ghee rotli khavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજના સમયમાં લોકો જંક ફૂડ, ફાસ્ટ ફૂડ અને ઓઈલી ફૂડના દીવાના બની ગયા છે. આ પદાર્થોનું યોગ્ય રીતે અને યોગ્ય સમયે સેવન કરવું ખુબ જ જરૂરી છે. જેથી શરીરને ભરપૂર માત્રામાં પોષણ મળી શકે. તબીબોના મતે, ઘણા લોકો વજન ઘટાડવા માટે સૌથી પહેલા પોતાના આહારમાંથી ઘી દૂર કરી નાખે છે.

ઘણા લોકો રોટલી પર ઘી લગાવીને ખાવાનું પસંદ કરે છે. શું આપણે ઘી સાથે રોટલી ખાવી જોઈએ કે નહીં ? શું તેનાથી વજન વધી જાય છે?? ચાલો જાણીએ કે આવું કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહીં.

વજનને નિયંત્રિત કરે છે : જો તમે વજન ઘટાડવા માટેના પ્રયત્નો શરુ કરી દીધા છે, તો તમારા માટે ઘી સાથે રોટલી ખાવી ખૂબ જ જરૂરી છે કારણ કે શુદ્ધ ઘીમાં CLA હોય છે અને તે મેટાબોલિઝમ એક્ટિવ રાખે છે. આનાથી તમારું વજન ઝડપથી ઘટવા લાગે છે.

પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે : CLA ઇન્સ્યુલિનની માત્રા ઓછી રાખે છે. જ્યારે તેને રોટલીમાં મિક્સ કરવામાં આવે છે, ત્યારે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘટે છે, જેથી તે તરત જ લોહીમાં પરિવર્તિત થતો નથી, જેના કારણે સુગર વધતું નથી અને પેટ પણ ભરેલું લાગે છે. સુગરના દર્દીઓ માટે આ બંને વસ્તુઓ જરૂરી છે.

ત્વચાની ચમક વધારે છે : દેશી ઘીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ત્વચા માટે ફાયદાકારક છે. ઘી લગાવેલી રોટલી ખાવાથી ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. ખરેખર, ઘી ત્વચાના મૃત કોષોને નષ્ટ કરે છે, જેનાથી ખીલ અને પિમ્પલ્સની સમસ્યા દૂર થાય છે અને ચહેરા પર ચમક વધે છે.

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ વાયરલ થઈ રહી છે : સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકરે પણ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતી વખતે લખ્યું છે, ‘ઘીમાં રસોઈ બનાવવી અથવા ઘીમાં દાળ, ભાત, ભાખરી અને રોટલીનો સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં આવશ્યક ફેટી એસિડ હોય છે અને તે શરીરમાં વિટામિન ડી, એ અને ઇની ઉણપને પૂરું કરે છે.

શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે : રોજ એક ચમચી ઘી ખાવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે અને શરીરને ડિટોક્સિફાય થાય છે. તેનાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બને છે.

રોજ ઘી ખાઓ પણ કેટલું ખાવું તે પણ જાણો : ઘી ખાવું સ્વાસ્થ્ય માટે સારું છે, પરંતુ જો તે ખૂબ વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. તેથી યાદ રાખો કે દરરોજ માત્ર એક ચમચી ઘી કરતાં વધુ ન ખાવું જોઈએ.

જો તમે પણ ઘી ખાતા નથી તો આજથી શરુ કરો, કારણ કે દરરોજ માત્ર 1 ચમચી ઘી નું સેવન કરવાથી વજન વધતું નથી. જો તમને માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા