દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. દરેક વસ્તુના ભાવ વધી રહયા છે. દૂધ, છાશ, પેટ્રોલ, ગેસ સિલિન્ડર વગેરે વગેરે. આ સાથે આ મોંઘવારીના જમાનામાં વીજળીનું બિલ પણ વધી રહ્યું છે. વધતા વીજ બિલથી દરેક વ્યક્તિ આજે પરેશાન છે, શિયાળામાં વીજ બિલ 1500 આવે છે જ્યારે ઉનાળામાં વીજ બિલ 5 થી 6 હાજર સુધી પહોંચી જાય છે.
આજના જમાનામાં આપણે પણ એસી, ફ્રિજ, કુલર, વોશિંગ મશીન વગર રહી શકતા નથી. આ બધા ઉપકરણો આપણી જરૂરિયાત બની ગઈ છે અને તેના વધતા જતા ઉપયોગને કારણે આપણે ઉનાળામાં વધુ વીજળીનું બિલ ચૂકવીએ છીએ.
પરંતુ કેટલાક એવા ઉપાયો છે જેને તમે અજમાવીને તમે તમારું વીજળીનું બિલ 50 ટકા સુધી ઘટાડી શકો છો. ચાલો જાણીએ એવી કેટલીક ટિપ્સ વિશે જેના દ્વારા તમે તમારું વીજળીનું બિલ ઘટાડી શકો છો.
સોલર એનર્જી લગાવી શકો છો : સોલર ઉર્જા શ્રેષ્ઠ વિકલ્પ છે. ભારતમાં લગભગ વર્ષમાં 300 દિવસ સુધી સૂર્યપ્રકાશ હોય છે. તેથી ભારતમાં શ્રેષ્ઠ વિકલ્પ છે સોલર ઉર્જા લગાવવાનો. તમે તમારા ઘરની છત પર સોલર ઉર્જા લગાવી શકો છો. તેમાં એકવાર રોકાણ કરીને તમે લાંબા સમય સુધી તમારું વીજળી બિલ બચાવી શકો છો. જેનાથી વીજળી પણ બચશે અને પૈસા પણ બચશે.
એલઇડી લાઇટ લગાવો : આપણે વીજળી બચાવવા માટે LED લાઈટનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ઘરમાં બીજી લાઇટનો ઉપયોગ કરવા છતાં LED લાઇટની મદદથી તમે સરળતાથી તમારા ઘરમાં વીજળી બચાવી શકો છો.
વીજળી બચાવવા માટેની સરળ ટીપ્સ : ઘરની જરૂરિયાત લાગે છે ત્યાં જ વીજળી ચાલુ કરો. જ્યારે જરૂરી હોય ત્યારે જ આખા રૂમની લાઇટ ચાલુ કરો અન્યથા જરૂર ન હોય ત્યારે લાઈટ બંધ કરો. ઘણા ના ઘરમાં ટીવી અને પંખો કોઈપણ ઉપયોગ વગર ચાલુ રહેતો હોય છે, આવી ભૂલો ના કરો.
AC : ઉનાળામાં ગરમીના કારણે વીજળીનો ઘણો બગાડ થાય છે. ગરમીના દિવસોમાં વધારેમાં વધારે કોશિશ કરો કે પંખો અને ટેબલ ફેનનો ઉપયોગ કરો. એર કંડિશનરનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ કારણ કે AC સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે.
આ વસ્તુઓથી વીજળીની પણ બચત થશે : એ જ રીતે ગૃહિણી ઓછા માઇક્રોવેવ, ઇલેક્ટ્રિક કેટલનો ઉપયોગ કરીને પણ વીજળી બચાવી શકે છે. જ્યારે કમ્પ્યુટર કે ટીવીનો ઉપયોગ નથી કરતા ત્યારે કમ્પ્યુટર/ટીવીને બંધ કરો. જેથી બિનજરૂરી વીજળીનો બગાડ ન થાય.
લગભગ મોટાભાગના ઘરોમાં લેપટોપ, મોબાઈલ ફોન અને ડિજિટલ કેમેરાના ચાર્જર ઉપયોગમાં ન હોય ત્યારે પણ ચાર્જરને પ્લગમાં ભરાયેલા હોય છે. જેના કારણે પણ બિનજરૂરી વીજળીનો બગાડ થાય છે.
જો તમે પણ તમારા ઘરની વીજળીના બિલમાં ઘટાડો કરવા માંગતા હોય તો આ ઉપાયો અપનાવીને સરળતાથી ઘરની વીજળી બચાવી શકો છો. જો તમને આ જાણકરી ગમી હોય તો બીજા આવા લેખો વાંચવા રસોઈનીદુનિયા સાથે જોડાવાનું ભૂલશો નહીં.