કિસમિસ – સૂકી દ્રાક્ષ બનાવવાની સરળ રીત – Suki Dhraksh Banavani Recipe

0
337
Suki Dhraksh Banavani Recipe

આજે કોઇ રેસીપી શિખવવાના  નથી પણ દરેક મહિલાઓ ને ખુબજ ઉપયોગી થાય તેવી માહિતી આપવાના છિએ. આજે તમને જણાવીશું કે બજાર માં મળતી લીલી દ્રાક્ષ ની તમે ઘરે કેવી રીતે સૂકવણી કરી શકો છો. આ દ્રાક્ષ બજાર જેવી જ ઘરે બનેે છે. તો તમેે પણ ઘરે બનાવવાનો પ્રયત્ન કરી  શકો છો.

લીલી દ્રાક્ષની સુકવણી: સૌ પ્રથમ લીલી દ્રાક્ષને બરાબર ધોઈને સાફ કરી લો. જો દ્રાક્ષ માં નાના દાગ વાળી દ્રાક્ષ હોય તો જુદી કરો ને એકસરખી દ્રાક્ષ બાઉલમાં ભેગી કરો. હવે એક મોટુ વાસણ લઈ તેમાં પાણી ઉમેરી ગેસ પર ગરમ થવા દો. અહિયાં તમારે દ્રાક્ષડૂબે એ પ્રમાણે પાણી લઇ ગરમ કરવાનું છે ઉકાળવા નું નથી. જ્યારે પાણી બરાબર ગરમ થાય ત્યારે દ્રાક્ષ તેમાં ઉમેરો,આંચ મધ્યમ રાખો.

હવે તમે જોઈ શકસો કે ધીમે ધીમે દ્રાક્ષનો રંગ બદલાશે અને તે પાણીની સપાટી પર આવશે. જ્યારે પાણીની સપાટી પર આવે એટલે તેને હલાવીને ચેક કરો કે બધી દ્રાક્ષ થઇ ગઇ છે કે નહીં. જો દ્રાક્ષ થઈ ગઈ હસે તો એના પડ ઉપર કરચલીઓ દેખાશે , અને એમાં નાની તિરાડ પણ દેખાશે.

હવે ઝડપ થી ગેસ બંધ કરી તેને ચારણી માં ઝડપથી કાઢી લો. વધારે સમય ગરમ પાણી માં રાખવાની જરૂર નથી. જો વધારે સમય ગરમ પાણી માં રાખશો તો આપડે જોઈએ એવી દ્રાક્ષ નહિ બને. ચારણી માંથી બધુંજ પાણી નીતરી જાય અને દ્રાક્ષ કોરી થાય , ત્યારે એક સ્વચ્છ કપડા પર તેને એક એક કરીને ગોઠવો એને પંખા ની હવાથી સુકાવા દો.

જો બીજે દિવસે ,સુર્ય નો કુમળો તડકો આવતો હોય તો જ એક કલાક માટે તડકામાં ઉપર કપડું ઢાંકી મુકો. પછી ફરી પંખાની હવાથી સુકાવા દો. અહિયાં તમારે ધ્યાન રાખવાનું ક જો આકરો તાપ એને મળશે તો ખેંચાઇને ચવવડ થઇ જશે. તમે બસ થોડી કાળજી રાખશો ૩-૪ દિવસ માં દ્રાક્ષનો રંગ બદલાઇ જશે. એક બે વખત એને હલકા હાથે ફેરવવી.

તો અહિયાં તમારી પાસે બજાર જેવી જ મોઘી દ્રાક્ષ તૈયાર થઈ હસે. તમે આ મોઘી દ્રાક્ષ  ખુશ મન ભરીને ખાઇ શકો છો.