singada benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા જાણીએ છીએ કે બદલાતી ઋતુને કારણે થતા રોગોથી બચવા માટે મોસમી ફળ ખાવા જોઈએ. હાં, બદલાતી ઋતુની સાથે બજારમાં ઘણા ફળ આવવા લાગે છે જે ખાવામાં સ્વાદિષ્ટ તો હોય જ છે પણ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. તેમાંથી એક ફળ છે શિંગોડા.

શિંગોડા શિયાળાની શરૂઆત થતાની સાથે જ બજારોમાં આવી જાય છે. શિંગોડા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, ખાસ કરીને મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

કારણ કે તેમાં ફોસ્ફરસ, પ્રોટીન, નિકોટિનિક એસિડ, વિટામિન સી, મેંગેનીઝ, કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન એ, સાઇટ્રિક એસિડ, એનર્જી, ફાઇબર, કેલ્શિયમ, ઝિંક, આયર્ન, પોટેશિયમ, સોડિયમ, આયોડિન, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે આપણા શરીર અત્યંત ફાયદાકારકે માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે શિંગોડા મહિલાઓના સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે.

મહિલાઓની સમસ્યાઓ હલ કરો : જો કે દરેકને શિંગોડા ખાવાનું પસંદ હોય છે અને દરેકને તેને ખાવાથી ઘણા ફાયદા થાય છે. પરંતુ શિંગોડા મહિલાઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે મહિલાઓ પીરિયડ્સ, પ્રેગ્નન્સી, યુરિન જેવી અનેક સમસ્યાઓથી પરેશાન રહે છે અને આ સ્થિતિમાં શિંગોડાનું સેવન કરવાથી રાહત મળે છે.

સારી ઊંઘ માટે : શિંગોડામાં પોલિફેનોલિક અને ફ્લેવોનોઈડ એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને આ સિવાય તે એન્ટીબેક્ટેરિયલ અને એંટીકૈસર ગુણોથી ભરપૂર હોય છે. જે મહિલાઓ શિંગોડા ખાય છે તેમને ઊંઘ ના આવવાની સમસ્યાથી છુટકારો મળે છે અને તેઓ દરરોજ સારી ઊંઘ લે છે.

ગળા માટે : શિંગોડાના સેવનથી ગળાની ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે કારણ કે તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે ગળાના દુખાવા, ગળું બેસી જવું, કાકડા વગેરેથી છુટકારો મેળવી શકાય છે.

ત્વચા અને વાળ માટે : શિંગોડા માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ મહિલાઓની સુંદરતા વધારવામાં પણ મદદરૂપ થાય છે. આ ખાસ ફળ બ્લડ પ્યુરિફાયરનું કામ કરે છે જેને ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને ત્વચામાં ચમક આવે છે. આ સિવાય વાળ માટે શિંગોડા ખાવું ખૂબ સારું છે કારણ કે તેમાં રહેલા તત્વો વાળને નુકસાન થતા અટકાવે છે. શિંગોડા ખાવાથી વાળ મજબૂત થાય છે અને તેમને પોષક તત્વો પણ મળે છે.

કેલ્શિયમ સમૃદ્ધ : એક ઉંમર પછી મોટાભાગની સ્ત્રીઓના શરીરમાં કેલ્શિયમની ઉણપ જોવા મળતી હોય છે. પરંતુ આ શિંગોડા ખાવાથી તેને દૂર કરી શકાય છે કારણ કે તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. કેલ્શિયમ હોવાને કારણે તે હાડકાં અને આંખો માટે પણ ફાયદાકારક છે. આ સિવાય પણ તેના સેવનથી હાડકા અને દાંત મજબૂત બને છે.

અસ્થમા અને દુખાવામાં ફાયદાકારક : અસ્થમાના દર્દીઓ માટે પણ શિંગોડા ખાવા ફાયદાકારક છે. દરરોજ તેનું સેવન કરવાથી અસ્થમાની સમસ્યામાં રાહત મળે છે અને જો તમારા શરીરમાં કોઈપણ જગ્યાએ દુખાવો કે સોજાની સમસ્યા હોય તો શિંગોડાની પેસ્ટ બનાવીને લગાવી લો. આમ કરવાથી સોજાની સમસ્યા દૂર કરી શકાય છે.

હાઇડ્રેશનથી બચાવવા : શિયાળાની ઋતુમાં મોટાભાગની મહિલાઓ પાણી ઓછું પીવે છે અને આનાથી શરીરમાં ડીહાઈડ્રેશનની સમસ્યા થાય છે. પરંતુ જો તમે નિયમિતપણે શિંગોડા ખાઓ છો તો તમે ડિહાઇડ્રેશનની સમસ્યાથી બચી શકો છો. આ સિવાય તેને ખાવાથી ડાયેરિયાની સમસ્યા દૂર થાય છે.

ખાવામાં સાવચેતી : રોજ 5 થી 10 ગ્રામ શિંગોડા ખાવા જોઈએ. શિંગોડા પાચનતંત્રની દ્રષ્ટિએ તો ભારે છે તેથી વધારે ખાવાથી નુકસાન થઇ શકે છે. પેટમાં ભારેપણું અને ગેસ બની શકે છે. શિંગોડા ખાધા પછી તરત જ પાણી ના પીવું જોઈએ, તેનાથી પેટમાં દુખાવો થઈ શકે છે. જો કબજિયાત હોય તો શિંગોડા ના ખાવા જોઈએ.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા