suka lal marcha ni chatni banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચટણી આપણા ખાવાનો સ્વાદ બમણો કરે છે. આ જ કારણ છે કે મોટાભાગના લોકોના ઘરે ચટણી બનતી જ હોય છે. પરંતુ મોટાભાગના ઘરોમાં માત્ર કોથમીર અને ફુદીનાની ચટણી બને છે. જો તમે એક જ પ્રકારની ચટણી ખાઈને કંટાળી ગયા હોવ તો તમે નવી રીતે ચટણી બનાવી શકો છો.

આજે અમે તમને સુકા લાલ મરચાની ચટણી કેવી રીતે બનાવી શકાય તે જણાવીશું. જો તમને મસાલેદાર ખાવાનું ગમે છે તો તમને આ ચટણી ચોક્કસ ગમશે. તમે તેને એક નહીં પરંતુ 2 રીતે બનાવી શકો છો. ચાલો જાણીએ ચટણી બનાવવાની રીત

લસણ સાથે ચટણી બનાવો : તમે તેમાં લસણ મિક્સ કરીને સૂકા લાલ મરચાની ચટણી બનાવી શકો છો. આ માટે નીચે આપેલા સ્ટેપને અનુસરો અને ચટણી બનાવો. સામગ્રી – 1 ડુંગળી (ઝીણી સમારેલી), 3/4 કપ લસણની કળી, 20 સૂકા લાલ મરચાં, 1 મોટા લીંબુનો રસ, જરૂર મુજબ પાણી, સ્વાદ અનુસાર મીઠું, 2 લીલા મરચા અને તેલ.

કેવી રીતે બનાવવું : લસણ સાથે સૂકા લાલ મરચાની ચટણી બનાવવા માટે સૌપ્રથમ આખા લાલ મરચાને થોડી વાર પાણીમાં પલાળીને રાખો. જ્યારે તે નરમ થઈ જાય ત્યારે તેને મિક્સરમાં નાખીને પીસી લો. હવે તેમાં સૂકા લાલ મરચાં, ઝીણી સમારેલી ડુંગળી, આદુ, લસણની કળીઓ, લીલા મરચાં અને થોડું પાણી ઉમેરીને ફરી એકવાર પીસી લો.

હવે પેનમાં તેલ ગરમ કરો. હવે તેમાં આ પીસેલી પેસ્ટ ઉમેરીને સાંતળી લો. જ્યારે તે સંતળાઈ જાય, ત્યારે તેમાં મીઠું અને પાણી ઉમેરો. હવે ઢાંકણું ઢાંકીને ત્યાં સુધી ચડવા દો જ્યાં સુધી ચટણી ઉપર તેલ ન આવે. હવે ઉપર લીંબુનો રસ નાખીને વધુ 2 મિનિટ પકાવો. તમારી લસણ અને સૂકા લાલ મરચાની ચટણી બનીને તૈયાર છે.

આમલી સાથે સૂકા લાલ મરચાની ચટણી : જો તમને આમલીની ચટણી ગમે છે તો તમે તેમાં સૂકા લાલ મરચા ઉમેરીને પણ એક સરસ ચટણી બનાવી શકો છો. સામગ્રી – ½ કપ આમલી, ½ કપ ગોળ, 10-12 સૂકા લાલ મરચાં, ½ ચમચી સૂંઠ પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને તેલ.

કેવી રીતે બનાવવું : સૌ પ્રથમ સૂકા લાલ મરચાને હુંફાળા પાણીમાં પલાળી દો અને પછી તેને મિક્સીમાં પીસી લો. આમલીને લગભગ 1 કલાક માટે પાણીમાં પલાળી રાખો. હવે કોઈપણ વાસણમાં આમલીનો રસ ગાળીને બાજુ પર રાખો.

હવે ગેસ પર તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય એટલે તેલમાં ગોળ, મીઠું, આમલીનું પાણી અને સૂકા લાલ મરચાની પેસ્ટ ઉમેરીને સારી રીતે ચડવા દો. પેસ્ટ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો. તમારી સૂકા લાલ મરચાની સાથે આમલીની ચટણી તૈયાર છે.

આશા છે કે તમને અમારી આ 2 સૂકા લાલ મરચાની ચટણીની રેસિપી પસંદ આવી હશે. જો તમે આવી જ અવનવી રેસિપી ઘરે બેઠા જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા