બાળકનો જન્મ થાય ત્યારથી તે તેની આસપાસના લોકોની ભાષા શીખવા લાગે છે. જે શબ્દો વડીલો બોલે છે તે ધીરે ધીરે બાળક તેનો ઉપયોગ કરવા લાગે છે. તેથી જ ક્યારેક અજાણતા વડીલો દ્વારા બોલાયેલા અપશબ્દો ક્યારેક બાળકની ભાષાનો એક ભાગ બની જાય છે.
જ્યારે બાળક બોલવાનું શરૂ કરે છે ત્યારે માત્ર માતા-પિતા માટે જ નહીં પરંતુ દરેક માટે ખુશીનો માહોલ હોય છે. પરંતુ મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે માતા-પિતાની લાડકી અથવા લાડલો ગાળો બોલવાનું શરુ કરે છે. જ્યારે આવું થાય છે ત્યારે માતાપિતા પણ અટવાઇ જાય છે.
તેઓ પણ ડરતા હોય છે કે આગામી સમયમાં તેમનું બાળક કોની સામે આ ગંદા શબ્દો બોલશે. એટલે જ જ્યારે પણ બાળક આવા શબ્દો બોલવાનું શરૂ કરે છે ત્યારે મમ્મી-પપ્પાના શ્વાસ અધ્ધર થઇ જતા હોય છે.
બાળકો હજુ એટલા નાના હોય છે કે તેમને ધમકાવી પણ નથી શકાતા. તેથી તમે કેટલીક પદ્ધતિઓ અજમાવી શકો છો જેથી બાળક સારી વાતો બોલતા શીખે અને આ ગંદા શબ્દો બોલવાનું બંધ કરે.
બાળકો આ ગંદા શબ્દો કેવી રીતે શીખે છે?
બાળકો ઘણીવાર તેમની આસપાસના મોટા લોકો જે બોલે છે તેને સાંભળીને શીખે છે. જો તમને અથવા તમારા પાર્ટનરને એવી આદત હોય કે જ્યાં તમે વાત કરતી વખતે અપશબ્દો કે ગંદા શબ્દો બોલો છો તો ચોક્કસ બાળક પણ તે બોલતા શીખશે.
પરંતુ તે હંમેશા માતાપિતાની ભૂલ નથી હોતી. જો તમારું બાળક પ્લેસ્કૂલમાં જાય અથવા ક્યાંક પાર્કમાં રમવા જાય છે તો ત્યાં પણ બીજા બાળકોને પણ આવા શબ્દો કહેતા સાંભળીને શીખી શકે છે.
આ સિવાય ટીવીમાં અને ઈન્ટરનેટ પર દરેક વસ્તુ મળી રહે છે. બાળકોના કાર્ટૂનમાં પણ એવા શબ્દોનો ઉપયોગ થાય છે જેના 2 અર્થ થતા હોય છે. વિડીયો ગેમ્સ અને ફિલ્મોમાં ઘણા ડાઈલોગ હોય છે જેને બાળકો તરત જ પકડી લે છે અને તેઓ બોલવાનું શરૂ કરે છે.
બાળકો આવા ગંદા શબ્દો કેમ બોલે છે?
બાળકો ગાળો બોલવી અને ગંદા શબ્દો ઘણા કારણોસર બોલવાનું શરૂ કરે છે. પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં તેઓ તેનો અર્થ પણ જાણતા નથી હોતા અને તેઓને ખબર પણ નથી હોતી કે આ ખરાબ શબ્દો છે.
બાળકો જે પણ સાંભળે છે તે તરત જ બોલવાંમાં ઉપયોગ કરે છે. ઘણી વખત જ્યારે બાળકો આવા ગંદા શબ્દો બોલે છે ત્યારે ઘણા વડીલો પણ હસવા લાગે છે, તેથી જ બાળકો પોતાને રમુજી સાબિત કરવા માટે આવા શબ્દો વારંવાર બોલવાનું ચાલુ રાખે છે.
ભીડમાં તમારી તરફ ધ્યાન દોરવાનો આ પણ સારો રસ્તો છે અને જો તમે તેને વારંવાર આ ખરાબ શબ્દો બોલવા પર ધમકાવશો તો બાળકો પણ તમને હેરાન કરવા માટે જાણીજોઈને આવા શબ્દો વધુ બોલે છે.
તમારે શું કરવું જોઈએ
તમે તમારા બાળકના ગંદા શબ્દો પર કેવી રીતે જોવો છો તેના પર આધાર રાખે છે કે બાળક આગળ આ શબ્દો બોલવાનું બંધ કરશે કે નહીં. આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ તે અમે તમને જણાવીશું.
ઓવર રિએક્ટ ના કરો : જો બાળકે પહેલીવાર ગાંડો શબ્દ બોલે છે તો તમે હસશો નહીં કે હોબાળો કરશો નહીં. તમે શાંત રહો અને તેને સમજાવો કે તે જુએ બોલે છે તે ગાંડો શબ્દ છે, જે ના બોલવું જોઈએ. જો તમે બાળકને પ્રેમથી સમજાવશો તો તે ચોક્કસ સમજી જશે.
આ પણ વાંચો: બાળક જૂઠું બોલે છે તો તેને મારશો કે ધમકાવશો નહીં, બસ કરી લો આ નાનકડું કામ
ગુસ્સામાં તેને ધમકાવશો નહીં
બાળકને હજુ પણ ગંદા શબ્દોનો અર્થ ખબર નથી. તેણે ક્યાંકથી સાંભળ્યું અને ક્યાંક બોલ્યું. તેથી જ તેના પર ગુસ્સે થઈને ધમાકવશો નહીં. આમ કરવાથી તેનામાં વિદ્રોહની ભાવના આવશે અને જાણીજોઈને તમને ચીડાવવા માટે આવા શબ્દો વારંવાર બોલશે.
આવા શબ્દો પર હસીને તેને પ્રોત્સાહન ના આપો
ઘણી વખત બાળક આવા શબ્દો બોલે છે ત્યારે માતાપિતા મજાકમાં લે છે. આમ કરવાથી બાળકને લાગશે કે તેણે કોઈ સારું કામ કર્યું છે. ભવિષ્યમાં તે તમને અથવા મહેમાનોને હસાવવા માટે આવા શબ્દોનો ઉપયોગ કરશે. તેથી શક્ય તેટલી વહેલી તકે તેને સમજાવો.
તેઓ ટીવી પર શું જોઈ રહ્યાં છે તેને ચેક કરો
ઘણી વખત આપણે બાળકોને ટીવી સામે બેસાડીને આપણે આપણા કામમાં વ્યસ્ત થઈ જઈએ છીએ. આવી સ્થિતિમાં બાળક શું જોઈ રહ્યું છે અને તેમાંથી શું શીખી રહ્યું છે તે આપણી નજરથી દૂર હોય છે.
તેથી જો તમે તમારા બાળકોના ટીવીના પ્રોગ્રામનું ધ્યાન રાખો તો સારું રહેશે. તમારે જાણવું જોઈએ કે તેઓ શું જોઈ રહ્યા છે અને તેઓ શું શીખી રહ્યા છે. યાદ રાખો, આ તે સમય છે જ્યા બાળકોની આદતો સુધારી શકાય છે અને અને બગડવાનો સમય પણ આજ છે.
તેથી તમારા બાળકને ખૂબ પ્રેમથી સારી ભાષાનો ઉપયોગ કરવાનું શીખવો. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાવાનું ભૂલશો નહીં