sopari khavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સોપારી વિશે આપણે બધાં જ જાણીએ છીએ. આયુર્વેદિક પુસ્તકોમાં સોપારી ને એક સારી ઔષધી ગણવામાં આવી છે. આપણે સોપારીનો ઉપયોગ નાની-મોટી બીમારી કે રોગને મટાડવા માટે કરી શકીએ છીએ પરંતુ સોપારી વિશે આપણને પુરી માહિતી ન હોવાથી આપણે તેનો પૂરેપૂરો ઉપયોગ કરી શકતા નથી.

તો સોપારી વિશે પૂરી માહિતી જાણીલો જે તમને ઉપયોગી થઇ શકે છે. અહિયાં સોપારીના આપણે એવા ૧૦ ફાયદા વિશે જાણીશું જે સોપારી ના કારણે થાય છે અને કયા રોગોને મટાડે છે વિશે પણ જાણીએ.

સોપારીના પાવડર અને ઈલાયચી ના પાઉડરને મધ સાથે મિક્સ કરી મોમાં પડેલા ચાંદા કે ચાંદી ના ભાગ પર લગાવવાથી આ ચાંદી કે ચાંદા મટે છે. આ માટે તમારે સોપારીનો એકદમ પાઉડર બનાવી લેવાનો છે અને ઈલાયચીનો પણ પાવડર બનાવવાનો છે. 

૪-૬ ml સોપારી નો રસ કાઢીને તે રસ પીવાથી પેટમાં ઉત્પન્ન થયેલા કીડા મરી જાય છે, એકદમ સાફ થાય છે અને મળ છુટો પડીને નીકળી જાય છે.

૨ થી ૫ ગ્રામ જેટલું સોપારી નું ચૂર્ણ છાશ સાથે લેવાથી આંતરડાના ને લગતી કોઈપણ બીમારી મટી જાય છે. સાથે આંતરડા કાચ જેવા સ્વચ્છ અને ચોખ્ખા થઈ જાય છે.

સોપારીના ચૂર્ણ ને સડા અથવા દાંતોમાં જે ભાગ પર દુખાવો થાય છે ત્યાં લગાવવાથી દાંતનો સડો ઠીક થાય છે અથવા દુઃખાવો શાંત પડે છે. સોપારી નો પાવડર તથા એક થી બે ગ્રામ હળદર મિક્સ કરી તેમાં ખાંડ ઉમેરી પીવાથી ઉલ્ટી ફટાફટ બંધ થાય છે.

જે લોકોને પેશાબ વારંવાર આવવાની તકલીફ છે અથવા પેશાબ રોકાઈ રોકાઈને આવે છે આવી કોઈપણ જાતની પેશાબને લગતી તકલીફ દૂર કરવા માટે સોપારીનો ભૂકો અને ખેરના વૃક્ષની છાલને પાણીમાં નાખી ગરમ કરી તેમાં મધ ભેળવી પીવાથી મૂત્ર રોગ દૂર થાય છે 

ચામડીના રોગો માટે સોપારી ના દાણા ને પીસીને તેનો લેપ લગાવવાથી શરીરમાં કોઈ પણ જગ્યા ઉપર ઘા હોય તો તે રુઝાઈ જાય છે. દાદર, જૂનામાં જૂની ખરજવું કે ગુમડા ની તકલીફ દૂર થાય છે.

સોપારીના પત્તાના રસને નારિયેળના તેલમાં ભેળવી કમર પર માલિસ કરવાથી કમરનો દુખાવો દૂર થાય છે. આવું કરવાથી જે લોકોને સતત કમરનો દુખાવો રહે છે, જેને  કેટલાય દિવસથી કમરનો દુખાવો છે તે પણ દૂર થાય છે.

રોજ થોડી માત્રામાં અથવા અઠવાડિયે બે વખત થોડી-થોડી માત્રામાં સોપારી નું સેવન કરવાથી જે લોકોનું લોહી જાડું હોય તેમનું લોહી પાતળું થાય છે અને હૃદયને લગતી સમસ્યા સારી થાય છે.

જે લોકોને હાઈ બીપીની સમસ્યા હોય તેમના માટે પણ સોપારી વરદાન સ્વરૂપ સાબિત થાય છે આવું આયુર્વેદિક પુસ્તકો ની અંદર નોંધાયેલું છે.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહી.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી Share કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ, ટ્રીક અને રેસિપી જોવા અને ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા