અમેરિકાના પ્રોફેસર વોલ્કર કહે છે કે આ 5 વસ્તુઓનું ધ્યાન રાખશો તો રાત્રે પથારીમાં પડતા જ ઊંડી ઊંઘ આવી જશે

sleeping night problems
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સારી ઊંઘ એ સ્વસ્થ શરીર અને સ્વસ્થ મનની નિશાની છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે રાત્રે તેને શ્રી ઊંઘ આવે પરંતુ ઘણી વખત સારી ઊંઘ માટે જરૂરી 5 બાબતોને અવગણવા કરે છે. જેના કારણે તેને ઈચ્છા છતાં સારી ઊંઘ નથી આવતી.

અમેરિકાની બર્કલેમાં સ્થતિ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ન્યુરોસાયન્સ વિભાગના પ્રોફેસર મેથ્યુ વોલ્કરે પાંચ બાબતો વિશે જણાવી રહ્યા છે, જેને અનુસરીને વ્યક્તિ સારી ઊંઘ મેળવીને પોતાનું જીવન સારું જીવી શકે છે.

પ્રોફેસર વોલ્કર કોણ છે? મેથ્યુ વોલ્કર કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ન્યુરોસાયન્સ અને મનોરોગ વિભાગમાં પ્રોફેસર છે. તેઓ સેન્ટર ફોર હ્યુમન સ્લીપ સાયન્સના સ્થાપક અને નિર્દેશક પણ છે. ઊંઘ અને મન વચ્ચેના સંબંધમાં તેઓ સારી રીતે જાણે છે. સમયાંતરે તેઓ વિવિધ માધ્યમો દ્વારા લોકોને સારી ઊંઘ અને સ્વસ્થ શરીર વિશેની માહિતી આપતા રહે છે.

1. નિયમિતતા : સારી ઊંઘ મેળવવા ચોક્કસ સમયે સૂવું અને નિયમિત સમયે જાગવું જરૂરી છે. વેકેશનમાં પણ કોઈ કામ નથી તો પણ સમયસર સૂવું અને જાગવું જરૂરી છે. આવું નથી કરતા તો ઊંઘની દિનચર્યા બગડે છે અને તેની સીધી ખરાબ અસર વ્યક્તિની બીજા દિવસની કાર્યક્ષમતા અને જીવનશૈલી પર પડે છે.

2. લાઇટ : સૂવાના એક કલાક પહેલાં રૂમની લાઈટ બંધ કરો અથવા ડીમકરો. આનાથી મગજમાં મેલાટોનિન મુક્ત થાય છે જે સારી ઊંઘ મેળવવાનું મુખ્ય પરિબળ છે. સૂતાના 30 મિનિટ પહેલા મોબાઈલ-ગેજેટ્સનો ઉપયોગ ન કરો, કારણ કે તેનો પ્રકાશ મેલાટોનિનને તોડવાનું કામ કરે છે.

3. તાપમાન : વ્યક્તિએ જે રૂમમાં સુવાનું છે તે રૂમનું તાપમાન સંતુલિત હોવું જોઈએ. રૂમ ખૂબ ગરમ કે ખૂબ ઠંડો ન હોવો જોઈએ. રૂમનું જે તાપમાન હોય છે મગજ તે તાપમાનને ઓરડાના તાપમાને એકથી બે ડિગ્રી સેલ્સિયસ ઘટાડે છે. ઠંડા રૂમમાં સૂવાથી વ્યક્તિને ગાઢ ઊંઘ આવે છે.

4. દારૂ : દારૂ પીનારાઓની ઊંઘ અડધી રાત્રે પણ તૂટતી રહે છે, સપના નથી આવતા. એ જ રીતે, રાત્રિભોજન પછી ચા કે કોફી પીવાથી ઊંઘ ઉડી જાય છે. જ્યારે વ્યક્તિ સવારે ઉઠે છે ત્યારે તે તાજગીનો અનુભવ કરતો નથી. તાજગી અનુભવવા માટે તે ફરીથી સવારે પહેલા ચા અને કોફી પીવે છે અને તે વ્યક્તિ કેફીનનું વ્યસની બની જાય છે.

5. પથારીથી અંતર રાખો : સવારે ઉઠ્યા પછી પથારીમાં જ ન બેસો, તેનાથી ફરીથી ઊંઘવાની ઈચ્છા થશે. ફરીથી ઊંઘ ન આવે તે માટે ઉઠીને તરત જ બીજા રૂમમાં જાઓ. ઉઠ્યાં પછી તરત જ મોબાઇલને ના અડશો. પુસ્તક વાંચો અથવા મેડિટેશન કરો.પથારીમાંથી ઉઠ્યા પછી તરત જ તેને જીવનનો એક ભાગ બનાવો.

આ સિવાય રાત્રે ભારે ખોરાક ના ખાઓ, સુતા પહેલા ગરમ દૂધ પીવો, પગમાં માલિશ કરો, હાથ પગ ધોઈને સુવો, વગેરે ઉપાયો કરવાથી તમે ગાઢ ઊંઘ મેળવી શકો છો. આ લેખ પસંદ આવ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.