મુમ્બઈ નો પ્રખ્યાત ટોમેટો પુલાવ એકદમ સરળ અને ટેસ્ટી બનાવાની રીત જાણો

આજે અમે તમારી સાથે એકદમ નવી રીતે બજાર જેવી એકદમ સરળ અને ટેસ્ટી મુમ્બઈ નો પ્રખ્યાત ટોમેટો પુલાવ ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનુ ભુલતા નહીં.

સામગ્રી :

  1. ૨ મોટી ડુગળી
  2. ૩-૪ પાકેલા ટામેટા
  3. ૨ ગાજર
  4. ૧/૪ કપ લીલા વટાણા (frozan, પણ ચાલે)
  5. આદુ- લસણ ની પેસ્ટ સ્વાદ મુજબ
  6. મિઠુ સ્વાદ પ્રમાણે
  7. ૧/૨ કપ ટોમેટો કે- ચપ
  8. ૧૦૦ ગા્મ પનીર ( optional)
  9. ૧/૨ ટી સ્પૂન હળદર
  10. ૧/૨ ટી સ્પૂન લાલ મરચુ
  11. ૧ ટી સ્પૂન પાવભાજી મસાલો
  12. તીખુ બનાવવુ હોય તો લીલુ મરચુ પણ ૧ ઝીણુ સમારી નાખવુ
  13. લીલા ધાણા સજાવટ માટે
  14. ૨ ટેબલ સ્પૂન તેલ
  15. ૨ કપ રાધેંલા ભાત
  16. ૧/૨ કપ પાણી

tameto pulao

 

બનાવાની રીત:

  1. કડાઇ મા તેલ ગરમ કરી એમા આદુ- લસણ ની પેસ્ટ સાતળવી, કાંદા ચોરસ કાપી એમા ઊમેરવા બરાબર સતળાય એટલે ગાજર લાબા કાપેલા નાખવા અને વટાણા પણ ઊમેરવા. થોડા ચઢી જાય પછી ટામેટા ઝીણા સમારી નાખવા, ટામેટા અધકચરા ચઢી જાય પછી ટોમેટો કે- ચપ ઊમેરવો.
  2. બધા મસાલા નાખી બરાબર મિક્સ કરવુ, પનીર ના ટુકડા નાખવા ને ૧/૨ કપ જેટલુ પાણી નાખવુ.૨-૩ મીનીટ પછી રાધેલા ભાત ઊમેરવા। બરાબર મિક્સ કરી લેવુ કોથમીર ભભરાવવી.
  3. તૈયાર છે બોમ્બે સ્ટાઇલ ટોમેટો પુલાવ.
  4. લેફ્ટ ઓવર રાઇસથી પણ આ પુલાવ બનાવી સકાય, લંચ બોક્સ માટેની મજેદાર વાનગી.

1 thought on “મુમ્બઈ નો પ્રખ્યાત ટોમેટો પુલાવ એકદમ સરળ અને ટેસ્ટી બનાવાની રીત જાણો”

Comments are closed.