toothbrush no upyog gujarati ma
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

એવું માનવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિએ દર 3 થી 4 મહિનામાં પોતાનો ટૂથબ્રશ બદલવો જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે બરછટ થઇ ગયેલા ટૂથબ્રશને સામાન્ય રીતે ગંદા અને અસ્વચ્છ વસ્તુઓ અને જગ્યાઓને સાફ કરવા સક્ષમ બનાવે છે જે મોટા સાધનો ના હોવાની ઉણપને દૂર કરે છે. મે તમને કેટલીક અસામાન્ય પરંતુ ખૂબ જ સરળ રીતો જણાવવા જઈ રહયા છીએ જેના દ્વારા તમે તમારા જૂના ટૂથબ્રશનો ઉપયોગ કરી શકો છો.

બ્લેન્ડર બ્લેડની સફાઈ ; રસોઈ કરતી વખતે ભાગ્યે જ કોઈ પોતાના વાસણો ધોતા હોય છે. પ્લેટ્સ અને વાસણો ધોવા સરળ છે, પણ જો એકવાર તમારું બ્લેન્ડર સુકાઈ જાય પછી તમે રહેલા શાકભાજીના અવશેષો નીકાળવા માટે, ખાસ કરીને બ્લેડની નીચેની બાજુએ સાફ કરવાનું સૌથી ભારે કાર્ય બની જાય છે. તેમ છતાં, જૂની ટૂથબ્રશ બ્લેડ અને તેની નીચેની બાજુના રહેલા કચરાને સાફ કરવામાં ઘણી મદદ કરી શકે છે.

ચોપિંગ બોર્ડ : શું તમે તમારા ચોપિંગ બોર્ડને પાણીની અંદર ડુબાડીને સાફ કરો છો? નજીકથી ધ્યાનથી જુઓ, તમને તેના પર કાપેલા શાકભાજી અને ફળોના નાના કણો જોવા મળશે. આ અવશેષો દૂર કરવા માટે ટૂથબ્રશનો ઉપયોગ કરો. ટૂથબ્રશને લીકવીડ સોપમાં ડુબાડો અને તેને ચોપિંગ બોર્ડ પર આમ તેમ ફેરવીને ઘસો.

પાણીની બોટલ સાફ કરવા : જો તમારી પાસે બોટલ ક્લીનિંગ કરવા માટેનો બ્રશ નથી, તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમારા જૂના ટૂથબ્રશ આ માટે કામ આવી શકે છે. કોઈપણ લાકડાની અથવા પ્લાસ્ટિકની લાકડી લો, તેના છેડાને ચોંટાડી રાખવા માટે ગુંદર નો ઉપયોગ કરી, હવે દરેક બોટલમાં ડીશ વોશ લિક્વિડના બે ટીપાં ઉમેરો અને હૂંફાળું પાણી ઉમેરો, સારી રીતે હલાવો અને છેલ્લે ટૂથબ્રશથી ડાઘને દૂર કરો.

આઈબ્રોને કરો બ્રશ : તે દિવસો ગયા જ્યારે મહિલાઓની આઈબ્રો રાખતી હતી . હવે ફુલર આઈબ્રો અપનાવવાનો સમય છે. જ્યારે તમે તેને કાપી અથવા સાફ કરો ત્યારે ચોક્કસ તમે સોફ્ટ રીતથી કરવા ઈચ્છો. આ જગ્યાને વાઇપ્સથી સ્ક્રબ કરવાને બદલે, આઈબ્રોજના વાળ સાફ કરવા માટે સોફ્ટ-બ્રિસલવાળા બ્રશનો ઉપયોગ કરો.

ઘરેણાં સાફ કરવા : તમે નિયમિત ધોરણે પહેરતા ઘરેણાંમાં રોજિંદા ઘરના કામોને કારણે ગંદા થવાની શક્યતા વધી જાય છે. જો તમે ઇચ્છો કે તે કોઈ પણ સ્ક્રેચ વગર હંમેશા ચમકતા રહે, તો તેને હૂંફાળા પાણીમાં પલાળી રાખો અને તેમને સાફ કરવા માટે સોફ્ટ બ્રીસલ બ્રશનો ઉપયોગ કરો.

નખ સાફ કરવા : મજબૂત અને જાડા નખ દરેક છોકરીઓની ઇચ્છા હોય છે અને તેની નીચે અશુદ્ધિઓ એકઠી થવાથી તેને નબળા બનાવી શકે છે. જ્યારે ઘણી સ્ત્રીઓ તેમના નખ કાપવા માંગતી નથી અને તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરવો પણ હાનિકારક બની શકે છે. નખને હૂંફાળા પાણીમાં પલાળીને જૂના ટૂથબ્રશની મદદથી સાફ કરો. તે તમારી ત્વચા, નખ અને ક્યુટિકલ્સને નુકસાન કરશે નહીં.

બાથરૂમ ટાઇલ્સની સફાઈ : સ્ટોરમાં ખરીદેલા અથવા ઘરે બનાવેલા સફાઈ એજન્ટોથી ટાઇલ્સ સાફ કરવા છતાં વચ્ચેનો ગ્રાઉટ ગંદો રહી જાય છે. તે માત્ર ખરાબ દેખાય છે, ખાસ કરીને જો તમારા ઘરમાં બાળકો હોય. આ સફાઈ સોલ્યુશન બનાવવા માટે, અડધો કપ સફેદ વિનેગર, 1 tsp લિક્વિડ ડીશ સોપ, tbsp બેકિંગ સોડા અને 2 કપ ગરમ પાણી મિક્સ કરો. તમારા ટૂથબ્રશને તેમાં ડૂબાડો અને ટાઇલ ગ્રાઉટ પરની બધી ગંદકી સાફ કરો.

કમ્પ્યુટર કીબોર્ડ : એવી રચનાને કારણે કીબોર્ડ સાફ કરવું મુશ્કેલ છે. ધૂળ, ખોરાકના ટુકડા અને પ્રવાહી તેના પર ભેગું થાય છે, જે તેને ઘરની સૌથી અસ્વચ્છ વસ્તુઓમાં એક બનાવે છે. તેને સાફ કરવાની સારી રીત એ છે કે તમારા ટૂથબ્રશને આલ્કોહોલ આધારિત સેનિટાઇઝરમાં ડુબાડો અને ગંદકીને દૂર કરવા તેને સ્વીચો વચ્ચે ઘસો. બ્રશમાં સેનિટાઈઝર સુકાઈ જાય તે પહેલા આ કામ ઝડપથી કરો. સફાઈ કરતી વખતે સેનિટાઈઝર બોટલનું ઢાંકણું બંધ રાખો.

વાળનો રંગ : ઘરે હેર ડાય લગાવવા માટે ટૂથબ્રશ એક બેસ્ટ સાધન છે. ગરદનની પાછળ અને કાનની પાછળના ટૂંકા વાળને રંગવા માટે ટૂથબ્રશનો ઉપયોગ કરવો સારો રસ્તો છે. આ એવા ભાગો છે કે જ્યારે આપણે આપણા વાળ જાતે રંગીએ છીએ ત્યારે આપણે ઘણીવાર આ ભાગને રંગવાનું ભૂલી જઈએ છીએ .

તમે પણ આ 9 જુદી જુદી રીતે તમારા જૂના ટૂથબ્રશનો ઉપયોગ કરી શકો અને આ તમારા ઘરના કામને સરળ બનાવશે. આવા જ બીજા હેક્સ વિશે વધારે માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા