tadasan karvani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સવારે વહેલા ઉઠીને તમે શું કરો છો? મોબાઈલ જુઓ છો કે કોનો મેસેજ આવ્યો છે. પરંતુ જો તમે માત્ર 5 મિનિટ કાઢીને આ એક આસન કરો છો તો તે શરીર જકડી ગયું હોય તો તેમાં ફાયદો કરે છે અને આખો દિવસ ફિટ રાખે છે.

તો આજે અમે તમને તાડાસન વિશે જણાવવા જઇ રહ્યા છીએ, સાથે તે કરવાથી થતા ફાયદા અને સાવચેતીઓ વિશે પણ જાણીશું. તાડાસન કરવા માટે યોગ્ય સમય શું છે ? ભોજન કર્યા પછી તરત કરી શકો છો અથવા દિવસ કોઈપણ સમયે કરી શકાય છે પણ જો વહેલી સવારે કરવું ઉત્તમ છે. જે તમારા શરીરને ખૂબ સારી રીતે સ્ટ્રેચ (લચીલાપણું) કરે છે.

આપણે આખી રાત એક જ પોઝમાં સુઈ રહેવાથી આપણું શરીર કડક થઈ જાય છે. આવી સ્થિતિમાં સવારે આ આસન કરવાથી આપણા શરીરના ભાગોને ફરીથી સામાન્ય સ્થિતિ માં લાવે છે.

તાડાસન કરવાની રીત

આ આસન કરવા માટે, સૌ પ્રથમ સીધા ઊભા રહો અને બંને પગ વચ્ચે હિપ્સ જેટલું અંતર રાખો. આ પછી આંગળીઓને એકબીજા સાથે ફસાવીને, શ્વાસ લેતા આંગળીઓને ઉપરની તરફ લઇ જાઓ. હવે પગની એડી ઉપર તરફ ઉપાડો અને પંજા પર ઊભા રહીને સંતુલન બનાવવાનો પ્રયાસ કરો.

આમ કરતી વખતે શરીરની કેપેસીટી હોય સુધી રોકો અને પછી શ્વાસ બહાર કાઢતા હાથ અને પગની એડી, નીચે લાવો અને ધ્યાન રાખો કે હાથ ને નીચે લાવતી વખતે, હાથને ઢીલા ન છોડો,
આ રીતે બીજી વખત પુનરાવર્તન કરો.

ત્રીજી વખત કરતી વખતે પગની એડી ઉપાડીશું નહિ, ફક્ત હાથ ઉપર કરીશું અને શરીરને ઉપરની તરફ લંબાવશું. આ રીતે તાડાસનનો એક રાઉન્ડ પૂર્ણ થશે.

એક સમયે કેટલા સેટ કરવા યોગ્ય : શરૂઆતમાં સંતુલન બનાવવામાં સમસ્યા હોઈ શકે છે. જો તમે દરરોજ કરતા રહેશો તો તમે તેને વધુ સારી રીતે કરી શકશો. તમે આ આસનને 4-5 વાર પુનરાવર્તિત કરી શકો છો.

જો તમે આ આસન કરવામાં શિખાઉ છો, તો ઉપર ગયા પછી, તમે તરત જ પાછા આવી શકો છો. પરંતુ પાછા આવતી વખતે, ધ્યાન રાખો કે પાછા આવતી વખતે, હાથને ઢીલા છોડવાના નથી.

ફાયદા : આ આસન શરીરમાં અનુભવાતા ભારેપણાને દૂર કરે છે. આ સાથે શરીરને ફીટ રાખવામાં પણ મદદ છે. તે કરોડરજ્જુને સીધા કરવામાં ખૂબ ફાયદાકારક છે.

તાડાસન કરવાથી તમારું આખું શરીર લચીલું થઈ જાય છે. તે અંગોની સાથે શરીરના અન્ય ભાગોને પણ માલિશ કરે છે. તાડાસન કરવાથી પાચન સમસ્યાઓ પણ દૂર થાય છે.

જેમના માતાપિતા તેમના બાળકોની ઊંચાઈની ચિંતા કરે છે, તેઓએ પણ તેમના બાળકોને આ આસન કરવાની સલાહ આપવી જોઈએ. આ આસન શરીરમાં લોહીના પ્રવાહને સુધારે છે અને તમને અનેક બીમારીઓથી બચાવે છે.

આસન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો : જો તમને પગની ઘૂંટીઓ અથવા ઘૂંટણમાં કોઈ મોટી ઇજા થાય છે અથવા તીવ્ર પીડા થાય છે તો આ આસન ન કરો. આ આસન ક્યારેય ખાધા પછી તરત જ ન કરો. ઓછામાં ઓછા બેથી ત્રણ કલાક પછી જ કરો

જો હાઈ બ્લડ પ્રેશર છે, તો આ આસન કરતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો. સગર્ભાવસ્થાના પ્રારંભિક મહિનામાં, તમે એડી ને ઊંચી કરીને આ આસન કરો તેના પછી તમે એડી ઊંચી કાર્ય વગર કરો જેથી સંતુલન જળવાઈ રહે અને નીચે પડી જવાનો ભય ન રહે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા