ટેન્શન ફ્રી રહેવા માટે તમારા ડાઇટમાં આ 5 વસ્તુઓ ખાવાથી શરુ કરો

stress relief food in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજના સમયમાં દરેક વ્યક્તિને કોઈને કોઈ પ્રકારનું ટેંશન હોય છે. આ તણાવ આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. જેના કારણે શરીરને અનેક પ્રકારની બીમારી પણ થવાની શક્યતા વધી શકે છે. આવી સ્થિતિમાં, તમે વારંવાર માનસિક અને શારીરિક રીતે બીમાર થતા રહો છો.

તમારી સાથે આવું ન થાય તે માટે સૌથી પહેલા તમારા ખાવા-પીવા પર વધુ ધ્યાન આપવું જોઈએ, પછી તમે તણાવથી દૂર રહેશો. જો કે આના માટે ઘણા રસ્તાઓ છે, જેને અપનાવીને તમે તણાવમુક્ત રહી શકો છો, તો ચાલો જાણીએ કે કેવી રીતે તણાવમુક્ત રહી શકાય..

ડાર્ક ચોકલેટ : ડાર્ક ચોકલેટમાં એન્ટીઓક્સીડેન્ટ વધુ માત્રામાં હોય છે જે તણાવ ઓછો કરવામાં ઘણી મદદ કરી શકે છે. તેને મર્યાદિત માત્રામાં ખાવાથી જ્યાં મૂડ સારો રહે છે, ત્યાં વધુ માત્રામાં તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થાય છે.

નટ્સ : નટ્સમાં વિટામીન, ઝિંક, મેગ્નેશિયમ ભરપૂર જોવા મળે છે. તેમાં હાજર વિટામિન બી અને મેગ્નેશિયમ તણાવ ઓછો કરે છે. તમારા આહારમાં નટ્સનો સમાવેશ કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જેમાં ખાસ કરીને બદામ, પિસ્તા અને અખરોટ તણાવની સાથે બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદ કરે છે.

સ્ટ્રોબેરી, બ્લુબેરી, રાસ્પબેરી : બેરીમાં ઘણી બધી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. જે શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. સ્ટ્રોબેરી, બ્લૂબેરી, રાસબેરીમાં વિટામીન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે જેનું સેવન કરીને તણાવ દૂર કરી શકાય છે.

ગ્રીન ટી : ગ્રીન ટીમાં એક થિયામીન નામનું ખાસ એમિનો એસિડ જોવા મળે છે, જે મગજને સ્વસ્થ રાખે છે અને તણાવ ઘટાડવામાં અસરકારક માનવામાં આવે છે. એટલું જ નહીં, ગ્રીન ટીમાં હાજર આ એસિડ કોર્ટિસોલ સ્ટ્રેસ હોર્મોનને પણ ઘટાડે છે.

ઇંડા : તણાવમુક્ત રહેવા માટે ઈંડાનું સેવન પણ ફાયદાકારક છે. ઈંડામાં મેગ્નેશિયમ અને એમિનો એસિડ ભરપૂર માત્રામાં હોય છે જે હેપ્પી હોર્મોન્સના ઉત્પાદનમાં મદદ કરે છે, જેના કારણે તમે તણાવ ઓછો અને સ્ફૂર્તિ અનુભવો છો.

હવે જો તમે પણ આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં તણાવમાં રહો છો તો આ વસ્તુઓનું સેવન કરી શકો છો. જો તમને આ માહિતી ઉપયગો લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.