કહેવામાં આવેલી પદ્ધતિ : આ પદ્ધતિને જાપાની ડૉક્ટર તોશિકી ફુકુત્સુદઝી (Toshiki Fukutsudzi) ને કહેલી છે. વાસ્તવમાં, આ પદ્ધતિ આસન સાથે સંબંધિત છે અને જો કોઈ વ્યક્તિની શિન એટલે કે પેલ્વિક પોશ્ચર યોગ્ય ન હોય તો ઘણા પ્રકારના રોગો ઘર કરી જાય છે, પરંતુ તેના કારણે કમરની આસપાસ ઘણી ચરબી પણ જમા થઈ જાય છે.

આ પધ્ધતિથી તમને ઘણો આરામ પણ મળશે અને સાથે જ તમારું વજન પણ ઘટશે. પરંતુ આ સાથે ડાઈટ અને કસરત પણ એટલી જ મહત્વપૂર્ણ છે. તોશિકી ફુકુત્સુડ્ઝીએ કહ્યું કે વજન ઘટાડવું તમારા BMR (બેઝલ મેટાબોલિક રેટ) પર આધાર રાખે છે અને આ માટે તમારે આહાર અને કસરતની પણ એટલી જ જરૂર હોય છે,

પરંતુ આ જાપાનીઝ તકનીક વજન ઘટાડવામાં 20% યોગદાન આપી શકે છે. ખાસ કરીને જો તમારી પેટની ચરબી વધારે હોય તો આ ટેકનિક ચોક્કસ અજમાવો.

આ જાપાનીઝ કસરત કેવી રીતે કરવી : તો સૌ પ્રથમ એક જાડો ટુવાલ લો અને તેને નળાકાર આકારમાં ફેરવો. ફોટામાં બતાવ્યા પ્રમાણે તેને રોલ કરવાનું રહેશે. પછી, તમારે તમારી પીઠ પર સીધા જમીન પર સુઈ જાઓ. જો તમે ઇચ્છો, તો તમે યોગ મેટનો ઉપયોગ કરી શકો છો.

હવે તમારી કમર નીચે ટુવાલ રાખો. તે નાભિની બરાબર નીચે હોવો જોઈએ. હવે તમારા પગના અંગૂઠાને જોડીને પગને ખોલવાનો પ્રયાસ કરો. તમે જેટલા ખોલી શકો છો તેટલું ખોલો. પગની એડી  જમીન પર જ હોવી જોઈએ. હવે જ્યારે તમે પગ ફેલાવો છો, ત્યારે તમે કમરથી નીચે સુધી થોડો સ્ટ્રેસ અનુભવશો.

એજ રીતે, બંને હાથની આંગળીઓને એકબીજા હાથ સાથે જો. હાથ ઉપરની તરફ જ હોવા જોઈએ. તમારે આ સ્થિતિમાં 5 મિનિટ સુધી રહેવાનું છે. શરૂઆતમાં, તમે તેને 1-2 મિનિટ માટે કરી શકો છો.

ખાસ નોંધ : જો તમને કમરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા છે, તો તમારે નિષ્ણાત ની સલાહ વિના આ ન કરવું જોઈએ. જો તમારું વજન વધારે છે તો આ કસરત કર્યા પછી, તમને શરીરમાં થોડો દુખાવો થઈ શકે છે. પરંતુ ચિંતા કરશો નહીં, આ એક સામાન્ય દુખાવો થશે, બહુ દુખાવો નહિ થાય.

આ ટ્રિક દરરોજ 5 મિનિટ માટે કરી શકાય છે અને આ પધ્ધતિ તમારા શરીરને ઘણી ઊર્જા પણ આપશે. તમે આ કસરતને ખાલી પેટ પર કરી શકો છો. આવા જ વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા