tomato ketchup recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે બનાવીશું ટમેટાનો સોસ. તો એકદમ સરસ માર્કેટ કરતાં ઘણો સસ્તો અને ચોખ્ખો ટોમેટો કેચપ તમે ઘરે બનાવી શકો છો. અહીંયા કોઈ આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ નથી કર્યો તો પણ એકદમ સરસ બજાર જેવો જ બનશે અને ટોમેટો કેચપ ને લાંબો સમય સુધી કેવી રીતે સ્ટોર કરવો એ પણ જણાવીશું, તો ચાલો જોઈએ એકદમ બજાર જેવો જ ટોમેટો કેચપ.

સામગ્રી

  • એક કિલો ટામેટા,
  • 1 ટીસ્પૂન જીરું,
  • 1 નાનો ટુકડો તજ,
  • 5 મરીના દાણા
  • બે થી ત્રણ જેટલાં લવિંગ
  • ૨૨૫ ગ્રામ જેટલી ખાંડ
  • 1 ટીસ્પૂન લાલ મરચું,
  • 3 ટીસ્પૂન વિનેગર
  • સ્વાદ પ્રમાણે મીઠું

ટોમેટો કેચપ બનાવવાની રીત

સૌથી પહેલાં ટોમેટો કેચપ બનાવવા માટે એક કિલો ટામેટા લો. આટલી કોન્ટીટીમાંથી 750 ગ્રામ જેટલો કેચપ તૈયાર થશે. ટામેટાને સારી રીતે ધોઈ અને કોરા કરી લો. તો બધા ટામેટાને કટ કરી લો. બધા ટામેટાંના કટકા કરી લીધા પછી આ ટમેટાને બાફવાના છે.

તમે તેને બાફવા માટે એક કુકર લઇ, તેમાં બધા ટામેટાના ટુકડા ઉમેરી લો. અને હવે આ જે ટોમેટો કેચપ છે એ બાળકો વધુ ખાતા હોય છે, તો બાળકોની થોડી ઇમ્યુનીટી બુસ્ટ થાય અને એકદમ સારો ટોમેટો કેચપમાં ટેસ્ટ આવે તે માટે, થોડા ગરમ મસાલા ઉમેરીશું.

આ પણ વાંચો: VIDEO: ઘરે જ બનાવો એકદમ હેલ્ધી અને ટેસ્ટી, માર્કેટ જેવું કેરીનો કેચપ

એક કોટન નું મલમલનું કપડું લો, તેમાં 1 ટીસ્પૂન જીરું, 1 નાનો ટુકડો તજ, 5 મરીના દાણા અને બેથી ત્રણ જેટલાં લવિંગ નાખીને એક નાની પોટલી બનાવીને, કૂકરમાં ટામેટા બાફવા મુકવાના છે તેમાં વચ્ચે પોટલીને મુકો. હવે બાફવા માટે ફક્ત ૨ ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીને કુકરનું ઢાંકણું બંધ કરી 3 વિસલ થવા દો.

ત્રણ વિસલ થઇ ગયા પછી, લગભગ 10 મિનિટ કૂકરને બંદ રાખો. હવે તમે જોઈ શકશો કે બહુ સરસ ટામેટા બફાઈ ગયા હશે. જે ટામેટા ની અંદર પોટલી મૂકી હતી તેને નીચોવી લો જેથી મસાલાનો બધો રસ ટામેટામાં આવી જાય. આ જે મસાલા છે અને તમે કોઈપણ શાક બનાવતા હોય એમાં યુઝ કરી શકો છો. હવે આ ટામેટા ને દસ મિનિટ માટે ઠંડા થવા દો. થોડા ઠંડા થાય એટલે આપણે મિક્સરમાં ક્રશ કરી લો. હવે આ ક્રશ કરેલા ટામેટાને ગાળી લો.

અહીં એકદમ સરસ ટોમેટો પ્યૂરી તૈયાર છે તો હવે આપણે આ ટોમેટો પ્યૂરીમાંથી કેચપ તૈયાર કરીશું. ટામેટાનો સોસ બનાવવા માટે, સૌ પ્રથમ કડાઈને મીડીયમ ગેસ પર ગરમ કરી લો. હલકી કડાઈ ગરમ થાય એટલે ટોમેટો પ્યૂરી તૈયાર કરી છે એને ઉમેરી દો. હવે આ ટોમેટો પ્યૂરીને ચાર થી પાંચ મિનિટ માટે ગેસ પર કુક થવા દો.

તો ત્રણથી ચાર મિનિટ માટે ટોમેટો પ્યુરી ને કુક કરી લેવાની એટલે એમાં જે કંઈ પણ પાણીનો ભાગ હોય એ સરસ અલગ થઈ જાય. અહીંયા. હવે થોડો આમલીનો પલ્પ ઉમેરો. હવે ૨૨૫ ગ્રામ જેટલી ખાંડ ઉમેરો. એક કિલો ટામેટા સાથે ૨૨૫ ગ્રામ જેટલી ખાંડ જોઈશે. તમારે વધારે મીઠું કે થોડો ઓછો સ્વીટ જોતો હોય તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો.

હવે સારી રીતે મિક્સ કરી લો. ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી કુક થવા દો. મીડીયમ ગેસ પર 10 મિનિટ માટે કુક થવા દો. હવે દસેક મિનીટ પછી તમારે ચેક કરવાનું કે પાણી અને ટામેટા હજી અલગ પડતા હોય તો મતલબ કેચપ ને હજુ દસ મિનિટ માટે કુક કરવો પડશે.

આ પણ વાંચો: મુમ્બઈ નો પ્રખ્યાત ટોમેટો પુલાવ એકદમ સરળ અને ટેસ્ટી બનાવાની રીત જાણો

તો હજી મિડિયમ પેસર ચલાવતા રહેશો અને દસ મિનિટ પછી ફરીથી ચેક કરો, કેચપ પ્લેટમાં નાખીને જુઓ કે ટોમેટો કેચપ ધીરે ધીરે કરી નીચે આવે છે અને પ્લેટમાં પાણી બિલકુલ અલગ નથી થતું તો હવે તેમાં મીઠું ઉમેરો. અહીંયા કેચપ તૈયાર થવા આવે પછી જ મીઠું ઉમેરવાનું છે

હવે ૧ ટી.સ્પૂન લાલ મરચું પાવડર, ૩ ટેબલસ્પૂન જેટલું વિનેગર ઉમેરો. વિનેગર ઉમેરવાથી કેચપ લાંબા સમય સુધી બગડતો નથી અને આ ઓપ્શનલ છે. બધું સરસ મિક્સ કરી એકાદ મિનિટ માટે ટોમેટો કેચપ કુક થવા દો અને ગેસ બંદ કરી 30 મિનિટ સુધી રૂમ ટેમ્પરેચર પર મૂકી રાખો. તો આપણો ટોમેટો કેચપ તૈયાર થઈ ગયો છે.

હવે આ ટોમેટો કેચપ ને તમે કાચની બોટલમાં ભરી અને એકથી દોઢ મહિના સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો તો તમે આ રીતે આ ટોમેટો કેચપ અને એકવાર જરૂર ટ્રાય કરજો.

નોંધ: દેશી ટામેટા લેવાના નથી કારણ કે એમાં તમારે ખાંડનો વધારે ઉપયોગ કરવો પડે કેમકે દેશી ટમેટા ટેસ્ટમાં ખાતા હોય છે. એકદમ સરસ લાલ ટામેટા લેશો તો તમારે કોઈ આર્ટિફિશિયલ કલર નહિ ઉમેરવું પડે અને એકદમ સરસ તૈયાર થશે.જો તમે વધારે ટોમેટો કેચપ બનાવતા હોય તો, માર્કેટમાં ટોમેટો કેચપ માં ઉમેરવા માટે નો પ્રિઝર્વેટિવ મળે છે.

તમે ટોમેટો કેચપ કેટલો બનાવતા હોય એમાં તમારે કેટલો પ્રિઝર્વેટિવ ઉમેરવાનો છે તે બધી તેના પાર લખેલું હોય છે. અહીંયા વિનેગર ઉમેરેલું છે એના લીધે આ ટોમેટો કેચપ એકથી દોઢ મહિના સુધી ફ્રિજમાં એવોને એવો જ રહેશે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા