things you can use onion for
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો ઘરમાં જમવાનું બની રહ્યું છે અને ડુંગળીનો ઉપયોગ કરવામાં આવેલો નથી, તો ઘણા લોકોનું મન જ નથી લાગતું. રાંધતી વખતે ડુંગળી એક મહત્વપૂર્ણ સામગ્રી માનવામાં આવે છે. માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ ડુંગળીનો ઉપયોગ સ્વાદ વધારવા માટે થાય છે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે ડુંગળીનો ઉપયોગ માત્ર ખાવા માટે જ નહીં પરંતુ બીજી ઘણી વસ્તુઓ માટે પણ થાય છે. આજે અમે તમને ડુંગળીના અનોખા ઉપયોગો વિશે જણાવીશું જે તમારી દરરોજના દિવસોમાં મદદ કરશે. ડુંગળીનો ઉપયોગ સાફ-સફાઈ, દુર્ગંધ દૂર કરવા અને બીજા ઘણા નાના-મોટા કામો માટે કરી શકાય છે. તો ચાલો જાણીયે.

1. પરસેવાના દાગ માટે ડુંગળીનો ઉપયોગ : જો કોઈ સફેદ શર્ટ કે ટી-શર્ટમાં પરસેવાના ડાઘા પડી જાય તો પછી તે પીળા પડવા લાગે છે. આ ખાસ કરીને સફેદ ટી-શર્ટ સાથે થાય છે જ્યાં અંડરઆર્મ્સની (બગલ) નીચે પરસેવાના ડાઘ પડી જાય છે અને તે ભાગ પીળો દેખાવા લાગે છે.

જો તમારા કોઈપણ કપડામાં આવું થયું હોય તો ડુંગળીને અડધી કાપીને તેને ઘસો અને થોડીવાર સૂકાયા પછી તેને જેમ સામાન્ય રીતે કપડાં ધોતા હોય તે રીતે ધોઈ લો. કપડા પરના હઠીલા ડાઘ દૂર કરવાની આ સરળ રીત છે.

2. કાટના ડાઘ દૂર કરવા માટે ડુંગળીનો ઉપયોગ :
જો છરી કે કાતરને કાટ લાગી ગયો હોય અથવા તે ખૂબ જ ગંદી થઈ ગઈ હોય તો તેને સાબુથી ના ધોવા જોઈએ. તેના માટે તમે અડધી ડુંગળીને કાટના ડાઘ પર ઘસી શકો છો. આ જ રીતે તમે કોઈ જગ્યાએ કાટ લાગ્યો હોય ત્યાં પણ કરી શકાય છે.

ડુંગળીમાં રહેલું સલ્ફર તેની સાથે રિએક્ટ કરે છે અને કાટના ડાઘા હળવા થવા લાગે છે. જો તમે ઈચ્છો તો ડુંગળીના બદલે રસ્ટ ક્લીનરનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ પહેલા ડુંગળીનો ઉપયોગ કરવાનો ટ્રાય કરો કારણ કે તમારો ઘણો સમય બચી શકે છે.

3. મચ્છર-માખીઓને ભગાડવા માટે ડુંગળીનો ઉપયોગ :
તમે ડુંગળીનો ઉપયોગ મચ્છરોને ભગાડવા માટે પણ કરી શકો છો. પરંતુ અહીં તમારે ડુંગળી રાખવાને બદલે, તમારે તેને તમારા શરીર પર ઘસવું પડશે. જો તમે ક્યાંક બહાર જાઓ છો જ્યાં ઘણા જંતુઓ હોય, તો તમે તમારા ગળા પાસે અથવા તમારા હાથ અથવા તમારા પગના તળિયા પર ઝીણી સમારેલી ડુંગળી ઘસો અને તમારું કામ થઈ જશે.

જો કે, પગના તળિયા પર ડુંગળી ઘસવાથી, તમારા શરીરનું તાપમાન પણ નિયંત્રિત થાય છે અને જો તમને શરદી અથવા મોસમી તાવ હોય, તો તે પણ અમુક અંશે ઠીક થઈ શકે છે. આ સિવાય, તમારે વાળ માટે પણ ડુંગળીનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે ડુંગળીમાંથી બનેલા હેર પેક ખૂબ જ ઉપયોગી હોય છે.

4. સમારેલી ડુંગળીથી દુર્ગંધ દૂર કરી શકાય છે : તમે હંમેશા સાંભળ્યું હશે કે ડુંગળીમાંથી દુર્ગંધ આવે છે અને કાચી ડુંગળી પછી મોં માંથી પણ દુર્ગંધ આવે છે, પરંતુ શું તમે સાંભળ્યું છે કે તેનાથી દુર્ગંધ પણ દૂર કરી શકાય છે. વાસ્તવમાં, ડુંગળી જેટલી ગંધયુક્ત હોય છે તે ગંદી સ્મેલને શોષી શકે છે.

જો તમારા ભોંયરામાં, જૂતાની રેક વગેરેમાં પરસેવો અને ચામડાની ભીની અથવા દુર્ગંધ આવતી હોય તો તમે ડુંગળીને અડધી કાપીને તેમાં રાખી શકો છો. ડુંગળી હાજર તત્વો ખરાબ ગંધને દૂર કરવામાં સક્ષમ છે. તમારે માત્ર 1 રાત માટે ડુંગળી રાખવાની છે અને તમારું કામ થઇ જશે. આ ઉપાય વરસાદની ઋતુમાં ખૂબ કામ આવશે.

5. એવોકાડો સ્ટોર કરવા માટે ડુંગળીનો ઉપયોગ : ડુંગળીનો ઉપયોગ એવોકાડો જેવા વિદેશી ફળોનો સ્ટોર કરવા માટે પણ થાય છે. એવોકાડો ખૂબ જ ઝડપથી ભૂરું થવા લાગે છે અને ઘણા લોકો તેને એક જ વારમાં ખાઈ શકતા નથી. તેની કિંમત થોડી વધારે હોવાથી તેને લોકો સ્ટોર કરે છે.

પરંતુ તમે એવોકાડો બગડે નહીં તે માટે એક ટિપ્સ અપનાવી શકો છો. એટલે કે, ડુંગળીને અડધા ભાગમાં કાપીને એવોકાડોની બાજુમાં રાખી શકો છો અને પછી તેને કાચના બાઉલમાં સ્ટોર કરી શકો છો. આમાં કરવાથી એવોકાડો સડશે નહીં અને ડુંગળીમાં રહેલું સલ્ફર તેને બગડતા અટકાવશે.

તો, આ લેખ વાંચ્યા પછી તમે પણ જાણી ગયા હશો કે ડુંગળીનો આ બધી વસ્તુઓમાં પણ ઉપયોગ થાય છે. જો તમે આ હેક્સ પસંદ આવ્યા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આભાર.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા