besan peda recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બેસન નારિયેળના પેડા એટલા સ્વાદિષ્ટ હોય છે કે તેને મોઢામાં નાખતા જ ઓગળી જાય છે. આ પેડાને માવા વગર કે ખાંડની ચાસણી વગર બનાવવામાં આવે છે. જેને રાંધવામાં વધારે મહેનત પણ લગતી નથી. ઓછા સમયમાં સ્વાદિષ્ટ મીઠાઈ બની જાય છે.

જે તમે મહેમાનની સામે આ બનાવીને સર્વ કરો છો તે પણ ખાધા પછી તમને પૂછશે કે આ ની બનાવવાની રીત અમને પણ જણાવો. તો આવો જાણીએ બેસન અને નાળિયેળનાં પેંડા બનાવવાની રીત.

બેસન નારિયેળ પેડા માટે જરૂરી સામગ્રી

  • બેસન – 1 કપ
  • દૂધ – 1 કપ
  • મિલ્ક પાવડર – 1/4 કપ
  • ખાંડ – 3/4 કપ
  • નાળિયેર છીણ 1/2 કપ
  • ઘી – 1/4 કપ
  • ગાર્નિશ કરવા માટે સિલ્વર વર્ક જરૂરિયાત મુજ

બેસન નાળિયેર ના પેડા બનાવવાની રીત

સૌથી પહેલા દૂધ અને નાળિયેરના છીણને મિક્સ કરીને રાખો. એક મિક્સર જાર લો અને તેમાં દૂધ અને નારિયેળનું છીણ ઉમેરો અને લગભગ એક મિનિટ સુધી પીસી લો. આ રીતે તમારું નારિયેળ અને દૂધનું મિશ્રણ તૈયાર છે.

આ રીતે બંનેને પીસીને પેડા બનાવશો તો ખૂબ જ સરસ બનશે. હવે એક બાઉલ લો અને તેના પર ચાળણી મૂકો અને ચણામાં ચણાનો લોટ નાખીને લોટ ચાળી લો. ચણાના લોટને ચાળી લેવાથી ચણાનો લોટ એકદમ સોફ્ટ બની જાય છે. તેમાં કોઈ કણી રહેતી નથી.

ચણાના લોટને ચાળી લીધા પછી, હવે પેડા માટે, એક નોન-સ્ટીક પેનમાં ઘી નાખો અને ઘીને ધીમી આંચ પર ઓગળવા દો. ઘી ઓગળવા માંડે એટલે તેમાં ચણાનો લોટ ઉમેરો અને ધીમા તાપે ચણાના લોટને 10 થી 12 મિનિટ સુધી શેકો અને સ્પેટુલાથી સતત હલાવતા રહો. જેનાથી ચણાનો કાચો રહેતો નથી અને ચણાના લોટમાંથી સારી સુગંધ આવવા લાગે છે.

બેસનને સતત હલાવતા રહીને લોટ શેકવાનો છે. જો તમે તેને હલાવતા નહિ રહો તો ચણાનો લોટ બળી જશે અને તેના કારણે પેંડાનો સ્વાદ સારો નહીં આવે. જ્યારે ચણાનો લોટ 10 મિનિટ સુધી શેક્યા પછી, ચણાના લોટમાંથી સુગંધ આવવા લાગે એટલે તેમાં એક ચમચી દેશી ઘી ઉમેરો અને તેને મિક્સ કરતા ફરી એક મિનિટ શેકો.

હવે તેમાં મિલ્ક પાવડર ઉમેરો અને મિલ્ક પાવડર નાખ્યા બાદ ચણાના લોટને મિલ્ક પાવડર સાથે હલાવતા રહો. જ્યાં સુધી ચણાના લોટમાં મિલ્ક પાવડર બરાબર મિક્સ થઈ જાય. જ્યારે મિલ્ક પાવડર અને ચણાના લોટ મિલક્સ થઇ જાય, ત્યાર બાદ તેમાં ખાંડ અને દૂધ અને નારિયેળનું છીણને પીસીને મિશ્રણ બનાવ્યું હતું તેને ઉમેરો અને મિક્સ કરતા રહો.

આ પણ વાંચો: રાજસ્થાનની પ્રખ્યાત વાનગી બેસન મરચા બનાવવાની રીત, ચા અને પરાઠા સર્વ કરો

દૂધ ઉમેર્યા પછી, મિશ્રણ પાતળું થઈ જશે અને જેમ જેમ ખાંડ તેમાં ઓગળવા લાગશે તેમ તેમ તે પાણી પણ છોડશે. એટલા માટે, હવે તમારે ચણાનો લોટ ત્યાં સુધી રાંધવાનો છે જ્યાં સુધી બેસન તવામાંથી છૂટું ના પડવા લાગે. આ સમયે ગેસની આંચ ધીમી જ રાખવાની છે.

જ્યારે ચણાનો લોટ પેનને છોડવા લાગે ત્યારે તેમાં એક ચમચી દેશી ઘી ઉમેરીને મિક્સ કરો અને વધુ 1 મિનિટ સુધી હલાવતા રહો. જ્યારે બેસન પેનમાંથી છૂટું પડવા લાગે અને કણક જેવું થઈ જાય તો ગેસ બંધ કરી દો.

પછી તેને એક બાઉલમાં કાઢી લો અને તેને 5 થી 6 મિનિટ માટે ઠંડુ થવા મુકો. તમારે કણકને વધુ ઠંડુ કરવાની જરૂર નથી. કણક એટલી ગરમ હોવી જોઈએ કે જ્યારે તમે તેમાંથી પેડા બનાવો ત્યારે તમારા હાથ બળી ન જાય. તમે સરળતાથી પેડા બનાવી શકો છો.

5 મિનિટ પછી પેડા બનાવવા માટે, બંને હાથને થોડું તેલ લગાવીને, કણકમાંથી થોડો ભાગ લઈને પેંડા બનાવી લો. બાકીના પેડા આ જ રીતે તૈયાર કરો અને પછી દરેક પેડા પર સિલ્વર વર્ક લગાવો. જો તમારી પાસે સિલ્વર વર્ક્સ નથી તો તમે પિસ્તાથી પણ ગાર્નિશ કરી શકો છો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા