teeth pain
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

અહીંયા તમણે જણાવીશું દાંત વિષેની માહિતી .ઘણા લોકોને દાંતની ઘણી મોટી સમસ્યા જોવા મળતી હોય છે. ઘણા લોકોના દાંત હલતા હોય છે તો ઘણાં લોકોના દાંત એકદમ પીળા જોવા મળતા હોય છે. જે લોકો કોઈ પણ પ્રકારનું વ્યસન કરતા હોય તો તે લોકોના દાંત પણ બગડેલા જોવા મળે છે અને ઘણા લોકોના દાંત એકદમ કાળા, સડો થઇ ગયો હોય એવા જોવા હોય છે.

આમ દાંતની ઘણી બધી સમસ્યા જોવા મળતી હોય છે જેથી આ લોકોને જમવામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે. અહીંયા આપણે વાત કરીશું હાલત દાંત વિષે. અહીંયા તમને ઘણા ઉપાયો સાથે માહિતી આપીશું જે કરવાથી તમારા હલતા દાંતની સમસ્યામાંથી છુટકારો અથવા તો રાહત મેળવી શકો છો.

1) સાફ-સફાઈ: તમારા મોં અને દાંતની યોગ્ય રીતે સફાઇ કરો. નિયમિતપણે સવાર અને સાંજ તેમજ રાત્રીના જમ્યા પછી બ્રશ કરવાની આદત રાખવી જોઈએ. દરરોજ જમ્યા પછી ગરમ પાણીથી કોગળા કરવાથી હલતા દાંતની સમસ્યામાં આરામ મેળવી શકાય છે.

2) કાળા મરી અને હળદર: કાળા મરી અને હળદરની ઘટ્ટ પેસ્ટ બનાવી લો અને હલતા દાંત પર તેને ૩૦ મિનિટ સુધી લગાવીને રાખો. આ પ્રયોગ કરવાથી દાંત હલતા બંધ થઈ જશે. આ ઉપાયને સતત એક થી બે અઠવાડિયા સુધી કરવો.

3) મીઠું અને સરસિયાનું તેલ: રોજ સવારે ઊઠીને મીઠું તેમજ સરસિયાનું તેલ મિક્સ કરી અને તમારા દાંતને સાફ કરો અને દુખાવો થતો હોય તો ત્યાં તેને હળવા હાથે મસાજ કરો. આવું કરવાથી તમારા દાંતમાં આરામ મેળવી શકાય છે.

4) આમળા: આમળામાં વિટામીન સી હાજર રહેલું હોય છે. જે પેઢાને મજબૂત બનાવે છે. તેમ જ હલતા દાંત માટે આમળાનું જ્યુસ ખૂબ જ સારો વિકલ્પ ગણાય છે તમે તેનાથી કોગળા પણ કરી શકો છો.

5) અજમાના પાન: અજમાના પાનનું તેલ હલતા દાંત પર લગાવીને હળવા હાથે મસાજ કરવાથી તેનાથી દાંતને ગરમી મળે છે અને હલતા દાંતની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

6) એક ગ્લાસ જેટલા પાણીમાં એક ચમચી મીઠું નાખો અને તેને મોમાં ભરી રાખો. તેનાથી દાંતના તમામ બેક્ટેરિયા મળી જશે અને મોં એકદમ સાફ થઇ જશે. તેમ જ હલતા દાંતની સમસ્યામાં પણ આરામ મેળવી શકાય છે

7) લીકવીડ ડાયટ: જો તમારા દાંત હલતા હોય તો તમારે કંઈપણ ચાવવાથી બચવું જોઇએ. તેનાથી દાંત પર વધુ ભાર પડે છે અને શક્ય છે કે દાંત તૂટી પણ શકે છે. એટલા માટે જો તમારા દાંત હલતા હોય તો તમે લિક્વિડ ડાયેટ લેવાનું રાખવું જોઈએ.

8) પીપરમિન્ટ ઓઇલ; પીપરમિન્ટ ઓઇલને આંગળીઓમાં લગાવી અને હલતા દાંત પર સરખી રીતે લગાવો અને મસાજ કરો. જેનાથી હલતા દાંતની સમસ્યા દૂર થશે અને તમારા દાંતને પણ આરામ મળશે .

9) લીલા શાકભાજી: દાંતમાં લીલા શાકભાજી ખૂબ જ ફાયદાકારક સાબિત થતા હોય છે. તેને ખાવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે અને દાંત નું ઇન્ફેકશન પણ ઓછું થાય છે.

10) લવિંગ નું તેલ: જો તમારા દાંત હલતા હોય તો તમે લવિંગના તેલનો ઉપયોગ કરી અને તે હલતા દાંત વાળી જગ્યા પર મસાજ કરો અથવા આખી રાત લવિંગનું તેલ તમારા હલતા દાંત પર લગાવીને રહેવા દો. જેનાથી તમારા હલતા દાંત માં ઘણો આરામ મેળવી શકાય છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા