Tips to reduce coriander seeds from vegetables
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શાક ગમે તે હોય, પરંતુ તેમાં ઉમેરવામાં આવેલા મસાલાની ભૂમિકા સૌથી મહત્વની હોય છે. તેથી જ મહિલાઓને ભોજનમાં લાલ મરચું, મીઠું, ગરમ મસાલો, ધાણાજીરું પાવડર, હળદર વગેરે ઉમેરતા હોય છે. જો કે, ધાણા એક એવો મસાલો છે જેનો ઉપયોગ મોટાભાગે સૂકી ભાજીમાં વધુ થાય છે કારણ કે ધાણાજીરું પાવડર સ્વાદને બમણો કરે છે.

પરંતુ કેટલીકવાર ઉતાવળને કારણે ધાણાજીરું પાવડર વધુ પડતો પડી જાય છે અને ખાવાની બધી જ મજા ફીકી થઇ જાય છે. આવી સ્થિતિમાં મહિલાઓને શાક પીરસવાનું અને બીજું બનાવી લે છે. પરંતુ હવે તમારે આ કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે ધાણાજીરું પાવડરની માત્રા ઘટાડી શકો છો.

મકાઈનો ઉપયોગ કરો : તમે તમારી સૂકી ભાજીમાં ધાણાજીરું પાવડરની માત્રા ઘટાડવા માટે મકાઈનો ઉપયોગ કરી શકો છો . જો કે તમને આ ટિપ્સ થોડી વિચિત્ર લાગશે, પરંતુ મકાઈ ઉમેરવાથી તમારૂ શાક સ્વાદિષ્ટ તો બનશે જ અને સાથે સાથે ધાણાજીરું પાવડર પણ સંતુલિત થશે. આ માટે 1 કપ મકાઈને ઉકાળો અને તેને શાકમાં ઉમેરો.

બાફેલા મિક્સ શાકભાજીનો ઉપયોગ કરો : જો તમારું શાક ગ્રેવીવાળું છે, તો ચોક્કસપણે મિક્સ વેજીટેબલનો ઉપયોગ તમારા માટે ઉપયોગી થઈ શકે છે કારણ કે તે માત્ર ગ્રેવીની માત્રામાં વધારો કરશે નહીં પણ મસાલાને પણ સંતુલિત કરશે.

જો કે, આમ કરવાથી શાકભાજીમાં બીજા મસાલા જેવા કે લાલ મરચું, મીઠું અથવા ગરમ મસાલો વગેરેમાં થોડો ઘટાડો થઈ શકે છે. એટલા માટે, શાકની સાથે ગ્રેવીમાં મસાલો નાખીને શાકને થોડીવાર પકાવો.

ટામેટાં કામમાં આવશે : ટામેટાંમાં રહેલ રસ અને ખટાશ, શાકને સ્વાદિષ્ટ તો બનાવશે જ સાથે સાથે ધાણાજીરું પાવડરને પણ બેલેન્સ કરશે. તમે શાકમાં ટામેટાંને કાપીને અથવા ગ્રેવી બનાવીને સર્વ કરી શકો છો. જો કે, તમારે ટામેટાં ઉમેર્યા પછી શાકને થોડું રાંધવું પડશે અને પછી તેને સર્વ કરવું પડશે.

ચોખાનો લોટ : તમે સૂકી અથવા ગ્રેવીવાળા શાકમાં ચોખાના લોટનો ઉપયોગ કરી શકો છો. આ માટે 1 ચમચી દેશી ઘી ઉમેરીને ધીમી આંચ પર ચોખાના લોટને શેકી લો અને પછી તેને પ્લેટમાં કાઢીને ઠંડુ થવા માટે રાખો. હવે શાકને ગેસ પર ગરમ કરો અને તેમાં ચોખાનો લોટ ઉમેરો. લગભગ 15 મિનિટ સુધી પકાવો અને પછી ગેસ બંધ કરી દો.

ધાણાજીરું પાવડર ઘટાડવા માટે સિક્રેટ ટિપ્સ : શાકને એક વાસણમાં કાઢી લો અને તેમાં 2 ચમચી દૂધ ઉમેરો, પછી સર્વ કરો. ચોખાના લોટને પાણીમાં ભેળવીને 5-6 નાના બોલ બનાવો અને તેને શાકમાં નાખવાથી પણ ધાણાજીરું પાવડરને ઓછું કરી શકાય છે.

જો તમે ઇચ્છો તો તમે દહીંનો ઉપયોગ કરી શકો છો કારણ કે દહીંથી પણ ધાણાજીરું ની માત્ર ઘટાડી શકાય છે. અમને આશા છે કે તમને આ ટિપ્સ જરૂર ગમશે. આવી જ દરરોજ ઉપયોગમાં આવે તેવી કિચન ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “શાકમાં ધાણાજીરું પાવડર વધારે પડી ગયો હોય તો તેને ઓછો કરવાની ટિપ્સ”

Comments are closed.