strong bones tips
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સ્વસ્થ્ય અને નિરોગી જીવન જીવવું એ બધા લોકોની પસંદ હોય છે. પણ અત્યારના ઝડપી જીવનમાં આપણું ખાન પાન પહેલા કરતા સાવ બદલાઈ ગયું છે. અત્યારે બધા લોકો ઘર કરતા બહાર મળતી બજારની વસ્તુ વધુ પસંદ કરે છે. આ બહારની વસ્તુ શરીર માટે ખુબજ નુકસાનકારક સાબિત થાય છે.

જો શરીર ને તંદુરસ્ત રાખવું હોય તો શરીર માં કેલ્શિયમ અને પ્રોટીનની માત્રા ખુબજ જરૂરી છે. શરીર માં કેલ્શિયમની ઉણપમના કારણે સૌથી પહેલા આપણા હાડકા નબળા પડી જાય છે. તો અહીંયા આપણે જોઈશું એવી પાંચ વસ્તુ વિષે જે હાડકાને નબળા પાડી દે છે.

1) કોલ્ડ્રીંકસ: કોલ્ડ્રીંકસ ની અંદર ભરપૂર માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ રહેલું હોય છે. જે આપણા હાડકાને ધીરે-ધીરે ખોખરા કરી દે છે. કોલ્ડ્રીંકસની અસર તમને પીધા પછી તરત જ પાંચ મિનિટ માં તેની અસર જોવા મળે છે. પણ આ કોલ્ડ્રીંકસ ધીરે ધીરે તમારા હાડકા પાર પણ અસર કરે છે.

2) ચા: કામ કરીને થાકી ગયા હોય અથવા તો માથું દુખતું હોય અને ચા પીવો તો તે જરૂરથી તાજગી આપશે પણ આજ ચા તમારા હાડકાને નરમ પાડે છે. ઈગ્લેન્ડમાં થયેલા એક સંશોધન પ્રમાણે વધારે પડતી ગરમ ચા પીવાથી પેટને જોડતી નળીઓ પર તેની ગંભીર અસર પડે છે. જેનાથી પેટમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓ સર્જાય છે.

3) નમક: વધુ માત્રામાં નમક ખાવાથી તમારા હાડકા સાવ નબળા પડી જશે કારણ કે મીઠા ની અંદર એવી ખરાબ શક્તિ રહેલી હોય છે જે તમારા શરીરમાં રહેલ કેલ્શિયમ ને પેશાબ મારફતે બહાર કાઢે છે. જેથી હાડકા નબળા પડે છે. આથી નમક સાવ ઓછું જ એટલે કે પ્રમાણસર ખાવું જોઈએ.

4) ચોકલેટ: ચોકલેટ આમ તો આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે સારી છે. પરંતુ આપણા હાડકા ના સ્વાસ્થ્ય માટે સાવ ખરાબ હોય છે. કારણકે ચોકલેટ ની અંદર શુગર વધારે માત્રામાં રહેલું હોય છે. જે કેલ્શિયમને આપણા શરીરમાં એકઢું નથી થવા દેતું. તેથી ચોકલેટ ઓછી ખાવી જોઈએ અથવા ન ખાવી જોઈએ.

5) કોફી: કોફી ની અંદર કેફીનની માત્રા વધારે પ્રમાણમાં રહેલી હોય છે. જે આપણા હાડકા ને સાવ ખોખલા બનાવી દે છે. તેથી કોફી પીવાની ટાળવી જ જોઈએ. આ 5 વસ્તુઓ તમારા શરીરમાં રહેલ કેલ્શિયમ ને નષ્ટ કરે છે અથવા કહી શકો કે બનવા નથી દેતી. તેથી દરેક લોકોએ આ વસ્તુ ને ખાવાનું અથવા તો પીવાનું ટાળવું જોઇએ.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી મોકલજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી રસોઈ ટિપ્સ, સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા