vitamin protein calcium foods
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણ શરીરને સ્વસ્થ, નિરોગી અને ફિટ રાખવા માટે દરેક પ્રકારના પોષક તત્વોનું સેવન કરવું જરૂરી છે. ઘણી વાર આપણે વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીનની જરૂરિયાત વિશે સાંભળીએ છીએ અને વાંચીએ છીએ, પરંતુ ઓમેગા 3 ફેટી એસિડ્સ જરૂરિયાત પૂરી કરી શકતા નથી.

ઓમેગા-3 ફેટી એસિડને ખાસ કરીને મગજના સ્વાસ્થ્ય માટે જરૂરી ગણવામાં આવે છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે તંદુરસ્ત પુખ્ત વયના લોકો માટે દરરોજ ઓછામાં ઓછા 250 થી 500 મિલિગ્રામ ઓમેગા-3ની જરૂર હોય છે, જો કે આપણામાંથી મોટાભાગના લોકો આ જરૂરિયાતને પુરી કરતા નથી.

એવું માનવામાં આવે છે કે ઓમેગા-3 ફેટી એસિડ હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. આરોગ્ય નિષ્ણાતો અનુસાર પોષક તત્વોના પુરવઠા માટે સપ્લીમેન્ટ્સ પર આધાર રાખવાને બદલે તેમાં ભરપૂર ખોરાકના સેવન પર ધ્યાન આપવું જોઈએ. આપણા રસોડામાં એવી ઘણી બધી વસ્તુઓ હાજર હોય છે, જેનું સેવન કરવાથી આપણા શરીરના જરૂરી પોષક તત્વોની મળી શકે છે.

તો ચાલો આવા કેટલાક આહાર વિષે જાણીએ. 1) અખરોટનું સેવન ફાયદાકારક છે: આપણે જાણીએ છીએ કે ડ્રાય ફ્રૂટ્સ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. એમાં પણ અખરોટ વિવિધ આવશ્યક પ્રોટીન અને વિટામિન્સ સાથે ઓમેગા 3 નો સમૃદ્ધ સ્ત્રોત તરીકે ઓળખાય છે.

માત્ર 30 ગ્રામ અખરોટ તમને 2.7 ગ્રામ ઓમેગા-3 આપી શકે છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરીને હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે. તઅખરોટનું સેવન વજન ઘટાડવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે.

2) રાજમા: ભારતમાં રાજમાને ખૂબ જ પસંદ કરવામાં આવે છે પરંતુ કેટલાક લોકો રાજમાનો ઉપયોગ નહિવત કરે છે. રાજમામાં પ્રોટીન અને ઓમેગા -3 માં ભરપૂર માત્રામાં જોવા મળે છે. રાજમાના સેવનથી દૈનિક ઓમેગા-3ની 10 ટકા જરૂરિયાતો પૂરી કરી શકાય છે. આ સિવાય રાજમાને આયર્ન, ફોલેટ અને ફાઈબરથી ભરપૂર માનવામાં આવે છે.

આ પોષક તત્વો સગર્ભા સ્ત્રીઓ માટે જરૂરી માનવામાં આવે છે. 3) અળસીના ના દાણા: ફાઈબરથી ભરપૂર અળસી વજન ઘટાડવાની સાથે અન્ય ઘણી રીતે શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અન્ય ખાદ્યપદાર્થો કરતાં તેને ઓમેગા-3નો સારો સ્ત્રોત માનવામાં આવે છે.

તેલના રૂપમાં અળસીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. એક ચમચી અળસીનું તેલ ઓમેગા-3ની દૈનિક જરૂરિયાતોને પૂરી કરી શકે છે. સાથે સાથે અળસીએ મેગ્નેશિયમ, મેંગેનીઝ અને વિટામિન Aનો સમૃદ્ધ સ્ત્રોત પણ છે.

4) ચિયા બીજ: અત્યારે તમામ પ્રકારના સ્વાસ્થ્ય લાભ જોતાં તાજેતરનાં વર્ષોમાં ચિયા બીજના વપરાશમાં વધારો થયો છે. ચિયા બીજનું સેવન વજનને નિયંત્રણમાં રાખવાની સાથે ચરબી ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. 28 ગ્રામ ચિયા બીજ 5 ગ્રામ ઓમેગા-3 પૂરું પાડી શકે છે.

આ સિવાય તેને ફાઈબર અને પ્રોટીનનો સારો સ્ત્રોત પણ માનવામાં આવે છે, જે શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “વિટામિન્સ, પ્રોટીન, મિનરલ્સ અને ઓમેગા-3 થી ભરપૂર આ વસ્તુઓનું સેવન કરવાનું ચાલુ કરી દો”

Comments are closed.