Saragavo Benefits
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અહીંયા તમને એક ઉકાળા વિષે જણાવીશું જે ઉકાળો પીવાથી તમારા શરીરમાં રહેલી વીસથી પણ વધુ બિમારીઓ મટાડી શકે છે. આ ઉકાળો ઘરેજ સરળતાથી તમે બનાવી શકો છો. આ માટે તમારે બજારમાંથી કઈ પણ લાવવાની જરૂર નથી.

જો તમને હૃદયની બીમારી છે તો આ ઉકાળો તમારા માટે ફાયદાકારક છે. જો તમને લીવર ની બીમારી, આંખોની કોઈપણ તકલીફ હોય, તમને પથરી હોય તો પથરી પણ આ ઉકાળો પીગળીને નાખશે.

જો તમારું વજન વધુ છે, વજન ઘટતું નથી, કેન્સરની બીમારી હોય, તમને હાઈ બીપી વધારે રહેતી હોય, ડાયાબીટીસની તકલીફ, મગજને લગતી કોઈપણ પ્રકારની તકલીફ છે કે પછી તમારા શરીરમાં લોહીની ઉણપ છે, એનેમિયા છે અને જો તમારું શરીર રોગપ્રતિકારક શક્તિ ઓછી ધરાવે છે.

તો તમારા માટે આ એક સૌથી સારો ઉપાય છે. હવે જાણીલો કે કઈ આ વસ્તુ છે જે વીસથી પણ બીમારીઓ મટાડી શકે છે અમે સાથે એ પણ જાણીલો કે આ વસ્તુનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે.

સૌથી પહેલા તમારે સરગવાના પાન લેવાના છે. ત્યારબાદ તેની ડાળીઓનો પણ ઉપયોગ કરવાનો છે.સરગવાના પાન અને તેની ડાળીઓ બંને વસ્તુઓનો ઉપયોગ કરવાથી તમારા શરીરમાં પથરીની તકલીફ હોય તો તેનું સો ટકા નિવારણ આવી જશે.

જો તમે સરગવાની ડાળખીનો ઉકાળો બનાવો છે તો તે જે લોકોને શરીરમાં કોલેસ્ટ્રોલ વધી ગયું છે, શરીરમાં હૃદયની નસો બ્લોક થઈ ગઈ હોય, શરીરમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હોય, મગર વધારવા માટે, આ ઉપરાંત જે લોકોને પથરીની તકલીફ છે એવા તમામ લોકો માટે સરગવાની ડાળીઓનો ઉકાળો અતિ ઉત્તમ છે.

સૌથી પહેલા આ ઉકાળો બનાવવાનો છે. ઉકાળો બની ગયા પછી તેને ઠંડો થવા દેવાનો છે. હવે આ ઉકાળાને રોજ સવારે નરણા કાંઠે કે બપોરે જમ્યાના અડધો કલાક પછી કે તમે રાતે જમ્યા પછી આ ઉકાળો પી શકો છો. જો તમે સવારે નરણા કાંઠે આ ઉકાળો પીવો છો તો તેમારા માટે વધુ ફાયદાકારક છે.

ત્યારબાદ જે લોકોને શરીરમાં લિવરને લગતી બીમારી છે, તે લોકોએ સરગવાના પાનનો ઉકાળો કરવાનો છે. હવે જાણીલો કે સરગવાના પાનનો ઉકાળો કેવી રીતે બનાવવો. સૌથી પહેલા સરગવાના વિસ થી પચ્ચીસ પાન લેવાના છે.

જો વજનમાં જોઈતો તો પંદર થી વિસ ગ્રામ પાન લેવાના છે. આ પાનને ધોઈને એક વાસણમાં પાણી લઈને તેમાં આ પાન ઉકાળવા માટે મૂકી દેવાના છે. આ ઉકાળો લીવર, પથરી, કોલેસ્ટ્રોલ અને ખાસ તો ડાયાબીટિઝના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે.

આ ઉકાળામાં પોટેશિયમ, વિટામિન સી જેવા ઘણા બધા તત્વો ખૂબ સારી માત્રામાં રહેલાં છે. તમારા હાડકા ને લગતી તકલીફો પણ દૂર કરી શકે. ડાયાબિટીસના દર્દીઓએ સવારે એક અડધો ગ્લાસ સરગવાના પાનનો ઉકાળો પીવાનો છે.

જે લોકો વજન ઘટાડવા માગતા હોય, જે લોકોને મગજની બીમારી હોય, હાઇ બીપી રહેતી હોય અને ખાસ કરીને કેન્સર ધરાવતા દર્દીઓએ આ વસ્તુનો અડધો ગ્લાસ જેટલો આ ઉકાળો પીવાનો છે.

નોંધ લેવી: આ ઉકાળો અઠવાડિયામાં એક દિવસ છોડીને બીજા દિવસે અથવા તો અઠવાડિયામાં તમે આ ઉકાળો 3 થી 4 વાર પી શકો છો. જો સવારે આ ઉકાળો પીવામાં આવે તો વધુ ફાયદાકારક રહે છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા