ઘણા લોકોને સૂવા માટે ઓશીકાની જરૂર પડે છે. કેટલીક વાર તો લોકોને ઓશીકા વગર તો ઊંઘ જ નથી આવતી. તેઓ ઓશીકું લગાવવાથી આરામ અનુભવે છે, કેટલાક લોકોને એવું લાગે છે કે ઓશીકું લગાવવાથી ગરદન અને કરોડરજ્જુને આરામ મળે છે.
જો કે, આપણે બધાને માથા નીચે મુલાયમ ઓશીકું રાખીને સૂવાની આદત છે. પરંતુ શું તમે જાણો છો કે ઓશીકું રાખીને સૂવાની આ આદતથી પિમ્પલ્સ અને કરચલીઓ સિવાય કરોડરજ્જુ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે ઓશીકા વગર સૂવાના ફાયદા શું થાય છે.
કરચલીઓ : કદાચ તમે જાણતા નહીં હોય, કે ઓશીકા પર સૂવાથી પણ ચહેરા પર કરચલીઓ પડી શકે છે. જો તમે ઓશીકા પર ચહેરો રાખીને સુવો છો તો તમારી આ આદત ચહેરા પર કરચલીઓનું કારણ બની શકે છે. આ રીતે સૂવાથી તમારા ચહેરા પર કલાકો સુધી દબાણ રહે છે જેનાથી બ્લડ સર્ક્યુલેશન પ્રભાવિત થાય છે અને ચહેરાની સમસ્યાઓ ઉભરી આવે છે.
ખીલથી છુટકારો મેળવો : ઘણી વખત ગંદા તકિયામાં રહેલા માટીના કણો રાત્રે સૂતી વખતે આપણી ત્વચા પર ચોંટી જાય છે અને સવારે આ દૂષિત કણો ખીલની રચનાનું કારણ છે. તેથી કાં તો તમે ઓશીકાનો ઉપયોગ ના કરો અથવા તેને તમારા ચહેરાથી દૂર રાખો.
તેના સીધા સંપર્કમાં આવવાથી ચહેરા પર પિમ્પલ્સ થવાની સાથે ત્વચાના રોમછિદ્રો પણ બંધ થઈ જાય છે. કારણ કે ઓશીકાની ગંદકીના કારણે આ છિદ્રો ભરાઈ જાય છે અને આને કારણે ચહેરાની ત્વચાને ઓક્સિજન સરળતાથી મળતો નથી અને તમારો ચહેરો સુકાઈ જવા લાગે છે.
પીઠ દર્દ દૂર થાય છે : જો તમે વારંવાર પીઠ, કમર કે આસપાસના સ્નાયુઓમાં દુખાવો થવાનો અનુભવ કરી રહયા હોય તો તકિયા વગર સૂવાનું શરૂ કરો. વાસ્તવમાં આ સમસ્યા કરોડરજ્જુને કારણે થાય છે, જેનું મુખ્ય કારણ તમારી ઊંઘ ટેવ છે.
ઓશિકા કે તકીયા વગર સૂવાથી કરોડરજ્જુ સીધી રહેશે અને તમારી દુખાવાની સમસ્યા ઓછી થશે. આ સિવાય, ગરદન અને ખભા સિવાય પીઠમાં દુખાવો તમારા ઓશીકાને કારણે થાય છે. ઓશીકા વગર સૂવાથી આ અંગોમાં લોહીનું પરિભ્રમણ સુધારે છે અને તમે દર્દથી રાહત મેળવી શકશો.
તણાવ દૂર થાય છે : ક્યારેક ખોટા ઓશીકા માનસિક સમસ્યાઓ આપી શકે છે. જો તમારું ઓશીકું કઠણ છે તો તે તમારા મગજ પર બિનજરૂરી દબાણ લાવે છે, જેbenefits of sleeping without a pillowનાથી માનસિક વિકારની શક્યતા વધી જાય છે. નિષ્ણાતો મુજબ ઓશીકું વગર સૂવાથી સારી ઊંઘ આવે છે અને તમને સારી અને શાંત ઊંઘ આવવાથી તેની અસર તમારા મૂડ અને સ્વાસ્થ્ય પર પડે છે.
તમે જુવાન દેખાશો : ક્યારેક તકિયાના ઉપયોગ કરવાથી આપણને સારી ઊંઘ નથી આવતી. આ કારણે આપણે દિવસભર થાક અનુભવીએ છીએ. જો તમે ઓશીકું વગર સૂશો તો તમને સારી ઊંઘ આવશે અને ત્વચા પર કોઈ દબાણ નહીં આવે અને તમે યુવાન અનુભવશો.
હવે આ બધું જાણ્યા પછી તમે પણ ઓશીકા સાથે સૂશો કે ઓશીકા વગર સુવાનો પ્રયાસ કરશો. જો તમને પણ આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયલા રહો, અહીંયા તમને આવી જ જીવનઉપયોગી માહિતી મળતી રહેશે.