આ રીતે ચા બનાવીને પીવો, ગમે તેવો થાક 2 મિનિટમાં ઉતરી જશે, જાણો ચા બનાવવાની 3 રીત

masala tea recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ભારતમાં સૌથી વધારે પીવાતું પીણું એટલે ચા. ચાનું નામ સાંભળતા જ અંદરથી તાજગીનો અનુભવ થાય છે અને ચા ની સાચી કિંમત ફક્ત ચાના શોખીન લોકો જ જાણે છે. ચા ના સાચા પ્રેમીઓનો પણ એક અલગ સમુદાય હોય છે. આ એવા લોકો હોય છે જેમની સવાર ચાના કપ વગર શરૂ થતી નથી અને જો સાંજના સમયે પણ ચા ન મળે તો તેમનો દિવસ અધૂરો અધૂરો લાગે છે.

તેમને ચા પીવા માટે કોઈ પ્રસંગ કે ખાસ સમયની જરૂર નથી હોતી, તેમના માટે દિવસનો કોઈપણ સમય ચાનો હોય છે. ચાના આ દીવાનગી જોઇને આપણે તેમને દોષ પણ નથી આપતા કારણ કે ચા વસ્તુ જ એવી છે. ચા એ સામાન્ય પીણું નથી પણ એક લાગણી છે અને આ અહેસાસ શિયાળાની ઠંડીમાં અલગ જ સુકુન આપે છે.

કડકડતી ઠંડીમાં ધ્રૂજતા હાથમાં ગરમ ​​ચાનો કપ હાથમાં આવે ત્યારે જે અનુભૂતિ થાય છે તેને કોઈપણ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. સમયની સાથે લોકો ગમે તેટલા બદલાતા રહે, ભલે અત્યારે લોકો કોફી તરફ ગયા હોય, પરંતુ જે તાજગી ચાની ચુસ્કીમાં છે તે બીજી કોઈ વસ્તુમાં નથી મળતી.

બાય ધ વે, તેને સસ્તી ગણીને, ચાને આરા-ગારા સમજવાની ભૂલ ન કરો કારણ કે ચામાં એટલી શક્તિ છે કે તે રસ્તાની બાજુની ટપરી પર અને 5-સ્ટાર હોટલમાં પણ વેચાય છે અને મોટા ભાગના ધંધાની લેવડદેવડ ચા ને લીધે જ થાય છે. કદાચ તમે જાણતા નહીં હોય, વિશ્વમાં ચાની લગભગ 3000 જાતો છે અને તે વિશ્વમાં સૌથી લોકપ્રિય પીણું પાણી પછી ચા આવે છે.

જો કે ચા દરેક રૂપમાં સ્વાદિષ્ટ હોય છે પરંતુ આપણી દેશી ચા ની વાત જ અલગ છે. આપણા દેશમાં ચાની ઘણી રીતે બનાવવામાં આવે છે, પરંતુ સૌથી વધારે 3 ખૂબ જ લોકપ્રિય ચાની રેસીપી છે જે અમે આજે તમારી સાથે શેર કરી રહ્યા છીએ.

મસાલા ચા : આપણું ખાવાનું તો મસાલેદાર હોય જ છે, પરંતુ ચા પણ મસાલાવાળી જ હોય છે. જેમણે મસાલા ચા પીધી છે તેઓ જાણે છે કે તે શિયાળામાં કેટલી રાહત આપે છે અને તે શરદીમાં પણ ખૂબ જ ફાયદાકારક છે.

સામગ્રી : ઈલાયચી 2-3, લવિંગ 3-4, આદુ 1 નાનો ટુકડો, તજ 1 નાનો ટુકડો, કાળા મરી 4-5 દાણા, પાણી દોઢ કપ, દૂધ દોઢ કપ, ખાંડ સ્વાદ મુજબ, ચા પત્તી 2 ચમચી.

બનાવવાની રીત : બધા આખા મસાલાને ડ્રાય પેનમાં 1 મિનિટ સુધી શેકી લો. તેમને થોડું ઠંડુ થયા પછી હળવા હાથે પીસી લો. જો તમે ઈચ્છો તો આ મસાલાને વધારે શેકીને પાવડર બનાવીને સ્ટોર પણ કરી શકો છો. ત્યાર બાદ આદુને પણ છીણી લો અથવા વાટી લો.

હવે એક તપેલીમાં દોઢ કપ પાણી ગરમ કરો. તેમાં ક્રશ કરેલ મસાલો, છીણેલું આદુ અને ખાંડ ઉમરીને પાણી 1 કપ થાય ત્યાં સુધી ઉકાળો. હવે તેમાં ચા પત્તી અને દૂધ ઉમેરો. 2-3 વાર ઉકળે પછી અથવા ચા નો રંગ આવે પછી ગેસ બંધ કરી ચા ને ગાળીને ગરમાગરમ સર્વ કરો.

ગોળની ચા : શિયાળાની અસલી મજા માણવી હોય તો એકવાર ગોળની ચા બાનવીને જરૂર પીવો. ગોળના સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. તે શરીરને ગરમ પણ રાખે છે, તેથી શિયાળામાં ગોળની ચા પીવી સારી છે. રેગ્યુલર ચા બનાવવા કરતાં ગોળની ચા બનાવવી થોડી મહેનતવાળું લાં છે પરંતુ તેને એકવાર પીધા પછી બધી મહેનત વસુલ થઇ જશે.

સામગ્રી : ગોળ પાવડર 4 ચમચી, સૂંઠ પાવડર 1 નાની ચમચી, વરિયાળી 1 નાની ચમચી, ઈલાયચી 2, ચા પત્તી 2 ચમચી, પાણી દોઢ કપ, દૂધ દોઢ કપ.

બનાવવાની રીત : એક તપેલીમાં દોઢ કપ પાણીને કરો. હવે તેમાં સૂંઠ પાઉડર, વાટેલી વરિયાળી, ઈલાયચીનો ભૂકો અને ચા પત્તી ઉમેરો. હવે તેમાં છીણેલો ગોળ ઉમેરો. ગોળ બરાબર ઓગળી જાય ત્યાં સુધી ઉકાળો.

હવે બીજા પેનમાં દૂધ ઉકાળો. એક કપમાં ચાને ગાળીને તેના પર ગરમ દૂધ નાખીને સારી રીતે મિક્ષ કરી લો. ગોળની ચામાં દૂધ અને ચા એક સાથે ના રાંધવાનું કારણ એ છે કે ગોળ સાથે રાંધવામાં આવે તો દૂધ ફાટી શકે છે.

લેમન આઈસ ટી : તમારામાંથી ઘણા એવા હશે જે ચા નથી પીતા પણ આઈસ ટી જરૂર પીતા હશે. લોકો એક ગ્લાસ આઈસ ટી પીવા માટે 150 થી 250 રૂપિયા ચૂકવતા પણ ખચકાતા નથી. પરંતુ હવે તમારે તમારી મનપસંદ આઈસ ટી પીવા માટે એટલા પૈસા ખર્ચવાની જરૂર નથી, આ રીતે ઘરે બનાવી શકો છો.

સામગ્રી : પાણી 5 કપ, ચા પત્તી 2 ચમચી, ખાંડ સ્વાદ મુજબ, લીંબુનો રસ 3 ચમચી, ફુદીનો 7-8 પાંદડા, લીંબુની સ્લાઈસ 4-5, બરફ જરૂર મુજબ.

બનાવવાની રીત : એક પેનમાં 5 કપ પાણી ગરમ કરો, પાણી ઉકળવા લાગે, ત્યારે તેમાં ચા પત્તી અને ખાંડ ઉમેરીને ઢાંકી દો અને ગેસ બંધ કરી દો. થોડી વાર પછી જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને એક વાસણમાં ગાળી લો. હવે તેમાં લીંબુનો રસ, લીંબુની સ્લાઈસ અને ફુદીનાના પાન નાખીને ફ્રિજમાં ઠંડુ થવા માટે મુકો. જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે ગ્લાસમાં બરફ નાખીને તેના પર ચાનું મિશ્રણ રેડીને તેને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીને પીરસો.