These 5 foods will keep you young even in old age
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા જાણીએ છીએ કે ઘડપણ આવવું એ આપણા જીવનની કુદરતી પ્રક્રિયા છે, જેને કોઈપણ રોકી શકે તેમ નથી. આ જાણવા છતાં દરેક વ્યક્તિ લાંબા સમય સુધી યુવાન, સુંદર અને ફિટ દેખાવાની ઈચ્છા ધરાવે છે. પરંતુ આપણી ત્વચા શરીરનું સૌથી મોટું અંગ કહેવાય છે.

સૌથી પહેલા ઘડપણ ત્વચા પર જ દેખાય છે, જેમ કે ફાઇન લાઇન્સ અને કરચલીઓ જેવા વૃદ્ધત્વના સંકેતો દેખાવા લાગે છે. વધતી ઉંમર ઘડપણની સાથે શરીરના કામમાં પણ અસર કરે છે. પરંતુ તમે ચિંતા કરશો નહીં, આમાંના કેટલાક લક્ષણોને હેલ્દી ડાઈટ અને નિયમિતપણે કસરત કરીને કુદરતી રીતે નિયંત્રિત કરી શકાય છે.

આજે અમે તમને એવા જ 5 ખોરાક વિશે જણાવી રહ્યા છીએ, જે તમને અંદર અને બહાર બંને રીતે સારા બનાવીને તમને લાંબા સમય સુધી યુવાન દેખાવામાં મદદ કરી શકે છે. આ એન્ટી-એજિંગ ફૂડ્સ તમારી ત્વચાને સ્વસ્થ રાખી શકે છે અને વૃદ્ધત્વના સંકેતોને ધીમા કરી શકે છે.

આમળા ખાઓ

આમળા વિટામિન-સી અને ઓક્સિડન્ટ્સથી ભરપૂર છે. તેઓ ડેમેજ કોષોને પછ કરવામાં મદદ કરે છે અને તમારા શરીરને મુક્ત રેડિકલની ક્રિયાથી બચાવે છે. આ સાથે ત્વચાની રચના અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

ડાર્ક ચોકલેટ

ડાર્ક ચોકલેટને ઘણી સ્ત્રીઓ વૃદ્ધત્વ વિરોધી ખોરાક તરીકે ખાય છે . ફ્લેવોનોઈડ્સથી ભરપૂર, ડાર્ક ચોકલેટ લોહીના પ્રવાહને વધારવામાં મદદ કરે છે અને બદલામાં શરીરની ત્વચામાં પોષક તત્વો વહન કરવાની ક્ષમતાને વધારે છે. પરંતુ ડાર્ક ચોકલેટને વધુ ખાવાથી બચવું જોઈએ.

બદામ અને અખરોટ જેવા ડ્રાયફ્રુટ

બદામમાં ​​વિટામીન E છે જે ત્વચાની પેશીઓને સુધારવામાં મદદ કરે છે અને ત્વચાને હાનિકારક યુવી કિરણોથી બચાવે છે. અખરોટમાં એન્ટી ઈફ્લેમેટરી ગુણ હોય છે અને ઓમેગા -3 ફેટી એસિડ હોય છે, જે ત્વચાને ચમક આપે છે અને સાંધાઓને મજબૂત બનાવે છે. જે વધતી ઉંમર સાથે સ્ત્રીઓની સામાન્ય સમસ્યા છે.

એવોકાડો

એવોકાડો એક સ્વાદિષ્ટ ફળ છે, જે વૃદ્ધત્વના સંકેતોને રોકવા માટેનું સૌથી શ્રેષ્ઠ ફળોમાંથી એક છે. તેમાં રહેલું ઓલિક એસિડ બળતરા અને લાલાશને ઘટાડે છે તેમજ કરચલીઓને પડતા અટકાવે છે.

અળસીના બીજ

ફાયટોએસ્ટ્રોજેન અને ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર આ વૃદ્ધત્વ વિરોધી બીજ હોય છે. ઓમેગા-3 ફેટી એસિડ્સ ત્વચા અને વાળ માટે સારા છે અને સ્ત્રીઓમાં સંતુલિત હોર્મોન્સ અને વૃદ્ધત્વ વિરોધી માટે ખુબ જ જરૂરી છે.

આ વસ્તુઓ ખાવાની સાથે પોતાને હાઇડ્રેટ રાખવા માટે પૂરતું પાણી પીવું જરૂરી છે. આ એટલા માટે છે કારણ કે પૂરતું પાણી નથી પીતા તો હાઇડ્રેશન થઈ શકે છે. તેનાથી ચહેરા પર કરચલીઓ પડી શકે છે અને વૃદ્ધત્વ પ્રક્રિયાને વેગ મળે છે.

તમારે અંદર અને બહારથી સ્વસ્થ દેખાવું હોય તો આ હેલ્ધી ડાયટ ફોલો કરવું જરૂરી છે. ખાતરી કરો કે એક જ પ્રકારના ખોરાકને વળગી ન રહો, દરરોજ વિવિધ પ્રકારના ફળો અને શાકભાજી અને વિવિધ રંગો સાથે ખાતા રહો.

તો તમે પણ તમારા આહારમાં આ એન્ટી-એજિંગ ફૂડ્સનો સમાવેશ કરીને તમે પણ લાંબા સમય સુધી યુવાન રહી શકો છો. આવી વધુ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા