Simple tips to reduce time and work in the kitchen
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે ઘરમાં અને રસોડામાં ગમે તેટલું કામ કરીએ, તો પણ કામ ક્યારેય પૂરું થતું નથી. તો આપણે આપણા કામને સરળ બનાવવા માટે કેટલીક કિચન ટિપ્સની મદદ લેવી જોઈએ. કેટલાક કામ એવા હોય છે જે આપણે અઠવાડિયામાં એકવાર કરી શકીએ છીએ અને આપણું કામ ઓછું બનાવી શકીએ છીએ.

આજે અમે તમને આ લેખમાં એવી જ કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે એક અઠવાડિયાનું કામ એક દિવસમાં કરીને તેને ઓછું કરી શકો છો. ચાલો જાણીએ આ ટિપ્સ કઈ કઈ છે.

ડુંગળીને ફ્રાય કરીને રાખો : દરરોજ સવારે જાગીને ટિફિન બનાવવા માટે શાક માટે ડુંગળી કાપવી ખૂબ જ કંટાળાજનક કામ લાગે છે. તો શા માટે એક જ વારમાં આ કામને કરી નાખીએ તો. આ કરવાની એક સારી રીત છે ડુંગળીને છોલીને કાપવી.

ડુંગળીને તમે ઈચ્છો તેટલી મોટી કે નાની કાપો. હવે એક પેનમાં થોડું તેલ ગરમ કરીને તેને ફ્રાય કરી લો અને જ્યારે તે સારી રીતે ફ્રાય થઇ જાય ત્યારે તેને કાચની બરણીમાં ભરી દો. ડુંગળીને ફ્રાય કરતી વખતે થોડું મીઠું નાખો, જેથી ડુંગળી સારી રીતે ચડી જશે.

આ રીતે લસણનો ઉપયોગ કરો : જ્યારે પણ આપણે રસોઈમાં લસણનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે આપણે રોજ તેને છોલીને તેનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ ખૂબ જ કામ વધારનારૂ કાર્ય છે. આ માટે તમારે માત્ર એક પેનમાં થોડું તેલ ગરમ કરવાનું છે અને તેમાં લસણને સારી રીતે શેકી લેવાનું છે.

આમ કરવાથી, જ્યારે પણ તમારે શાક અથવા પુલાવ બનાવવાનો હોય, ત્યારે તમે તેનો સીધો ઉપયોગ કરી શકો છો. તેને સ્ટોર કરવા માટે એર ટાઈટ જારનો ઉપયોગ કરો.

આ રીતે પકાવો ટામેટા : નાની નાની વસ્તુઓ આપણો સમય ખાઈ જાય છે અને ટામેટા તેમાંથી એક છે. સવારનો સમય આ વસ્તુઓ કરવામાં જાય છે. આ માટે, તમારે તમારી રજાના દિવસે થોડો સમય કાઢવો પડશે.

આ માટે એક પેનમાં તેલ અને પાણી ઉમેર્યા વિના ટામેટાંને રાંધવા પડશે અને જ્યારે તે પાણી છોડવા લાગે છે, ત્યારે અંતે તેમાં 2 ચમચી તેલ ઉમેરો. આનાથી એ થશે કે તમારા ટામેટાં લાંબા સમય સુધી ચાલશે અને બગડશે નહીં.

આદુ ને આ રીતે રાખો : જો તમે પણ તમારા ખાવામાં આદુ ઉમેરો છો, તો તમારે આ રીત અજમાવવી જ જોઈએ. સૌ પ્રથમ, આદુને છીણીને બરણીમાં રાખો. આદુને એર ટાઈટ ડબ્બામાં રાખો અને તેની સાથે એક ઈલાયચી નાખો, જેનાથી આદુ બગડતું નથી.

તમારે આદુને શેકવાની કે રાંધવાની કોઈ જરૂર નથી. હવે તમે તેનો ઉપયોગ શાક અને ચામાં કરી શકો છો. આ બધાને માત્ર એર ટાઈટ કન્ટેનરમાં જ રાખો. તમે પણ આ ટીપ્સને અનુસરો અને તમારા રસોડાના કામને સરળ બનાવો. આવી જ કિચન ટિપ્સ જાણવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા